શાહરૂખ ખાન જોવા મળશે આ કોમિક એક્શન થ્રિલરમાં, 2021માં થશે રિલીઝ

સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ગત થોડા સમયથી અભિનયથી દૂર છે અને તેમણે આ સમયગાળામાં ભરપૂર આનંદ માણ્યો છે, જોકે શાહરૂખ ખાને રાજ નિદિમોરૂ અને કૃષ્ણા ડીકેની આગામી મોટા બજેટની કોમિક-એક્શન થ્રિલર માટે હામી ભરી દીધી છે. રાજ અને ડીકે આ ફિલ્મનું નિર્દેશન કરશે, જે આ પહેલાં 'ગો ગોઆ ગોન' અને 'સ્ત્રી' જેવી ફિલ્મો માટે કામ કરી ચૂક્યા છે.  

શાહરૂખ ખાન જોવા મળશે આ કોમિક એક્શન થ્રિલરમાં, 2021માં થશે રિલીઝ

નવી દિલ્હી: સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ગત થોડા સમયથી અભિનયથી દૂર છે અને તેમણે આ સમયગાળામાં ભરપૂર આનંદ માણ્યો છે, જોકે શાહરૂખ ખાને રાજ નિદિમોરૂ અને કૃષ્ણા ડીકેની આગામી મોટા બજેટની કોમિક-એક્શન થ્રિલર માટે હામી ભરી દીધી છે. રાજ અને ડીકે આ ફિલ્મનું નિર્દેશન કરશે, જે આ પહેલાં 'ગો ગોઆ ગોન' અને 'સ્ત્રી' જેવી ફિલ્મો માટે કામ કરી ચૂક્યા છે.  

મુંબઇ મિરરના અનુસાર આ પ્રોજેક્ટના વિકાસ સાથે જોડાયેલા નજીક સૂત્રોએ જણાવ્યું હતું કે શાહરૂખ ખાનને આ ફિલ્મની સ્કિપ્ટ ખૂબ ગમી છે અને તેમણે આ એક્શન ફિલ્મને સાઇન પણ કરી લીધી છે, જેનું શૂટિંગ આગામી વર્ષે શરૂ થવાની સંભાવના છે. સૂત્રોએ કહ્યું હતું કે ફિલ્મમાં રાજ અને ડીકેના બ્રાંડની જવાબદારી મજેદાર શૈલી કૂટીકૂટીને ભરી હશે. એક એવી કહાની જેના પર પહેલાં કામ કરવામાં આવ્યું નથી.  

કથિત રીતે ફિલ્મનું નિર્માણ શાહરૂખ ખાન પોતે કરશે અને તેને ભારત અને વિદેશોના તમામ સુંદર લોકેશન્સ પર શૂટ કરવામાં આવશે. આ અનામ ફિલ્મ 2021માં રિલીઝ  થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news