ચોમાસુ: સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન, તલાલામાં 7 ઇંચ, રાજકોટમાં પણ ધોધમાર 1 ઇંચ
Trending Photos
રાજકોટ : સૌરાષ્ટ્રના મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ગીર પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તલાલામાં છેલ્લા 8 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સાથે જ ગડુમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. જેના પગલે ઠેરઠેર પાણી ભરાયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ સાથે જ હિરણ ડેમ ઓવરફ્લો થતા 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત નિચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના મેટોડા GIDC તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ગીર પંથકમાં સવારથી જ ધીમીધારે અને ત્યારબાદ ધોધમાર વરસાદ શરૂ થઇ ચુક્યો છે. છેલ્લા 8 કલાકમાં 7 ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને ઉના સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદના પગલે ખેડતોમાં ચિંતા જોવા મળી રહી છે. અતિવૃષ્ટિ જેવી સ્થિતી પેદા થાય તેવી શક્યતાને જોતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
ગડુ પંથકમાં રાત્રે 3 વાગ્યાથી જ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરાદ શરૂ થઇ ચુક્યો હતો. ભારે વરસાદના પગલે રસ્તાઓ પાણીથી તરબોળ બન્યા છે. છેલ્લા 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયા છે. ગીર પંથકમાં ભારે વરસાદના પગલે ગીર ગઢડા વિસ્તારમાં આવેલા છાણા વાકીયા ડેમ અને હિરણ ડેમ ઓવરફ્લો થયો છે. હિરણ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે