આધુનિક શિક્ષણ: ઓનલાઇન શિક્ષણની સમયમર્યાદા નક્કી થશે, 45 મિનિટનો રહેશે એક લેક્ચર

કોરોનાના કારણે ગુજરાતમાં ચાલી રહેલી ઓનલાઇન શિક્ષણને મર્યાદિત કલાકો જ આપવા માટેની એક ગાઇડલાઇન બનાવવામાં આવી રહી છે. જે મુજબ પ્રિ પ્રાઇમરીમાં 30 મિનિટ સુધી, ધોરણ 1થી 8માં 45-45 મિનિટનાં બે સેશન રખાશે. જ્યારે 9થી 12માં 30-45 મિનિટના ચાર સેનની લિમિટ રાખવામાં આવશે. 
આધુનિક શિક્ષણ: ઓનલાઇન શિક્ષણની સમયમર્યાદા નક્કી થશે, 45 મિનિટનો રહેશે એક લેક્ચર

ગાંધીનગર : કોરોનાના કારણે ગુજરાતમાં ચાલી રહેલી ઓનલાઇન શિક્ષણને મર્યાદિત કલાકો જ આપવા માટેની એક ગાઇડલાઇન બનાવવામાં આવી રહી છે. જે મુજબ પ્રિ પ્રાઇમરીમાં 30 મિનિટ સુધી, ધોરણ 1થી 8માં 45-45 મિનિટનાં બે સેશન રખાશે. જ્યારે 9થી 12માં 30-45 મિનિટના ચાર સેનની લિમિટ રાખવામાં આવશે. 

રાજ્યમાં દિવાળી વેકેશન પહેલા શિક્ષણકાર્ય શરૂ થાય તેની શક્યતા નહીવત્ત છે. જેના પગલે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રની ગાઇડ લાઇનને અનુસરીને શિક્ષણ અંગે ગાઇડ લાઇન નિશ્ચિત કરવામાં આવી છે. જે પ્રકારે રેગ્યુલર જેટલા સમય સુધી 5-6 કલાકનું ઓનલાઇન શિક્ષણ અપાય છે. તેના બદલે બાળકની ઉંમર તથા તે જે પણ ધોરણમાં હોય તેટલા પુરતુ મર્યાદિત ઓનલાઇન શિક્ષણ મળશે. આ ઉપરાંત કોઇ વિદ્યાર્થીને સ્કુલ યુનિફોર્મ પહેરવું ફરજીયાત નહી હોય અને તે બ્રેક પણ લઇ શકશે. 
પ્રિ પ્રાઇમરી અને ધોરણ 12 સુધીનો સમય નિર્ધારિત કરાયો.

પ્રિ પ્રાઇમરી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ 30 મિનિટથી વધારે નહી હોય તે જ રીતે ધોરણ 1થી 8 સુધીમાં વિદ્યાર્થીઓમાં બે સેશનમાં 45-45 મિનિટના બે વર્ગ સુધી જ મર્યાદિત શિક્ષણ આપી શકાશે તો ધોરણ 9થી 12 માં 30-45 મિનિટના વધુમાં વધુ ચાર સેશન રાખી શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news