વડોદરા: આત્મીય યુવા મહોત્સવમાં 24 દેશમાંથી 10 હજારથી વધુ NRIઓએ લીધો ભાગ
વડોદરામાં યોગી ડિવાઇન સોસાયટી દ્વારા ૨ થી ૫ જાન્યુઆરી સુધી આત્મીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં આયોજિત આત્મીય યુવા મહોત્સવના છેલ્લા દિવસે લાખો ભકતો એ હાજરી આપી હતી. મહોત્સવમાં છેલ્લા દિવસે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હાજરી આપી હતી.
Trending Photos
રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરામાં યોગી ડિવાઇન સોસાયટી દ્વારા ૨ થી ૫ જાન્યુઆરી સુધી આત્મીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં આયોજિત આત્મીય યુવા મહોત્સવના છેલ્લા દિવસે લાખો ભકતો એ હાજરી આપી હતી. મહોત્સવમાં છેલ્લા દિવસે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હાજરી આપી હતી. આ ઉપરાંત અનેક સાધુ સંતોએ હાજરી આપી લાખો યુવા સત્સંગીઓ વચ્ચે પ્રવચન આપ્યું હતું.
આત્મીય યુવા મહોત્સવના ચાર દિવસમાં લાખો સત્સંગીઓ હાજરી આપી રેકોર્ડ સર્જ્યો હતો અને લાખો ભક્તોએ ભોજન લીધું હતું. હજારો યુવાનોએ સેવા આપી હતી. 24 દેશમાંથી 10 હજારથી વધુ એન.આર.આઈ સત્સંગમાં ભાગ લેવા આવ્યા હતા. ભારત સહિત અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, તાંઝાનિયા, સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ દેશોમાંથી હરિભક્તો ભાગ લીધો હતો. અમીત ચાવડા અને પરેશ ધાનાણીએ હરિપ્રસાદ સ્વામીના આશીર્વાદ લીધા હતા.
મહોત્સવની મુલાકાત બાદ રાજકોટ અને અમદાવાદની સરકારી હોસ્પિટલમાં નવજાત બાળકોની મોત મામલે અમિત ચાવડાએ કહ્યું કે સરકારી હોસ્પિટલમાં બાળકોનો મોતનો મામલો ગંભીર છે. આ અંગે સરકારે તપાસ કરાવવી જોઈએ. સરકારી હોસ્પિટલમાં સુવિધા વધારવી જોઈએ. પ્રધાનમંત્રી, ગૃહમંત્રીએ પોતાના ગુજરાતની ચિંતા કરવી જોઈએ નહિ કે રાજસ્થાનની.
આ ઉપરાંત ખેડૂતોને યુરિયા ખાતરના અછત મામલે પણ અમિત ચાવડા એ કહ્યું કે સરકારે ખેડૂતોને યોગ્ય માત્રામાં યુરિયા ખાતર અપાવવું જોઈએ. જો ખેડૂતોને યુરિયા ખાતર નહિ મળે તો કોંગ્રેસ ખેડૂતોને સાથે રાખી આંદોલન કરશે.
આવું છે આયોજન
527 વીઘામાં આત્મીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬ લાખ સ્ક્વેર ફીટ માં સભામંડપ, ૨૮ લાખ સ્ક્વેર ફૂટમાં પાર્કિંગ, 7.25 લાખ ફીટમાં ભોજન મંડપ, 1.5 લાખ સ્ક્વેર ફીટમાં રસોડું, 1.5 લાખ સ્ક્વેર ફીટ મહેમાનો માટે ભોજન મંડપ, ૪૦ હજાર સ્ક્વેર ફીટમાં ચા ઉકાળા માટે કેન્ટીન, 20 હજાર સ્ક્વેર ફીટમાં શાકભાજી મૂકવાની વ્યવસ્થા તેમજ 30 હજાર સ્ક્વેર ફીટમાં વાસણ સાફ કરવાની જગ્યાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આત્મીય યુવા મહોત્સવમાં રોજ 10 હજાર જેટલા ભક્તો તૈયારીઓ માટે સેવા આપી હતી. 25 લાખ ભક્તો કાર્યક્રમમાં આવવાના હોવાથી પોલીસ પણ સુરક્ષા વ્યવસ્થા ને લઈ સતર્ક બની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે