આ ‘બા’ બહુ જોરદાર છે... ઢળતી ઉંમરે કક્કો-બારાખડી શીખીને પ્રભુ નામ જપવાનુ શરૂ કર્યું

“મન હોય તો માળવે જવાય..” આ કહેવતને મોરબીમાં રવાપર રોડ ઉપર રહેતા મૂળ ભડિયાદ ગામના રહેવાસી 82 વર્ષના વૃદ્ધાએ સાર્થક કરી છે. ઢળતી ઉંમરે તેમણે ક, ખ, ગ, ઘ લખીને તેને અક્ષર જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. મોરબીના અમૃત બાએ ધાર્મિક રુચિ રાખવા પહેલા વાંચન અને બાદમાં લેખન શરૂ કર્યું.
આ ‘બા’ બહુ જોરદાર છે... ઢળતી ઉંમરે કક્કો-બારાખડી શીખીને પ્રભુ નામ જપવાનુ શરૂ કર્યું

હિમાંશુ ભટ્ટ/મોરબી :“મન હોય તો માળવે જવાય..” આ કહેવતને મોરબીમાં રવાપર રોડ ઉપર રહેતા મૂળ ભડિયાદ ગામના રહેવાસી 82 વર્ષના વૃદ્ધાએ સાર્થક કરી છે. ઢળતી ઉંમરે તેમણે ક, ખ, ગ, ઘ લખીને તેને અક્ષર જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. મોરબીના અમૃત બાએ ધાર્મિક રુચિ રાખવા પહેલા વાંચન અને બાદમાં લેખન શરૂ કર્યું.

મૂળ મોરબીના ભડિયાદ ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર રોડ ઉપર રહેતા મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી ગિરધરભાઈ આદ્રોજાના પત્ની અમૃતબેન ગિરધરભાઈ આદ્રોજા 82 વર્ષના છે. તેઓએ નાનપણમાં અભ્યાસ કર્યો ન હતો, જેથી તેમણે લખતા કે વાંચતાં આવડતું ન હતું. જો કે, વર્ષ 2017 તેમને એવો વિચાર આવ્યો કે, ખાલી બેસીને શું કરવું, તો લખવા અને વાંચવાનું કામ કરવુ. જેથી પછી તેમને મક્કમ રીતે અભ્યાસ શરૂ કર્યો. બાલવડીના ભૂલકાઓની જેમ જ પહેલા ક, ખ, ગ, ઘ લખીને અક્ષર જ્ઞાન લેવાનું શરૂ કર્યું હતું અને બાદમાં કક્કો અને બારખડીથી શરૂઆત કરી. માત્ર છ મહિનામાં જ બાએ અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું.

— Zee 24 Kalak (@Zee24Kalak) April 6, 2022

ઢળતી ઉંમરે ભણતર શરૂ કરવા બદલ તેઓ કહે છે કે, એકવાર મને વિચાર આવ્યો કે હવે મારે શું કરવું. મારે આરામ ન કરવો હતો. ઉંમર થઈ છે તો ભગવાનનું નામ લેવાનો વિચાર કર્યો. પરંતુ ભગવાનનુ નામ લેવા લખવા-વાંચતા આવડવુ જરૂરી છે. તેથી મેં થોડું લખવાનુ શરૂ કર્યું, અને બાદમાં વાંચવાનું શરૂ કર્યું. વાંચતા આવડી ગયુ, એટલે ધીરે ધીરે ભગવાનનો પુસ્તકો વાંચવાની શરૂઆત કરી. તેના બાદ મેં લખવાનુ શરૂ કર્યું. હું રોજ ‘ઓમ નમઃ ભગવતે વાસુદેવાય’ મંત્ર પુસ્તકમાં લખુ છું. કામ કરીને લખવા બેસી જઉં. આખા દિવસમાં બે પાના ભરીને જાપ લખુ છુંય બે વર્ષથી આ રીતે સ્ત્રોત લખું છું. આ સિવાય મને બીજુ કંઈ લખતા આવડતુ નથી. હવે મારે આગળ બીજુ બધુ લખતા શીખવુ છે. 

આ ઉંમરે અમૃત બાને લખતા-વાંચતા કરવા પાછળ તેમના પતિનો રોલ છે. પતિએ તેમને પહેલા લખવા માટે ટેબલ લાવી દીધું, વાંચતા આવડી ગયુ તો મોબાઈલ અપાવ્યો. સફળ પત્નીની પાછળ એક પતિનો હાથ હોય છે, તેમ જ અમૃત બાના ભણતર પાછળ તેમના પતિનો હાથ છે. 

એકવાર લખતા આવ્યુ એટલે અમૃતબેને ‘ઓમ નમઃ ભગવતે વાસુદેવાય’ મંત્ર લખવાનું શરૂ કર્યું હતું અને તેમણે ૩૦૦ પાનાની એક બુક જેમાં એક પાનામાં ૩૨ મંત્રો આમ કુલ મળીને અત્યાર સુધીમાં ૬ બુક તેને મંત્રથી ભરી દીધી છે. 31 માર્ચ 2022 સુધીમાં તેઓએ 1.25 લાખ મંત્ર લખ્યા છે અને આ મંત્ર લખેલી બૂકો મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીને બતાવીને તેમના આશીર્વાદ લીધા હતા. ત્યારે માતાજીએ તેમણે ડોંગરેજી મહારાજનું ‘ભાગવત’ પ્રસાદીમાં આપ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news