કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનને જીતાડવા માઈક્રો પ્લાનિંગ રણનીતિ ઘડાઈ! ભાજપ હવે કંઈ રીતે જીતશે?

Loksabha Election : લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય પક્ષોએ પોતાની ચૂંટણીની રણનીતિની કામગીરી શરૂ કરી છે. આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં બનાસકાંઠા કોંગ્રેસના હોદેદારો અને નેતાઓએ બનાસકાંઠા લોકસભાની બેઠક કઈ રીતે કબ્જે કરી શકાય તે માટે માઈક્રો પ્લાનિંગ કરીને રણનીતિ ઘડી હતી.

કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનને જીતાડવા માઈક્રો પ્લાનિંગ રણનીતિ ઘડાઈ! ભાજપ હવે કંઈ રીતે જીતશે?

Loksabha Election Banaskantha Seat : અલકેશ રાવ/બનાસકાંઠા: લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય પક્ષોએ પોતાની ચૂંટણીની રણનીતિની કામગીરી શરૂ કરી છે. આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં બનાસકાંઠા કોંગ્રેસના હોદેદારો અને નેતાઓએ બનાસકાંઠા લોકસભાની બેઠક કઈ રીતે કબ્જે કરી શકાય તે માટે માઈક્રો પ્લાનિંગ કરીને રણનીતિ ઘડી હતી.બનાસકાંઠાની સીટ પર ભાજપે ગલબાભાઈ ચૌધરીની પૌત્રીને ટિકિટ આપી છે. અહીં મહિલા સામે મહિલા ઉમેદવાર છે. ગેનીબેન ઠાકોર જાયન્ટ કિલર છે. જેઓએ એક સમયે શંકરભાઈ ચૌધરીને પણ ઘરભેગા કરી દીધા હતા. અહીં ઠાકોર સમાજ એક થાય તો ભાજપના ઉમેદવારને નુક્સાન કરાવી શકે છે. 

દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ભાજપ- કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રચાર શરૂ કરીને લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કમિટીની વિસ્તૃત કારોબારી બેઠક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદેદારો અને નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે પાલનપુરના કોંગ્રેસ કાર્યાલમાં મળી હતી. જેમાં ગેનીબેનને જીતાડવા માટે રણનીતિ ઘડાઈ હતી. લોકસભાના ઉમેદવાર માટે ખેંચમતાણ વચ્ચે ગેનીબેને સામેથી બનાસકાંઠાની ટિકિટની માગણી કરી હતી. ભાજપે અહીં એક મહિલા ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરીની પસંદગી મહિલા વોટબેન્કને ટાર્ગેટ રાખીને કરાઈ છે. આ બેઠક પરની મહિલાઓ મોટાભાગે બનાસ ડેરી સાથે સંકળાયેલી છે. જેને ધ્યાને રાખીને ડેરીના આદ્યસ્થાપક સ્વ ગલબાકાકાની પૌત્રી ડો. રેખાબેનને ટિકિટ આપવાનું એક કારણ કહી શકાય આ સાથે પરબત પટેલને સાઈડ લાઈન કરી દીધા છે. 

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ,કોંગ્રેસના પ્રદેશ આગેવાન અને પૂર્વ મંત્રી ચંદ્રિકા ચુડાસમા, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ,તેમજ પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સહિત બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્યો અને આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓએ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વિજયી બને તે માટે તમામ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરીને માઈક્રો પ્લાનિંગ કરીને ગેનીબેન ઠાકોરને જીતાડવા રણનીતિ ઘડી હતી. જ્યાં ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીના હોદેદારોએ ભાજપની નીતિઓને પ્રજા સમક્ષ ઉજાગર કરીને ગેનીબેનને જીતાડવા મહેનત કરવાની ખાતરી આપી હતી. ભાજપે અહીં જે ઉમેદવારને ટિકિટ આપી છે એ ડો. રેખાબેન ચૌધરી, બનાસકાંઠાના લોખો પશુપાલકો જેમના કારણે સ્વામાનભેર પોતાનું જીવન જીવી રહ્યાં છે, એવા બનાસડેરીના આદ્યસ્થાપક સ્વ ગલબાભાઈ નાનજીભાઈ પટેલની પૌત્રી છે.  તેઓ ભાજપના સક્રિય કાર્યકર અને મોરબી જિલ્લાના પ્રભારી હિતેશ ચૌધરીના ધર્મ પત્ની છે.

 તો બીજી બાજુ ગેનીબેને પણ આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજન બદ્ધ બુથ પ્લાનિંગ કરીને આ જીત મેળવવા માટેની રણનીતિ ઘડી હોવાની વાત કહી જે લોકો પોતાના સ્વાર્થ માટે ભાજપમાં જાય છે તેવો પોતાના અંગત સ્વાર્થ માટે જતા હોવાનું કહીને આ ચૂંટણીમાં કોઈપણ પ્રકારે કોંગ્રેસના કાર્યકર્તાઓને કોઈ ડરાવે નહિ અથવા ગેરમાર્ગે ન દોરે અને તેમનું મનોબળ ન તોડે તે માટેનું આયોજન કરાયું છે.. અમે અડીખમ રીતે લડીશું અને જીતીશુ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news