બિનસચિવાલય પરીક્ષા અંગે રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આક્રોશ, એક જ માંગ, ‘પરીક્ષા રદ કરો...’

‘કોઈ એન્જિનિયર, કોઈ બીએ પાસ, તો કોઈએ પરીક્ષા માટે નોકરી મૂકી... બસ એટલા માટે જ કે અમે સરકારી નોકરીમાં જોડાવાના સપના જોયા હતા. પણ અમારા જેવા વિદ્યાર્થીઓ મહેનત કરે છે અને તેનુ ફળ રૂપિયા ચૂકવીને કોઈ બીજુ લઈ જાય છે. અમે આજે ગાંધીનગરમાં ન્યાય માંગવા આવ્યા છીએ, ભીખ માંગવા નહિ.....’ આ શબ્દો છે એ હજ્જારો ઉમેદવારોનો, જેઓ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા (BinSachivalay Clerk Exam) માં થયેલી ગેરરીતિ સામે ન્યાય માંગવા માટે ગાંધીનગર (Gandhinagar) પહોંચ્યા હતા. પરંતુ ગુજરાતની આ ભાવિ પેઢી સાથે જે વર્તન થયું તે શરમજનક રહ્યું. પોલીસે વિદ્યાર્થીઓને દંડાગીરી કરી હતી. તો સાથે જ પકડી પકડીને તેઓને પોલીસની બસમાં બેસાડીને તેમની અટકાયત કરી હતી. તો બીજી તરફ, રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આ મામલે આક્રોશ દેખાઈ રહ્યો છે. સુરેન્દ્રનગર અને સુરતમાં પણ વિરોધ જોવા મળ્યો છે. 

બિનસચિવાલય પરીક્ષા અંગે રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આક્રોશ, એક જ માંગ, ‘પરીક્ષા રદ કરો...’

હિતલ પારેખ/અતુલ તિવારી/અમદાવાદ :‘કોઈ એન્જિનિયર, કોઈ બીએ પાસ, તો કોઈએ પરીક્ષા માટે નોકરી મૂકી... બસ એટલા માટે જ કે અમે સરકારી નોકરીમાં જોડાવાના સપના જોયા હતા. પણ અમારા જેવા વિદ્યાર્થીઓ મહેનત કરે છે અને તેનુ ફળ રૂપિયા ચૂકવીને કોઈ બીજુ લઈ જાય છે. અમે આજે ગાંધીનગરમાં ન્યાય માંગવા આવ્યા છીએ, ભીખ માંગવા નહિ.....’ આ શબ્દો છે એ હજ્જારો ઉમેદવારોનો, જેઓ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા (BinSachivalay Clerk Exam) માં થયેલી ગેરરીતિ સામે ન્યાય માંગવા માટે ગાંધીનગર (Gandhinagar) પહોંચ્યા હતા. પરંતુ ગુજરાતની આ ભાવિ પેઢી સાથે જે વર્તન થયું તે શરમજનક રહ્યું. પોલીસે વિદ્યાર્થીઓને દંડાગીરી કરી હતી. તો સાથે જ પકડી પકડીને તેઓને પોલીસની બસમાં બેસાડીને તેમની અટકાયત કરી હતી. તો બીજી તરફ, રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આ મામલે આક્રોશ (#saveGujratstudents) દેખાઈ રહ્યો છે. સુરેન્દ્રનગર અને સુરતમાં પણ વિરોધ જોવા મળ્યો છે. 

પોલીસે 400 ઉમેદવારોની અટકાયત કરી
ન્યાય માંગવાની આશાએ આજે રાજ્યભરમાં હ્જારો વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. જેમાં યુવતીઓ પણ સામેલ હતી. વી વોન્ટ જસ્ટિસની માંગ સાથે હજ્જારો ઉમેદવારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે કે, બિનસચિવાલય પરીક્ષા કેન્સલ કરવામાં આવે. કારણ કે, આ પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના પુરાવા પણ મળ્યા છે. ત્યારે ગાંધીનગરની પોલીસે પ્રદર્શન કરી રહેલા 400થી વધુ ઉમેદવારોની અટકાયત કરી છે. તમામની અટકાયત ઉપવાસ છાવણી પાસેથી કરાઈ છે. વિદ્યાર્થીઓ પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા આવ્યા છે, પરંતુ સરકારની પેટનું પાણી હાલતું નથી. 

Big Breaking : ગુજરાત રાજ્યમાં ફરજિયાત હેલમેટ પહેરવાનો નિયમ હટાવાયો 

વિદ્યાર્થીઓએ પોસ્ટર પર દર્શાવ્યો વિરોધ
સરકાર અમને ન્યાય આપોના નારા સાથે હજ્જારો વિદ્યાર્થીઓ ગાંધીનગર ઉમટી પડ્યા હતા. ત્યારે તેમના પોસ્ટર પર લખેલા લખાણમાં પણ સરકાર સામેનો વિરોધ સ્પષ્ટ દેખાયો હતો. હમારી ભૂલ કમલ કા ભૂલ, શું આ બધુ કરવા આઝાદી આપી હતી? મહાત્મા ગાંધી, સંવેદનહીન સરકાર જેવા લખાણો સાથે વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા હતા. 

ગાંધીનગરમાં પડ્યા પડધા
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. પરંતુ કેબિનેટ બેઠકમાં પણ બિનસચિવાલય પરીક્ષાના ઉમેદવારોના વિરોધ પ્રદર્શનનો પડઘો પડ્યો હતો. સવારે 10 વાગ્યે શરૂ થયેલી કેબિનેટ બેઠક બપોરે 1 વાગ્યા સુધી પણ ચાલુ હતી. બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિના મામલા પર શું કરવું તેની પણ ચર્ચા થઇ હોવાનું સૂત્રો તરફથી માહિતી મળી હતી. 

પોલીસે જુઠ્ઠાણુ ચલાવ્યું
એક તરફ, પોલીસ વિદ્યાર્થીઓને પકડી પકડીને બસમાં બેસાડીને અટકાયત કરી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે ગાંધીનગરના રેન્જ આઈજી મયંક ચાવડાએ મીડિયાને જણાવ્યું કે, કોઈની અટકાયત કરાઈ નથી. કોઈને કોઈ જાતની ઈજા કે પત્થરમારો થયો નથી. વિદ્યાર્થીને કોઈ નુકશાન થાય તે પ્રકારની કાર્યવાહી અમે કરી નથી. વિદ્યાર્થીઓ સાથે કોઈ અમાનવીય વર્તન નથી કર્યું. તો બીજી તરફ, પોલીસ કર્મચારીઓ જ ‘વિદ્યાર્થીઓને દેવાનું ચાલુ કરો....’ તેવુ કહી રહ્યાં છે.  

...તો ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન કરીશું 
આંદોલનકારી પ્રવિણ રામે જણાવ્યું કે, ગુજરાતનાં યુવાનો સાથે સરકાર આંતકવાદી જેવું વર્તન કરી રહી છે. ગુજરાતના યુવાનોને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે. ગુજરાતના યુવાનો પ્રત્યે તંત્રનું તાનાશાહી જેવું વર્તન છે. અટકાયતો કરવા કરતાં સરકારે યુવાનોની વાતો સાંભળવી જોઈએ. અટકાયત કરેલા યુવાનો પર તંત્ર કોઈ કડક પગલાં ભરશે તો ગાંધીનગરમાં ફરીથી જન અધિકાર મંચના નેતૃત્વમાં ઉગ્ર આંદોલન થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news