શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે બાજરીનો રોટલો, ફાયદા જાણીને બીજાને પણ આપશો સલાહ

Benefits of millet bread: સામાન્ય રીતે લોકો ખાવામાં ઘઉંના લોટનો ઉપયોગ કરે છે. હેલ્થ એક્સપર્ટ્સનું માનીએ તો ઘઉંના બદલે શિયાળામાં બાજરીનો વધુ ફાયદાકારક હોય છે. 

શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે બાજરીનો રોટલો, ફાયદા જાણીને બીજાને પણ આપશો સલાહ

Bajra Roti for digestion: ભારતમાં શિયાળાની સિઝન મોટાભાગના લોકોને ખૂબ ગમે છે પરંતુ આ સિઝન આપણી સાથે ઘના પ્રકારની બિમારીઓને લઇને આવે છે. ઠંડીની સિઝનમાં ભેજ હોવાથી ફંગસ અને બેક્ટેરિયા ગ્રોથ માટે આ સૌથી સારું ગણવામાં આવે છે. જ્યારે આ સૂક્ષ્મજીવોનો હુમલો આપણા શરીર પર થાય છે તો ઇમ્યૂનિટી નબળી હોવાથી આપણી બોડી પર જલદીથી બિમારીઓની ચપેટમાં આવી જાય છે. આ સિઝનમાં બાજરીનો રોટલો સ્વાદ સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ખૂબ ધ્યાન રાખશે. તેમાં હાજર ફાઇબર પેટની સમસ્યાને દૂર કરશે અને છુટકારો અપાવશે.

બાજરીનો રોટલો ખાવાના ફાયદા
1. બાજરામાં પ્રોટીન, સોડિયમ, કાર્બોહાઇડ્રેટ અને ફાઇબર સહિત ઘણા પોષક તત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે. ઠંડીની સિઝનમાં તમે તેનો ઉપયોગ દલિયા, ખિચડી અથવા તેના લોટની રોટલી તરીકે કરી શકો છો. તેને ખાવાથી પેટનું પાચનતંત્ર સારું રહે છે અને ગેસ, પેટનો દુખાવો, અપચો સહિત ઘણી સમસ્યાઓને દૂર રાખે છે. 

2. બજારમાં આયરનની સારી એવી માત્રા મળી આવે છે જે શરીરમાં બ્લડ વધારવામાં મદદ કરે છે. તેના સેવનથી હાર્ટ બ્લોકેજનો ખતરો ઓછો થઇ જાય છે અને હાર્ટ પણ હેલ્ધી રહે છે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે તેના સેવનથી પ્રેગ્નેંસીમાં એનીમિયાથી બચાવે અને ગર્ભમાં ઉછરી રહેલા બાળકનો વિકાસ સારી રીતે થાય છે. 

3. ગત કેટલાક થોડા વર્ષોમાં લોટના બદલે મોટા અનાજની રોટલીઓ ખાવાનું ચલણ વધી ગયું છે. જો તમે બજારમાં પસંદ નથી કરતા તો, જુવાર, લોબિયા અને ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટ કરતું નથી.) 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news