જેલમાં જયસુખ પટેલને 'સુખ'! મોરબી દુર્ઘટનામાં ભોગ બનેલા પરીવારોના આ આક્ષેપથી ખળભળાટ

Morbi bridge accident case: ઓરેવા કંપનીનાં સંચાલક અને કેસમાં આરોપી જયસુખ પટેલેને અન્ય જિલ્લાની જેલમાં ટ્રાન્સફર કરવાની પીડિત પરિવાર દ્વારા માંગ કરવામાં આવી રહી છે

જેલમાં જયસુખ પટેલને 'સુખ'! મોરબી દુર્ઘટનામાં ભોગ બનેલા પરીવારોના આ આક્ષેપથી ખળભળાટ

હિંમાશું ભટ્ટ/મોરબી: મોરબીની ઝૂલતાપુલ દુર્ઘટનામાં પકડાયેલ ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલ હાલમાં મોરબીની જેલમાં છે, ત્યારે તેઓને વીઆઇપી સુવિધા મળી રહી છે તેવો આક્ષેપ ઝૂલતાપુલ દુર્ઘટના ભોગ બનેલા પરીવારના લોકોએ કર્યો છે અને જયસુખભાઈ પટેલને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે તેવી હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડીજીપી વિકાસ સહાય અને અધિક પોલીસ મહાનિર્દેશક જેલને રજિસ્ટર્ડ એડી કરીને રજૂઆત કરી છે. 

મોરબીમાં ૩૦/૧૦/૨૨ ના રોજ ઝુલતો પુલ રૂરી પડ્યો હતો જેમાં 135 લોકોના મોત થયા હતા અને તેની ફરિયાદ આધારે ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલ સહિતના કુલ મળીને ૧૦ આરોપીને પકડવામાં આવ્યા હતા તે પૈકીનાં ૬ આરોપીના જામીન મંજૂર થઈ ગયેલ છે અને ચાર આરોપી હાલમાં મોરબીની જેલમાં છે. 

ઝૂલતાપુલ દુર્ઘટના ભોગ બનેલા પરીવારના લોકોએ એવો આક્ષેપ કર્યો છે કે, મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલ રાજકીય વગનો ઉપયોગ કરી જેલ પરિસરમાંથી ગમે ત્યારે બહાર જવાની સુવિધા ભોગવે છે જેથી તેની ટ્રાન્સફર વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરતની કોઈપણ મધ્યસ્થ જેલમાં કરવામાં આવે તે જરૂરી છે અને મોરબીની સબ જેલના છેલ્લા ત્રણ મહિનાના સીસીટીવી ફૂટેજને ચેક કરવામાં આવે તેવી પણ માંગણી કરેલ છે.

આટલું જ નહીં મોરબી સેશન્સ કોર્ટમાં પણ ઘણીવાર કાર્યવાહી માટે ખાનગી વાહનમાં તેને લઈને આવે છે આમ સ્થાનિક પોલીસ અધિકારી અથવા જેલતંત્રના અધિકારીઓ પરોક્ષ રીતે મદદ કરીને વીઆઈપી સવલત પૂરી પડે છે તેમજ અરજીમાં લખ્યું છે કે, મોરબી સેશન્સ કોર્ટમા કેસની ધીમી ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે. અને આરોપીના મળતિયાઓ પીડિતોને આરોપી વિરુદ્ધ નિવેદન ન આપવા માટે જણાવી રહ્યા છે. તો સાહેદોને ધાકધમકી આપવામાં આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news