ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યાં, બંને નવા ચહેરા

ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યાં, બંને નવા ચહેરા
  • આગામી 1 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યસભાની બંને બેઠકની એકસાથે ચૂંટણીની જાહેરાત કરાઈ છે
  • ભાજપે દિનેશ પ્રજાપતિ અને રામભાઈ મોકરિયાને રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યાં
  • રામ મોકરિયા ભારતભરમાં ફેલાયેલી મારુતિ કુરિયર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે

બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઝંઝાવાતી પ્રચાર વચ્ચે ભાજપે પોતાના રાજ્યસભાના ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં દિનેશભાઈ જેમલભાઈ પ્રજાપતિ અને રામભાઈ મોકરિયાને રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યાં છે. પક્ષે બંને નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે. રામ મોકરિયા બ્રાહ્મણ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે.  તો દિનેશ પ્રજાપતિ બનાસકાંઠાના આગેવાન છે. તેઓ પ્રજાપતિ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે, કોંગ્રેસ દ્વારા હજી સુધી ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ નથી. ઉલ્લેખનીય છે કે, અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધન બાદ બંને બેઠકો ખાલી પડી હતી. 

કોણ છે રામ મોકરિયા
રામ મોકરિયા જાણીતી મારુતિ કુરિયર કંપનીના સીએમડી છે. તેઓ 36 વર્ષથી દેશભરમાં ફેલાયેલી મારુતિ કુરિયર કંપનીના ફાઉન્ડર છે. તેઓ એબીવીપીના કાર્યકર રહી ચૂક્યા છે. તેઓ રાજકોટ ભાજપના જૂના અને જાણીતા કાર્યકર છે. તેઓ બ્રાહ્મણ સમાજનું પ્રતિનિધિત્વ છે. પોતાના નામની જાહેરાત વિશે રામ મોકરિયાએ કહ્યું કે, હું 30 વર્ષથી રાજકોટમાં છું, તેથી અહીંના પ્રશ્નોથી વાકેફ છું. તન મન ધનથી આગળ કામ કરીશ. બ્રહ્મ સમાજના પ્રતિનિધિ તરીકે મારી પસંદગી કરાઈ છે તેનો મને આનંદ છે. 

કોણ છે દિનેશ પ્રજાપતિ 
દિનેશ પ્રજાપતિ બનાસકાંઠાના આગેવાન છે. તથા પ્રજાપતિ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ભૂતકાળમાં બોર્ડ નિગમના ડાયરેકટર રહી ચૂક્યા છે. તેઓ ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે. તેમજ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી પણ રહી ચૂક્યા છે. 

No description available.

ગુજરાતમાં આગામી 1 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરાત રાજ્યસભાની બંને બેઠકની એકસાથે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધન બાદ બંને બેઠકો ખાલી પડી હતી. જેની જાહેરાત કરાઈ છે. તો ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. 1 માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. ત્યારે આ વચ્ચે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યાં છે.

No description available.

ગુજરાત રાજ્યસભાની બંને બેઠકોની એકસાથે ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે, ત્યારે 1 માર્ચે મતદાન કરાશે. 11 ફેબ્રુઆરીએ નોટિફિકેશન જાહેર કરવામા આવશે. ચૂંટણી બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર અહેમદ પટેલ અને ભાજપના ઉમેદવાર અભય ભારદ્વાજનું થોડા સમય પહેલા નિધન થયું હતું. જેના બાદ બંને બેઠકો ખાલી પડી હતી. 

બંને બેઠકો ભાજપને ફાળે જાય તેવી શક્યતા
ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બંને બેઠકો માટે પેટા ચૂંટણી જાહેર કરાઈ છે. 1 માર્ચે બંને બેઠકોની પેટા ચૂંટણી યોજાશે. અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનથી બંને બેઠકો ખાલી પડી છે. બંને બેઠકોની ચૂંટણી અલગ થશે, એક જ દિવસે મતદાન થશે. પરંતુ બે અલગ નોટિફિકેશનથી પેટાચૂંટણી યોજાશે. બંને બેઠકો અલગ અલગ દિવસે ખાલી પડી હોવાથી અલગ અલગ ચૂંટણી યોજાશે. અલગ અલગ ચૂંટણી યોજાતા બંને બેઠકો ભાજપના ફાળે જશે તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રાજ્યસભાની ખાલી પડેલી બેઠકોની ચૂંટણી અલગ-અલગ જાહેરનામાથી કરવામાં આવશે. અલગ-અલગ નોટિફિકેશન પ્રગટ કરવામાં આવે એટલે ભાજપની બંને બેઠકો પરનો કબજો થશે. 

રાજ્યસભાની 11 માંથી 2 બેઠક ખાલી પડી હતી
રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક છે, આ પૈકીની સૌથી વધુ 7 બેઠક હાલ ભાજપ પાસે છે, જ્યારે બાકીની બેઠકો હાલમાં કૉંગ્રેસ પાસે છે. ભાજપમાંથી પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા, નરહરિ અમીન, અભય ભારદ્વાજ, રમીલા બારા, ડૉ.એસ.જયશંકર અને જુગલજી ઠાકોર રાજ્યસભાના સાંસદ છે. તો કૉંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, અમીબેન યાજ્ઞિક, નારણસિંહ રાઠવા, અહેમદ પટેલ રાજ્યસભાના સાંસદ હતા, જેમાંથી ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલનું તાજેતરમાં નિધન થયું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news