મોરારીબાપુના નામે ગૃહમાં બાખડી પડ્યા ભાજપ અને કોંગ્રેસ, જુઓ શુ છે મામલો
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :વિધાનસભા ગૃહમાં આજે મોરારીબાપુના નામે અનાજ લઈ જવા મુદ્દે હોબાળો થયો હતો. મોરારીબાપુના નામે સસ્તુ અનાજ લઈ જવાતો હોવાનો આક્ષેપ આજે વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ભાજપે મોરારી બાપુના નામનો ઉલ્લેખ થતા ખુદ મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરી હતી. ત્યારે અનાજ સગેવગે કરવાના મામલે ગૃહમાં બંને પક્ષો સામસામે આવી ગયા હતા.
આચાર્ય દેવવ્રત બનશે ગુજરાતના નવા રાજ્યપાલ
આજે ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરી સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ ઉપાડવાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, મોરારીબાપુ જેવા પાસપોર્ટ ધરાવતા લોકો ગરીબ હોવાનો કહીને તેમના નામે અનાજ ઉપાડવામાં આવે છે. આ મામલે સીધો હોબાળો થયો હતો અને બંને પક્ષો સામસામે આવી ગયા હતા. નાયબ મઉખ્યમંત્રીએ જણાવ્યું કે, તેમના જેવા સંતાના નામ આવ્યું છે, ત્યારે તમારી માનસિકતા હિન્દુ વિરોધી છે. આવી વાતના પુરાવા રજૂ કરવા જોઈએ. રજૂ કર્યા બાદ જ આવી વાત કરો.
આ બાદ બંને પક્ષ આમને-સામને આવી ગયા હતા. નીતિન પટેલે માફી માગો એવી વાત કરતાં હોબાળો થયો હતો. DyCMએ આ વાતને હિન્દુ સાધુ-સંતોનું અપમાન ગણાવ્યું હતું. વિપક્ષના નેતા પરેશ ધાનાણી મોરારીબાપુ જેવા સંતના નામે અને સાંસદ દર્શના જરશોસ ઈલેક્ટ્રોનિક થંબનો ઉપયોગ કરીને અનાજ ઉપાડે છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું કે, સભ્ય પ્રશ્ન પૂછી રહ્યાં છે ત્યારે પ્રતિષ્ઠિત મોરારિબાપુ જેવા સંત છે. મોરારી બાપુના નામે અનાજ ઉપાડ્યું તેવી વાત કરવામાં આવે છે ત્યારે પુરાવાઓ રજૂ કરવા જોઈએ.
અંતે અધ્યક્ષે દરમિયાનગીરી કરીને મામલે થાળો પાડ્યો હતો. હોબાળો ચાલુ રહેતા તેમણે આગળનો પ્રશ્ન આગળ ધપાવ્યો હતો. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, હિન્દુસ્તાનમાં રહેતા તમામ હિન્દુ છે. તેણે આનંદ ચૌધરીને પ્રશ્ન પાછો ખેંચી લેવા માટે કહ્યું હતું અને કોંગ્રેસના MLAને આ પ્રશ્ને ઇસ્યુ ન બનાવવા સૂચવ્યું હતું.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે