પશુપાલકોને ફળ્યો માર્ચ મહિનો, દૂધસાગર ડેરીએ કરી ભાવ વધારાની જાહેરાત
Dudhsagar Dairy : મહેસાણા જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર...દૂધસાગર ડેરીએ ફેટના ભાવમાં કર્યો વધારો...ફેટના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરતા હવે પશુપાલકોને મળશે પ્રતિકિલોએ 820 રૂપિયાનો ભાવ....6 લાખથી વધુ પશુપાલકોને થશે ફાયદો...
Trending Photos
Mehsana News તેજસ દવે/મહેસાણા : નવા ફાઈનાન્શિયલ વર્ષ પહેલા જ ઉત્તર ગુજરાતની સૌથી મોટી ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે. દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં કિલોફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે. દુધસાગર ડેરીએ દૂધના ભાવ કિલોફેટે 810 થી વધારી 820 રૂપિયા કર્યા છે. આ ભાવ વધારો પહેલી એપ્રિલથી લાગુ થશે.
એક વર્ષ બાદ ભાવ વધારો
મહેસાણાની દૂધસાગર ડેરીની વધુ એક મોટી પહેલ કરી છે. ખેડૂતોના હિતમાં દૂધસાગર ડેરીએ મોટું એલાન કર્યું છે. એપ્રિલ મહિનાની શરૂઆત પહેલા જ દૂધસાગર ડેરીએ પશુપાલકોની ઝોળીમાં મોટી ખુશખબરી આપી છે. હજી ગત જુલાઈ મહિનામાં જ દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે ફેટના ભાવ દીઠ 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો. ત્યારે એક વર્ષ બાદ ડેરીએ ફરીથી પશુપાલકો માટે 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. ફેટના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરતા હવે પશુપાલકોને મળશે પ્રતિકિલોએ 820 રૂપિયાનો ભાવ મળશે.
ત્રણ વર્ષમાં 13 વખત ભાવ વધાર્યા
દૂધના ભાવમાં 10 રૂપિયાના વધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક 42 કરોડ રૂપિયાનો ફાયદો થશે. અશોક ચૌધરીના ત્રણ વર્ષના શાસનમાં દૂધના ભાવમાં 13 મી વખત વધારો પશુપાલકોને આપવામા આવ્યો છે. અશોક ચૌધરી ડેરીના ચેરમેન બન્યા એટલે દૂધના ભાવ હતા 650 રૂપિયા હતા, જે તબક્કા વાર વધારીને 820 કરયા છે. અશોક ચૌધરીના ત્રણ વર્ષના સમયમાં દૂધના ભાવમાં 170 રૂપિયાનો વધારો થયો છે. અશોક ચૌધરીના સમયમાં દૂધના ભાવમાં 170 રૂપિયા વધારો થવાના કારણે વાર્ષિક 725 કરોડ રૂપિયા વધારાના દૂધ ઉત્પાદકોના ઘેર પહોંચ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે