પ્રેમીથી ગર્ભવતી થયેલી સગીરા બની નિર્દયી, બાળકીને જન્મ આપી છતથી નીચે ફેંકીને મારી નાંખી

Surat Latest News : જો તમારા ઘરમાં સગીર દીકરી છે તે આ સમાચાર તમારે જાણવા જેવા છે, નાના વયના બાળકો હવે ગુનાના કેવા રવાડે ચઢ્યા છે તે જાણીને આંચકો લાગશે

પ્રેમીથી ગર્ભવતી થયેલી સગીરા બની નિર્દયી, બાળકીને જન્મ આપી છતથી નીચે ફેંકીને મારી નાંખી

Surat News ચેતન પટેલ/સુરત : સુરતના મગદલ્લા વિસ્તારમાં સગીર વયની એક કિશોરીએ પ્રેમી થકી ગર્ભવતી થયા બાદ બાળકીને જન્મ આપ્યો હતો અને તે બાળકીને પાંચમા માળેથી નીચે ફેંકી દીધું હતું. આ ઘટનામાં બાળકીનું મોત થયું છે. બીજી તરફ પોલીસે સગીર વયની કિશોરીની અટકાયત કરી પૂછપરછ કરી હતી. તેમજ સગીર વયની કિશોરીના પ્રેમીની ધરપકડ કરીને તેની સામે બળાત્કાર અને પોક્સોનો ગુનો દાખલ કર્યો છે. 

મગદલ્લા ગામના પંચવટી વિસ્તારમાં નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી ગઈ હતી અને નવજાત બાળકી કોઈ નિષ્ઠુર માતાએ તરછોડી દીધાનું પ્રાથમિક અનુમાન હતું. બીજી તરફ ઘટના સ્થળના સીસીટીવી ચેક કરવામાં આવતા આ બાળકીનું બિલ્ડીંગના પાંચમા માળેથી નીચે ફેંકી દેવાતા મોત થયાનું ખુલ્યું હતું. ઉમરા પોલીસે તાબડતોબ આ બિલ્ડીંગ તેમજ આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે એક સગીરા મળી આવી હતી. જેની પૂછપરછમાં સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. 

પોલીસે સગીરાની પૂછપરછ કરી તેમાં ચોકાવનારી વિગતો બહાર આવી હતી. સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે, તેની એક બહેનપણીના પ્રેમી સાથે તેને સંબંધ બંધાયો હતો અને એના થકી એ ગર્ભવતી બની હતી. સાથે સાથે તેણે આ બાળકીને જન્મ આપ્યો હતો. પોતાનું પાપ છુપાવવા માટે બાળકીને પાંચમા માળેથી નીચે ફેંકી દીધી હતી. ઉમરા પોલીસે ઘટનાને લઈને IPCની કલમ 318 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

હાલ સગીરાની પૂછપરછ માટે અટકાયત કરાઈ છે. તો પોલીસને હવે સગીરાના પ્રેમીની ધરપકડ કરવામાં સફળતા મળી છે. સગીરાના પ્રેમીનું નામ પ્રવીણ ભાભોર છે. પ્રવીણ ભભોરે સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો, જેના કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો. તેથી પોલીસે પ્રવીણ ભાભોર વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ સગીરા અને તેનો પ્રેમી પ્રવીણ બંને પોલીસની કસ્ટડીમાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news