મોડાસા-અમદાવાદ હાઈ-વે પર ST બસ અને કાર વચ્ચે મોટી દુર્ઘટના: એક જ પરિવારના 3ના મોત, ચારથી વધુ ઈજાગ્રસ્ત

મોડાસા-અમદાવાદ હાઇ-વે પર તલોદ નજીક સમીસાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તલોદના દેગમાળ તળાવ પાસે એસટી બસ અને કાર ધડાકાભેર અથડાયા હતા. જેના કારણે અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

મોડાસા-અમદાવાદ હાઈ-વે પર ST બસ અને કાર વચ્ચે મોટી દુર્ઘટના: એક જ પરિવારના 3ના મોત, ચારથી વધુ ઈજાગ્રસ્ત

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે આજે સમીસાંજે મોડાસા-અમદાવાદ હાઈ-વે પર એસટી બસ અને કાર વચ્ચે ગમ્ખવાર અકસ્માત થયો છે. જેમાં એક જ પરિવારના 3 લોકોના ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય 4ને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે તલોદ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, મોડાસા-અમદાવાદ હાઇ-વે પર તલોદ નજીક સમીસાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તલોદના દેગમાળ તળાવ પાસે એસટી બસ અને કાર ધડાકાભેર અથડાયા હતા. જેના કારણે અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ઘટનામાં જાણવા મળ્યું છે કે ઝાલા પરિવારના ત્રણ પુરુષના ઘટના સ્થળે મોત નિપજ્યા છે.

આ ઘટનાના કારણે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. સ્થાનિકોને ટોળેટોળા ઉમટ્યા હતા. ત્યારબાદ લોકોએ ઘટનામાં ભોગ બનેલા ચારથી વધુ ઇજાગ્રસ્ત લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેના કારણે તલોદ પોલીસને ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news