મોરબી: હળવદમાં યુવતી સાથે દારૂ પીને શરીર સંબંધ બાંધ્યો, હવે બિભત્સ તસ્વીરો દેખાડી કરે છે બદનામ

ગુજરાતમાં દુષ્કર્મ અને હત્યાનાં કિસ્સાઓ છાશવારે સામે આવતા હોય છે. પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ નિવડી રહી હોય તેવું લાગી રહ્યું છે. હળવદના ગ્રામ્ય વિસ્તારમાંથી એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં યુવકે યુવતી પર ન માત્ર દુષ્કર્મ આચર્યું પરંતુ તેનો વીડિયો ઉતારીને બ્લેકમેઇલ કરતો હોવાની ફરિયાદ દાખલ થતા ચકચાર મચી જવા પામી છે. 
મોરબી: હળવદમાં યુવતી સાથે દારૂ પીને શરીર સંબંધ બાંધ્યો, હવે બિભત્સ તસ્વીરો દેખાડી કરે છે બદનામ

મોરબી : ગુજરાતમાં દુષ્કર્મ અને હત્યાનાં કિસ્સાઓ છાશવારે સામે આવતા હોય છે. પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ નિવડી રહી હોય તેવું લાગી રહ્યું છે. હળવદના ગ્રામ્ય વિસ્તારમાંથી એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં યુવકે યુવતી પર ન માત્ર દુષ્કર્મ આચર્યું પરંતુ તેનો વીડિયો ઉતારીને બ્લેકમેઇલ કરતો હોવાની ફરિયાદ દાખલ થતા ચકચાર મચી જવા પામી છે. 

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર હળવદના જ એક ગામમાં રહેતા વિશાલ પ્રવિણ એરવાડિયા નામના યુવક સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ થઇ છે. ફરિયાદમાં કરાયેલા આરોપ અનુસાર વિશાલ એક યુવતી સાથે તસ્વીરો ખેંચાવીને તેને બ્લેકમેઇલ કરતો હતો. વારંવાર અલગ અલગ સ્થળ પર બોલાવી અવાર નવાર તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત યુવતીને ગામમાં પણ પરેશાન કરતો રહેતો હોવાની સાથે યુવતીની તસ્વીરો લોકોને બતાવીને તેને બદનામ પણ કરતો હતો. 

આ યુવકે પોતાના તથા યુવતીનાં બિભત્સ વીડિયો પણ ઉતારી લીધા હતા. જો કે વિશાલથી કંટાળેલી યુવતીએ આખરે 13 ડિસેમ્બરના રોજ છેડતીની ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે તે દારૂ પીને યુવતીને પરેશાન કરતો હતો. હાલ ફરિયાદના આધારે હળવદ પોલીસે વિશાલ એરવાડિયા નામના શખ્સ વિરુદ્ધ તપાસ આદરી છે. આ ઉપરાંત યુવતની અટકાય કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news