આત્મનિર્ભર બનવા માટે ગુજરાત લાઇનમાં લાગ્યું પણ ફોર્મના નામે માત્ર ધુત્કારને ધક્કા મળ્યાં !

કોરોનાને પગલે લોકડાઉન કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેના પગલે પાટાપરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 20 લાખ કરોડ રૂપિયાનું આત્મનિર્ભર પેકેજ જાહેર કરવામાં આવ્યુ છે. જેના અનુસંધાને નાના ધંધા ઉદ્યોગોને કેન્દ્ર સરકાર દ્વારા 1 લાખ રૂપિયાની લોન આપવાની જાહેરાત આપવામાં આવી છે.
આત્મનિર્ભર બનવા માટે ગુજરાત લાઇનમાં લાગ્યું પણ ફોર્મના નામે માત્ર ધુત્કારને ધક્કા મળ્યાં !

સુરત : કોરોનાને પગલે લોકડાઉન કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેના પગલે પાટાપરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 20 લાખ કરોડ રૂપિયાનું આત્મનિર્ભર પેકેજ જાહેર કરવામાં આવ્યુ છે. જેના અનુસંધાને નાના ધંધા ઉદ્યોગોને કેન્દ્ર સરકાર દ્વારા 1 લાખ રૂપિયાની લોન આપવાની જાહેરાત આપવામાં આવી છે.

આ લોન માટેનાં ફોર્મ વિતરણ આજથી ચાલુ થઇ ચુક્યુ છે. સરકાર દ્વારા કરાયેલી જાહેરાતના પગલે ગુજરાતનાં તમામ શહેરોમાં લોકો ફોર્મ લેવા માટે લાઇનો લગાવી હતી. જો કે મોટા ભાગની બેંકો દ્વારા ફોર્મ નહી આવ્યા હોવાનું બહાનું ધરી દેતા લોકોને ધરમનો ધક્કો થયો હતો. જો કે લાઇનો પણ એટલી લાંબી હતી કે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું ભાન પણ ભુલ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ કામ ઓનલાઇન કરવા માટેનો આગ્રહ રાખતી મોદી સરકારે લોન માટેના ફોર્મ મેન્યુઅલ બેંકો દ્વારા આપવાની જાહેરાત કરી છે. જેની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જે પ્રકારે લોકોની આર્થિક સ્થિતી કથળી રહી છે તે જોતા લોકોની લાંબી લઇનો લાગે તે લગભગ નિશ્ચિત હતું. તેવામાં સરકારે વિચાર્યા વગર જાહેરાત કરી દીધી? શું સરકાર ઓનલાઇન ફોર્મ ભરવા માટે કોઇ કોમન પોર્ટલ બનાવી ન શકી હોત.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news