42 વર્ષ બાદ પણ આ ઘટનાને યાદ કરી લોકોના ગળા સુકાય છે, નજર સમક્ષ મોતને રમતું જોયું હતું લોકોએ

આજથી 42 વર્ષ પહેલા મોરબીમાં આવેલા જળ પ્રલયને કારણે મોરબી અને માળિયા તાલુકો હતો ન હોતા થઈ ગયા હતા. જોકે આજે 42 વર્ષ બાદ મોરબીનો મચ્છુ-2 ડેમ ન માત્ર મોરબી અને માળીયા પરંતુ ચાર જિલ્લા માટે આશીર્વાદ રૂપ બન્યો છે

42 વર્ષ બાદ પણ આ ઘટનાને યાદ કરી લોકોના ગળા સુકાય છે, નજર સમક્ષ મોતને રમતું જોયું હતું લોકોએ

હિમાંશુ ભટ્ટ/ મોરબી: આજથી 42 વર્ષ પહેલા મોરબીમાં આવેલા જળ પ્રલયને કારણે મોરબી અને માળિયા તાલુકો હતો ન હોતા થઈ ગયા હતા. જોકે આજે 42 વર્ષ બાદ મોરબીનો મચ્છુ-2 ડેમ ન માત્ર મોરબી અને માળીયા પરંતુ ચાર જિલ્લા માટે આશીર્વાદ રૂપ બન્યો છે કેમ કે, મચ્છુ-2 ડેમને સૌની યોજનાના મધર ડેમ તરીકે રાખવામા આવ્યો છે જેથી કરીને નર્મદા ડેમથી પાણી મચ્છુ-2 ડેમ સુધી પહોચે છે અને ત્યાંથી આજની તારીખે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓને પીવા અને સિચાઈ માટેનું પાણી પૂરું પાડવાં આવે છે.

11 ઓગસ્ટ 1979 આ દિવસને મોરબીવાસીઓ ક્યારેય ભૂલી શકે તેમ નથી. કારણકે મોરબી-માળિયા અને વાંકાનેર તાલુકાની અંદર પડેલા વરસાદના કારણે ચોતરફ પાણી જ પાણી હતું અને આવા સમયે મોરબી નજીક જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમ કે જેમાં વાંકાનેર અને ચોટીલા પંથકમાં ભારે વરસાદના કારણે વિપુલ પ્રમાણમાં પાણીની આવક શરૂ થઇ હતી અને જેથી કરીને આ ડેમ તૂટી ગયો હતો અને ડેમ તુટવાના કારણે મોરબી અને માળિયા તાલુકાની અંદર મોટા પ્રમાણમાં લોકોના જાનમાલને નુકસાન થયું હતું. ત્યારબાદ આ દિવસ જ્યારે પણ આવે છે ત્યારે પોતાના સ્વજનોને ગુમાવનારા લોકો તેમજ પોતાની માલ મિલકતની ગુમાવી હતી તે લોકોની આંખમાંથી આજની તારીખે પણ હોનારતના પાણી હજુ પણ સુકાતા નથી તેવો ઘાટ જોવા મળે છે.

મોરબી જિલ્લા સિચાઈ વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે જે-તે સમયે હોનારત સર્જાઈ હતી. ત્યારે મચ્છુ ડેમમાં 18 દરવાજા હતા અને ઉપરથી પાણી વધુ આવવા લાગ્યું હતું અને ત્રણ લાખ કયુસેકની કેપેસીટી સામે 9 લાખ કયુસેક કરતાં વધુ પાણી ડેમમાથી કાઢવામાં આવી રહ્યું હતું. ત્યારે દરવાજા ન ખોલવા ના કારણે ડેમ તૂટ્યો હતો પરંતુ આજની તારીખની વાત કરી મોરબીનો મચ્છુ ડેમ હવે ક્યારે પણ તૂટે નહીં તે પ્રકારની વ્યવસ્થા સિંચાઇ વિભાગ દ્વારા કરવામાં આવી છે અને અહીંયા હાલમાં જૂના 18 દરવાજા અને તે ઉપરાંત બીજા 20 દરવાજા એટલે કે કુલ મળીને 38 દરવાજા મૂકવામાં આવેલ છે અને આ ડેમની કુલ ક્ષમતા 3104 એમસીએફટીની છે અને હવે ગમે એટલો ભારે વરસાદ પડે અને પાણીની આવક વધે તો પણ આ ડેમને કોઈ ક્ષતિ થાય તેમ નથી.

જો કે, મોરબીના મચ્છુ ડેમની વાત કરીએ તો મોરબીના મચ્છુ ડેમ થકી અગાઉ માત્ર મોરબી અને માળિયા તાલુકાની અંદર જ પીવા અને સિંચાઇ માટે પાણી પૂરું પાડવાની ક્ષમતા અને વ્યવસ્થા હતી. જોકે ત્યાર બાદ છેલ્લા વર્ષની અંદર મોરબીના આ ડેમને સૌની યોજનાના મધર ડે તરીકે લેવામાં આવ્યો છે અને મધર ડેમ સુધી નર્મદાનું પાણી લાવીને સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, દ્વારકા સહિતના જિલ્લા અને તાલુકાઓ સુધી ત્યાંના સ્થાનિક ડેમમાં પીવા અને સિંચાઇ માટેનું પાણી પહોંચાડવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેથી કરીને આજની તારીખે મોરબી નજીકનો મચ્છુ-2 ડેમ ન માત્ર મોરબી અને માળિયા પરંતુ રાજકોટ, જામનગર અને દ્વારકા જિલ્લા માટે પણ આશીર્વાદ સમાન સાબિત થયો છે.

એક કે બે વર્ષ નહીં પરંતુ 42 વર્ષના વાણા વાઈ ગયા છે, તેમ છતાં પણ આજની તારીખે મચ્છુ જળ હોનારતની તારીખ આવે ત્યારે ઘણા લોકોના શરીરમાંથી કંપારી છૂટી જાય છે. કારણ કે આ લોકોએ પોતાની નજર સામે મોતને રમતું જોયું હતું. તેવું કહીએ તો જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, ઘણા લોકોએ પોતાના સ્વજનોને પોતાની નજર પાણીમાં તણાઇ જતા જોયા હતા માટે આ ઘટના તે લોકો ભૂલી શક્યા નથી. આજે પણ ઘણા લોકોને પોતાની નજર સામે 11 ઓગસ્ટ તારીખે પોતાના સ્વજનોને પાણીમાં તણાઇ જતાં, પાણીમાં ડૂબી દેખાઈ છે અને તેની આંખોમાથી આંસુ સારી પડે છે.

પરંતુ આજે લોકોએ હર્ષ સાથે કહે છે કે, ભૂતકાળમાં જે બન્યું તે પરંતુ આજે એ વાતનો ગર્વ છે કે મોરબીનો મચ્છુ-2 ડેમ ના માત્ર મોરબી પરંતુ ઘણા બધા તાલુકા લોકોને પીવાનું અને સિંચાઈનું નર્મદાનું પાણી પૂરું પાડવા માટે નિમિત બન્યો છે. હાલના ભારત દેશના પ્રધાનમંત્રી અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સપનાને સાકાર કરવામાં પણ મચ્છુ-2 ડેમ નિમિત બનેલ છે અને આ યોજના પૂરી થશે ત્યારે રાજયના 30 ડેમમાં પાણી લઈ જવા માટે અને નદીઓ સુધી નર્મદાના પાણી પહોચડવા માટે મહાકાય મચ્છુ-2 ડેમ નિમિત્ત બનશે તે વાતનો આજે મોરબીવાસીઓને પણ ગર્વ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news