મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું સભ્યપદ થયું પદ, કારણ છે જાતિ આધારક

પંચમહાલના મોરવા-હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું સભ્યપદ કેન્સલ કરાયું છે. ભૂપેન્દ્ર સિંહ ખાંટ મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય હતા. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જાતિના પ્રમાણપત્રના આધારે કોર્ટના ચુકાદા બદા તેમને સસ્પેન્ડ કર્યાં છે. 

મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું સભ્યપદ થયું પદ, કારણ છે જાતિ આધારક

હિતલ પારેખ/ગાંધીનગર :પંચમહાલના મોરવા-હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું સભ્યપદ કેન્સલ કરાયું છે. ભૂપેન્દ્ર સિંહ ખાંટ મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય હતા. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જાતિના પ્રમાણપત્રના આધારે કોર્ટના ચુકાદા બદા તેમને સસ્પેન્ડ કર્યાં છે. આ બેઠક જનજાતિ માટે અનામત છે. તેમણે જે પ્રમાણપત્ર રજૂ કર્યું હતું તે ખોટું હતું. તેથી તેને લઈને અધ્યક્ષે આ કાર્યવાહી કરી છે. ભૂપેન્દ્રસિંહ ખાંટ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી અપક્ષ ચૂંટાયા હતા.

આ અંગે વિધાનસભાના અધ્યક્ષે મીડિયા સંબોધનમાં કહ્યું કે, રાજ્યપાલ પાસે આ અંગે પિટીશન કરવામાં આવી હતી, કે જાતિનું પ્રમાણપત્ર શિડ્યુકાસ્ટની સીટ પર ચાલે એમ નથી. આ અંગે ઈલેક્શન કમિશનનો અભિપ્રાય પણ સામેલ કરાયો હતો. તેથી ગઈકાલે રાજ્યપાલે આ હુકમ મારી પાસે મોકલ્યો હતો. ભૂપેન્દ્રસિંહનું ડિસ્ક્વોલિફીકેશન થાય છે. હવે મોરવાહડફની બેઠક ખાલી પડીની જાહેરાત કરી છે.

તેમણે પબુભા માણેકના ધારસભ્ય પદ રદ વિશે કહ્યું કે, પ્રભુભા માણેક અંગે સુપ્રિમ કોર્ટે મેટર છે એટલે હજુ સુધી મારી પાસે આવી નથી. તેઓ હાલ ધારાસભ્ય તરીકે ચાલુ નથી. તો અલ્પેશ ઠાકોર અંગે કહ્યું કે, હું આજે જ આવ્યો છું તેનો અભ્યાસ કરી નિર્ણય લેવામાં આવશે. સામાન્ય રીતે આવા કેસમાં બંને પક્ષોને પોતાની વાત કરવાની તક આપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news