રિક્ષામાં મુસાફરી કરતા પહેલાં આ કિસ્સો વાંચી લેજો, ગર્ભવતી મહિલા સાથે જે બન્યુ એ કોઈની સાથે ન બને...
આમ તો પરિવહન માટે રીક્ષા આપણે ત્યાં પ્રચલિત વાહન છે.અને લોકો રીક્ષા ચાલક ઉપર ભરોસો કરીને એક જગ્યાએ થી બીજી જગ્યા ઉપર જવા માટે રીક્ષા નો ઉપયોગ કરતા આવ્યા છે.પણ મહેસાણા ના ઊંઝામાં એક એવી ઘટના સામે આવી છે.જે ઘટના ને પગલે રિક્ષામાં મુસાફરી કરતા પહેલા સો વખત વિચારવું પડે.
- ઊંઝાના કહોડા-વિસનગર હાઇવે ઉપરની ઘટના
- રીક્ષામાં બેસેલ મહિલા મુસાફર ઉપર દુષ્કર્મ
- ગર્ભવતી મહિલા મુસાફર સાથે રિક્ષાચાલકે આચર્યું દુષ્કર્મ
- ઊંઝા પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી
Trending Photos
તેજસ દવે, મહેસાણાઃ આમ તો પરિવહન માટે રીક્ષા આપણે ત્યાં પ્રચલિત વાહન છે.અને લોકો રીક્ષા ચાલક ઉપર ભરોસો કરીને એક જગ્યાએ થી બીજી જગ્યા ઉપર જવા માટે રીક્ષા નો ઉપયોગ કરતા આવ્યા છે.પણ મહેસાણા ના ઊંઝામાં એક એવી ઘટના સામે આવી છે.જે ઘટના ને પગલે રિક્ષામાં મુસાફરી કરતા પહેલા સો વખત વિચારવું પડે.
મહેસાણા જિલ્લામાં ઊંઝા નજીક આવેલા કહોડા ગામથી ગર્ભવતી પરણીતા પોતાના વહાલસોયા બાળક સાથે રીક્ષા માં બેસી વિસનગર જવા નીકળી હતી..મૂળ દાસજ ગામ ના વતની મુસ્તાક ઓડ નામ ના રીક્ષા ચાલક ની રીક્ષા માં બેસી પરણીતા વિસનગર જવા નીકળી હતી. જોકે રિક્ષાચાલક મુસ્તાક ઓડની આંખમાં હવસનો કીડો સળવળતા રિક્ષાચાલક અચાનક રીક્ષા રાજગઢ ગામની સીમમાં સુમસામ જગ્યા એ લઈ ગયો હતો,,, અને ત્યાર બાદ તેના બાળક ને મારી નાખવાની છરી ની અણીએ ધમકી આપી ગર્ભવતી મહિલા ઉપર હવસખોર રિક્ષાચાલકે બળાત્કાર ગુજાર્યો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ.
ગર્ભવતી મહિલા પર દુષ્કર્મ આચરનાર હેવાન મુસ્તાક તાજમભાઈ ઓઢ નામનો શખ્સ મૂળ ઊંઝા તાલુકાના દાસજ ગામનો રહેવાસી છે. આ શખ્સ આમ તો રીક્ષા ચાલક છે.પણ આ શખ્સ એ એક એવું કામ કર્યું છે કે આજે તે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. તેણે પોતાની રિક્ષામાં સવાર 20 વર્ષિય ગર્ભવતી મહિલાને અવાવરું જગ્યાએ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
રિક્ષાચલકો રિક્ષા રાજગઢ ગામની સીમમાં લઈ જઈ પાંચ માસના બાળકને મારી નાખવાની ધમકી આપી મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી વિસનગર બસ સ્ટેશન પાસે ઉતારી ફરાર થઈ ગયો. જે બનાવ અંગે મહિલાએ પરિવારને જાણ કરતાં તપાસ હાથ ધરી હતી. જેમાં રિક્ષાચાલક મુસ્તાકનો મોબાઈલ નંબર મળ્યો હતો પણ તે બંધ આવતો હતો.
આથી વોટ્સએપ ડીપી ફોટો કહોડા ગામના આગેવાન કાંતિજી ઠાકોરને બતાવતાં રિક્ષાચાલકનું નામ ઠેકાણું બતાવતાં ચાલક દાસજનો મુસ્તાક હોવાનું ખુલતાં ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઊંઝા પોલીસે હિંમતનગરથી મુસ્તાક તાજમભાઈ ઓડને ઊંઘતો ઝડપી તેના ઘર આગળથી રિક્ષા કબજે લીધી હતી. પોલીસે આ કેસમાં દુષ્કર્મની ફરીયાદ નોંધી આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે