VIDEO: પ્રતાપ દૂઘાત સહિત કોંગી નેતાઓ પર કુંભાણીનો ગંભીર આક્ષેપ; કર્યો મોટા ઘટસ્ફોટ

Loksabha Election 2024: કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણી પ્રગટ થયા છે. નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કરીને કહ્યું કે હું કોંગ્રેસનો સૈનિક જ છું. હું સતત મોવડી મંડળના સંપર્કમાં જ હતો. મારી બાબુભાઈ માગુંકિયા સાથે મારી વાત થઈ હતી. મે પરિવારજનોને પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે ડરવાની કોઈ જરૂર નથી.

VIDEO: પ્રતાપ દૂઘાત સહિત કોંગી નેતાઓ પર કુંભાણીનો ગંભીર આક્ષેપ; કર્યો મોટા ઘટસ્ફોટ

Loksabha Election 2024: સુરતનું ફોર્મ રદ થયું ત્યારથી કોંગ્રેસના નિલેશ કુંભાણી ગાયબ હતા. જેને લઈને કોંગ્રેસમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થઈ ગયા હતા. જેમાં અંતે કોંગ્રેસે કુંભાણીને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્ડ થતાંની સાથે જ નિલેશ કુંભાણી અચાનક પ્રગટ થયા છે. જેમાં તેમણે હજુપણ કોંગ્રેસના સૈનિક હોવાની વાત કરી છે, સાથે જ કોંગ્રેસના જ અમુક લોકો પર આડકતરી રીતે આક્ષેપ પણ કર્યા છે. 

કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણી પ્રગટ થયા છે. નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કરીને કહ્યું કે હું કોંગ્રેસનો સૈનિક જ છું. હું સતત મોવડી મંડળના સંપર્કમાં જ હતો. મારી બાબુભાઈ માગુંકિયા સાથે મારી વાત થઈ હતી. મે પરિવારજનોને પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે ડરવાની કોઈ જરૂર નથી. બધાનો સાથ સહકાર લઈને પીટીશન દાખલ કરવા અમદાવાદ જવા રવાના થયો ત્યારે કોંગ્રેસના કાર્યકરો અહીં ઘરે આવીને કોના ઈશારે મારો વિરોધ પ્રદર્શન કરીને મને પાછો ફરવા મજબૂર કર્યો હતો.'

કોંગ્રેસ પર આક્ષેપ
કુંભાણીએ વીડિયોમાં પ્રતાપ દૂધાતને પણ છોડ્યા નહોતા. તેમણે જણાવ્યું હતું કે દૂધાત તો મારો ફોન પણ ઉપાડતા ન હતા. ફોર્મ ભરતા સમયે દૂધાત હાજર રહ્યા ન હતા. મે અનેક વખત ફોન કરીને કહ્યું હતું, તેમ છતાં પ્રતાપ દૂધાત પણ મારી સાથે આવ્યા નહોતા અને ફોન પણ ઉપાડતા નહોતા. એટલું જ નહીં, કોંગ્રેસના નેતાઓ મારી સાથે રથમાં બેસવા તૈયાર ન હતા. મને બુથની માહિતી પણ કોંગ્રેસના નેતાઓ આપતા ન હતા. હાલ જે પ્રમાણે જે લોકો વિરોધ કરે છે એ પહેલા ભાજપ સાથે બેસી ગયા હતા. અમારી સભામાં કે ડોર ટુ ડોર પ્રચારમાં પણ કોંગ્રેસના નેતાઓ કે કાર્યકરો અમારી સાથે આવ્યા ન હતા. તેમણે કહ્યું કે, અમુક નેતાઓ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને પણ સાથે ન રાખવા જણાવતા હતા અને કહેતા હતા કે આ લોકોને સાથે ન રાખો, ત્યારે હું કહેતો હતો કે ઇન્ડિયા ગઠબંધનને લઈને એ લોકોને સાથે રાખવા પડે અને તેઓ કોર્પોરેટર છે જેના કારણે આપણને વોટ મળવાના છે. 

જે આગેવાનો મારો વિરોધ કરે છે તે ફુટી ગયા: કુંભાણી
કુંભાણીએ કોંગ્રેસના આગેવાનો પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મને એકલો મુકી દીધો હતો અને હું એકલો ચૂંટણી પ્રચારમાં ફરતો હતો. કોંગ્રેસના નેતાઓ મારા રથમાં પણ બેસવા માટે પણ તૈયાર નહોતા અને મારી સાથે જોડાવા પણ તૈયાર નહોતા. અત્યારે જે આગેવાનો મારો વિરોધ કરે છે તે ફુટી ગયા હતા. 2017માં મારી ટિકિટ આવી અને કપાય ગઈ ત્યારે ભાજપમાંથી મને ઓફર હતી કે ભાજપમાં જોડાઈ જાવ અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસના વિરોધમાં નિવેદન આપો, તેમ છતાં મેં કોંગ્રેસ પાર્ટીને નુકસાની જાય તેવું નિવેદન આપ્યું ન હતું.

હવે કોંગ્રેસના નિલેશ કુંભાણીનો આ વીડિયો બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જો કુંભાણી મોવડી મંડળના સંપર્કમાં હતા તો સસ્પેન્ડ કેમ થયા? શું કોંગ્રેસનું મોવડી મંડળ સાચુ કે કુંભાણી સાચા? કુંભાણીએ કહ્યું કે હું કાલે અમદાવાદમાં હાજર થઈશ.

ઉલ્લેખનીય છે કે, સુરત લોકસભા બેઠકના હાઇવોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસે નિલેશ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. લોકસભાની ચૂંટણી માટે તેમનું ફોર્મ રદ્દ થયું એ પછી કોંગ્રેસે આ કાર્યવાહી કરી છે. શિસ્ત સમિતિની બેઠકમાં નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે આ અંગે નિલેશ કુંભાણીએ વીડિયો વાયરલ કરીને પોતાની પ્રતિક્રિયા સામે આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news