અમદાવાદ દેશનું 7મું ગરમ શહેર બન્યું : આગ ઓગતી ગરમી વચ્ચે અંબાલાલ પટેલની રાહત આપતી આગાહી

Severe Heatwave Alert : ગુજરાતમાં આભમાંથી વરસતી અગનજ્વાળા... 6 શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર.. તો 46.7 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર.. તોડ્યો 8 વર્ષનો રેકોર્ડ... 

અમદાવાદ દેશનું 7મું ગરમ શહેર બન્યું : આગ ઓગતી ગરમી વચ્ચે અંબાલાલ પટેલની રાહત આપતી આગાહી

Gujarat Weather Forecast : તો હાલ નહીં મળે આકરી ગરમીથી રાહત. કારણ કે, આગામી 4 દિવસ દરમિયાન તાપમાન 3 ડિગ્રી સુધી વધી શકે છે. બાદમાં ધીરે ધીરે ગરમી ઘટશે. રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનો પ્રકોપ વધ્યો છે. હાલ અમદાવાદમાં 46.6 ડિગ્રી સાથે શરીર ઓગાળી નાંખતી ગરમી પડી રહી છે. ગ્રીન સીટી કહેવાતા પાટનગર ગાંધીનગરમાં પણ આગ ઓકતી 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજી 2-3 દિવસ અતિશય ગરમીથી રાહત મળવાના કોઈ એંધાણ નથી. 

ગરમીએ અમદાવાદમાં 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ છે. રાજ્યના 6 શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. 14 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદ શહેરમાં નોંધાઈ છે. 46.7 ડિગ્રી તાપમાનમાં આખુ અમદાવાદ શેકાયું છે. 46.7 ડિગ્રી સાથે અમદાવાદ દેશનું 7મું ગરમ શહેર બન્યું છે. અમદાવાદમાં 8 દિવસમાં ગરમીનો પારો 7 ડિગ્રી ઊંચકાયો હતો. તો રાત્રે 8 વાગ્યે પણ અમદાવાદમાં નોંધાઈ 42 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. ગરમીએ અમદાવાદમાં 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં તાપમાન 47.7 ડિગ્રી નોંધાયું. સવારથી અમદાવાદમાં ગરમ પવન ફૂંકાતા લોકો પરેશાન થયા છે. 

  • સુરેન્દ્રનગર 45.9 ડિગ્રી
  • કંડલા એરપોર્ટ 45.5 ડિગ્રી
  • ડીસા 45.4 ડિગ્રી
  • વડોદરા 45 ડિગ્રી
  • અમરેલી 44.4 ડિગ્રી
  • હિંમતનગરમાં 46.6
  • ગાંધીનગરમાં 46 ડિગ્રી 
  • છોટાઉદેપુરમાં 44.2 ડિગ્રી
  • રાજકોટમાં 43.8 ડિગ્રી 
  • દાહોદમાં 43.7 ડિગ્રી
  • ભૂજમાં 42.8 ડિગ્રી 
  • નર્મદામાં 42.7 ડિગ્રી
  • ભાવનગરમાં 42.2 ડિગ્રી

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. તેમણે કહ્યું હતું કે, 17  મેથી રાજ્યમાં આકરી ગરમી પડશે અને એવુ જ થયું. મહત્તમ ઉષ્ણતામાન ૪૪ ડિગ્રી પાર કરી ૪૫ ડિગ્રી પર પહોંચી ગયું છે. રાજ્યમાં આકરી લુ સાથે પવન તથા આંધી વંટોળ રહેશે. જોકે, રાહતના સમાચાર એ છે કે, 26  મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે. આંધી વંટોળ સાથે વરસાદ થતા ગરમીમાં રાહત થશે. 30 જૂન સુધી હવામાનમાં પલટો આવતા ગરમીમાં વધઘટ થશે. 26 મે થી રોહિણી વરસાદ થતા વચ્ચે ગરમી પડશે. પરંતું આ વચ્ચે રાજ્યમાં વહેલું ચોમાસું આવવાની શક્યતા છે. 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે. 

હીટવેવ વચ્ચે વાવાઝોડાનો ખતરો
દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યો છે. આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવશે. આજથી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડશે. જેમાં આજે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદની આગાહી છે. જોકે, ચક્રવાતની અસરને પગલે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે. 

હીટવેવ વચ્ચે હરખના સમાચાર, ચોમાસાનું આગામન
દેશમાં સૌથી પહેલાં સત્તાવાર રીતે આંદામાન-નિકોબાર ચોમાસું બેઠું છે. ભારતમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસાનું આગોતરું આગમન થયું છે. માલદીવ અને કોમોરીન સહીત ભારતના બંગાળાની ખાડી, નિકોબાર અને દક્ષિણ અંદમાનમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આમ, વિધિવત રીતે દક્ષિણ પશ્ચિમી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.હવામાન વિભાગની જાહેરાત મુજબ હવે કેરળમાં 31 મેથી ચોમાસું બેસશે. ગુજરાતમાં આવતી 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે. જોકે, એ પહેલા ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી થશે. મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં આ ચક્રવાત આકાર લેશે. તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે. 

મે મહિનો પણ ગરમીનો રેકોર્ડ તોડશે 
આઈએમડીના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે. 
 
તંત્ર દ્વારા નાગરિકોને સલાહ 
બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઇ છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના અપડેટ માટે સમાચાર જોતા રહેવું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news