જો તમને એમ હોય કે તમારા ફોનનો ડેટા સુરક્ષિત છે તો, સાવધાન રહેજો! 4.50 કરોડની ખંડણી કેસમાં ધડાકો
Ahmedabad News: સાયબર ક્રાઇમની કસ્ટડીમાં જોવા મળતા આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિનય કથીરીયા છે. જેની નકલી સાયબર એક્સપર્ટની સાથે મળીને રૂ 4.50 કરોડની ખંડણીમાં સંડોવણી સામે આવતા સાયબર ક્રાઈમે ધરપકડ કરી.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: નકલી સાયબર એક્સપર્ટ દ્વારા 4.50 કરોડની ખંડણી કેસમાં સાયબર ક્રાઇમે એક પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. આ પોલીસ જવાન મોબાઈલનો CDR ડેટા નકલી સાયબર એક્સપર્ટને આપીને પૈસા કમાતો હતો. અનેક લોકોના મહત્વના ડેટા નકલી સાયબર એક્સપર્ટને વેચ્યા હતા.
સાયબર ક્રાઇમની કસ્ટડીમાં જોવા મળતા આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિનય કથીરીયા છે. જેની નકલી સાયબર એક્સપર્ટની સાથે મળીને રૂ 4.50 કરોડની ખંડણીમાં સંડોવણી સામે આવતા સાયબર ક્રાઈમે ધરપકડ કરી. આ ખંડણી કેસમાં અગાઉ પકડાયેલા નકલી સાયબર એક્સપર્ટ અમિતકુમારને આરોપી પોલીસ જવાન એ જુદા-જુદા મોબાઇલ નંબર અને સી.ડી.આરના ડેટાની એક્સેલ સીટ આપી હતી.
નકલી સાયબર એક્સપર્ટ અમિતકુમાર સિંહ અને વિનય કથીરિયા એ અનેક લોકોની અંગત માહિતી કાઢીને બ્લેકમેલ કરીને ખંડણી ઉઘરાવી છે. પૂણાના દંપતીએ ઘરેલુ કંકાસમાં સાઈબર ક્રાઈમની મદદ લીધી અને તેઓને ખડંણીનો ભોગ બન્યા હતા. આ ઘટના સાયબર ક્રાઈમમાં પહોંચી હતી. પોલીસે અગાઉ નકલી સાયબર એક્સપર્ટ અમિત સિંહની ધરપકડ કર્યા બાદ તેની ખડંણીમાં મદદ કરનાર પોલીસ કોન્સ્ટેબલની પણ ધરપકડ કરવામાં આવી છે.
પકડાયેલા પોલીસ કોન્સ્ટેબલ વિનય કથીરિયા 2017થી પોલીસમાં જોડાયો હતો. ઝોન 5 DCP કચેરી મા નોકરી કરતો હતો. આ દરમિયાન નકલી સાયબર એક્સપર્ટ પોલીસ જવાનોને સાયબરની તાલીમ આપવા આવ્યો હતો. જેથી પોલીસ કોન્સ્ટેબલ વિનય આરોપી અમીતના પરિચયમાં આવ્યા હતો. બન્ને વચ્ચે મિત્રતા વધતા તેઓએ ખડંણીનુ નેટવર્ક શરૂ કર્યું હતું.
નકલી સાયબર એક્સપર્ટ ઓ અમીગો સાયબર સિક્યોરીટીના નામે નવરંગપુરા ખાતે ઓફિસ શરૂ કરી તેમજ CYBER PLUS DEFENCE ACADEMY INDIA LLP નામથી ધંધો કરતો હોય. સાયબરની આડમાં અમિત સિઘ કલાઈટના મોબાઈલના સીડીઆર વિનય પાસે મંગાવતો હતો. ડીસીપી કચેરીમાં કામ કરતા આરોપીએ પોતાની પોસ્ટનો ફાયદો ઉઠાવીને સીડીઆર કઢાવીને અમિતને વેચી દેતો હતો અને અમીતસિંઘ લોકોને બ્લેકમેલ કરીને ખડંણી ઉઘરાવતો હતો. સાયબર ક્રાઈમે આરોપી વિનય કથીરીયાના ઘરમાં સર્ચ કરીને કોમ્પ્યુટર, મોબાઈલ જપ્ત કર્યો છે.
ખંડણી કેસમાં પકડાયેલા પોલીસ કર્મચારીના કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી. આ પોલીસ જવાને કેટલા લોકોના સીડીઆર ડેટા અમીતસિંઘને આપ્યા અને કેટલાક લોકો પાસેથી ખંડણી ઉઘરાવી તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે