મહેસાણાઃ વિસનગરના ખેડૂત પુત્રએ મેળવ્યો IIM માં પ્રવેશ! પુત્રને ભણાવવા પિતાએ બેંકમાંથી લીધી હતી લોન

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના 125 ઘર અને 1400 ની વસ્તી ધરાવતા રાવળાપુરા ગામમાં રહેતા નાના ખેડૂત લવજીભાઈ નાથુભાઈ ચૌધરી (કે જેમણે બીએસઇ એગ્રી નો અભ્યાસ કરેલ છે ) અને તેમનાં પત્ની રૂપાબેને પોતાનો પુત્ર નિસર્ગ ચૌધરી ઉચ્ચ શિક્ષણ મેળવી જવલંત કારકિર્દી પ્રાપ્ત કરે તેવાં ખ્વાબ જોયાં હતાં. નિસર્ગ ચૌધરી ભણવામાં શરૂઆતથી જ તેજસ્વી હતો. 

મહેસાણાઃ વિસનગરના ખેડૂત પુત્રએ મેળવ્યો IIM માં પ્રવેશ! પુત્રને ભણાવવા પિતાએ બેંકમાંથી લીધી હતી લોન

તેજસ દવે, મહેસાણાઃ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના 125 ઘર અને 1400 ની વસ્તી ધરાવતા રાવળાપુરા ગામમાં રહેતા નાના ખેડૂત લવજીભાઈ નાથુભાઈ ચૌધરી (કે જેમણે બીએસઇ એગ્રી નો અભ્યાસ કરેલ છે ) અને તેમનાં પત્ની રૂપાબેને પોતાનો પુત્ર નિસર્ગ ચૌધરી ઉચ્ચ શિક્ષણ મેળવી જવલંત કારકિર્દી પ્રાપ્ત કરે તેવાં ખ્વાબ જોયાં હતાં. નિસર્ગ ચૌધરી ભણવામાં શરૂઆતથી જ તેજસ્વી હતો. વિસનગર ખાતેની સહજાનંદ સ્કૂલમાં હાયર સેકન્ડરી માં 94 % મેળવી નિસર્ગે અમદાવાદની એચ.એલ.કોલેજ ઓફ કોમર્સમાં પ્રવેશ મેળવ્યો હતો. પોતાના પિતાને  અમદાવાદમાં ભણાવવાનો ખર્ચ એક સામાન્ય ખેડૂત હોવાને કારણે ઓછી આવકના કારણે પરવડે તેમ ન હતો આ સમયે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સારી ફેસિલિટી સાથેની સમરસ હોસ્ટેલ યોજના તેમની વ્હારે આવી હતી.ઊંચી ટકાવારીને કારણે સમરસ હોસ્ટેલમાં પ્રવેશ મેળવી નિસર્ગે એચ.એલ.કોલેજ ઓફ કોમર્સ માં અભ્યાસની શરૂઆત કરી હતી અને અભ્યાસ કરી વર્ષ-૨૦૨૦માં બીકોમની ડીગ્રી મેળવી હતી. નિરમા કોલેજમાં એમબીએનું મળેલું એડમિશન તેણે જતું કર્યું કારણ કે તેની નજર આઈઆઈએમ તરફ હતી.

No description available.

Taarak Mehta...ના દયા ભાભીએ B-Grade ફિલ્મોમાં કરી દીધી હતી બોલ્ડનેસની તમામ હદ પાર...!

પોતાના પિતા પાસે આર્થિક સગવડ નહિ હોવાથી ઘરે બેસીને લોકડાઉનમાં જાતે મહેનત કરી એક વાર ફેલ થયા પછી હિંમત હાર્યા વિના  ૮૫ ટકા સાથે તેણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (કેટ)ની પરીક્ષા ઉત્તીર્ણ કરતાં ૮ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાંથી ઈન્ટરવ્યુ કોલ મળ્યા હતા. પરંતુ, તેણે જમ્મુ, કાશીપુર, સંભલપુર અને બોધગયા સહિતની કોલેજોને બદલે રાંચી સ્થિત આઈઆઈએમમાં પ્રવેશ મેળવ્યો હતો. નોંધપાત્ર છે કે, ૨ થી ૨.૫ લાખ પરીક્ષાર્થીઓ પૈકી સિલેકટ થયેલા ૫૦૩ તારલાઓમાં નિસર્ગને સ્થાન મળ્યું હતું. આમ નાનકડા ગામના નીચલા મધ્ય વર્ગના ખેડૂત પુત્રે પોતાનાં માતા પિતાના ઓરતા અધૂરા રહેવા દીધા નથી.

Prime Minister Modi 70 વર્ષની ઉંમરે પણ કઈ રીતે રહે છે એકદમ ફિટ? જાણો PM Modi ની Fitness નું રહસ્ય

કોમર્સની ડિગ્રી, એમબીએમાં અભ્યાસ અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં સફળ થવા નાણાંકીય વ્યવસ્થા થાય તેટલી પરિવારની આવક ન હતી. પુત્રની કારકિર્દીનું ઘડતર કરવા માટે નાણાંની ખેંચ બાધારૂપ ન બને તે માટે તેમણે પોતાની બે એકર જમીન તારણમાં મુકી દીધી હતી અને નાણાં ખૂટી પડતાં શૈક્ષણિક લોન મેળવી હતી. પુત્રને ભણાવવા પૈસાની ખેંચ બાધક ન બને તે માટે તેમણે પશુ પાલનનો પુરક વ્યવસાય પણ અપનાવ્યો હતો.

વિસનગર તાલુકામાં આવેલા નાનકડા ગામ 125 ઘર અને 1400 ની વસ્તી ધરાવતા રાવળાપુરામાં પોતાની માલિકીની બે એકર જમીન તારણમાં મુકી પુત્રને ઉચ્ચ શિક્ષણ આપવાનું ગરીબ ખેડૂતનું સપનું સાકાર થયું છે. પરિવારને પશુપાલન વ્યવસાયમાં મદદરૂપ થનાર આ તેજસ્વી વિદ્યાર્થીએ એમ.બી.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ કેટની પરીક્ષા પણ ઉત્તીર્ણ કરતાં દેશની આઠ જેટલી ઇન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટમાંથી ઈન્ટરવ્યૂ કોલ આવ્યા હતા. પરંતુ. તેણે રાંચી ખાતેની ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટમાં પ્રવેશ મેળવવાનું પસંદ કર્યું છે. પિતાએ તારણમાં મુકેલી જમીન મુકત કરાવ્યા બાદ લીધેલી શૈક્ષણિક લોન ભરપાઈ કરવાની તેની પ્રાથમિક ઈચ્છા છે. ત્યારબાદ, તેણે ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થવાની પણ મહેચ્છા વ્યકત કરી છે.

એક કિલો કેરીનો ભાવ છે 2.70 લાખ રૂપિયા! વિદેશમાં પણ છે ખુબ માગ, ખતરનાક શિકારી કૂતરાઓ કરે છે ખેતરની રખવાળી

મન હોય તો માળવે જવાય... આ કહેવતને સાકાર કરી પરિવારની શ્રધ્ધા ઉપર ખરા ઉતરનાર નિસર્ગ ચૌધરીએ  જણાવ્યું હતું કે, કોવિડ ૧૯ના સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિઝર મુજબ રાંચીની ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ ઓફ લાઈન કે ઓન લાઈન શિક્ષણની જોગવાઈ કરે તે પ્રમાણે પોતે અભ્યાસ કાર્યમાં સક્રિય બની જશે. ત્યારબાદ, પિતાની લોન ચૂક્ત કરી ગ્રામીણ વિસ્તારોના તેજસ્વી છાત્રોને સહાયરૂપ થવા પ્રયત્નશીલ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news