Ather Rizta: મોટી સીટવાળા ફેમિલી ઇલેક્ટ્રિક સ્કૂટરની લોન્ચ ડેટ આવી નજીક, 999 રૂપિયામાં કરાવો બુક

Ather Rizta Electric Scooter: એથરે નવા ઇલેક્ટ્રિક સ્કૂટર 'એથર રિઝ્ટા' ની લોન્ચ ડેટનો ખુલાસો કરી દીધો છે. અપકમિંગ ઇલેક્ટ્રિક સ્કૂટર આગામી મહિનાના પ્રથમ અઠવાડિયામાં લોન્ચ કરવામાં આવશે. તેની બુકિંગ પણ શરૂ થઇ ગઇ છે. નવા ફેમિલી ઇલેક્ટ્રિક સ્કૂટરને તમે 999 રૂપિયામાં પ્રી બુક કરી શકો છો. 

Ather Rizta: મોટી સીટવાળા ફેમિલી ઇલેક્ટ્રિક સ્કૂટરની લોન્ચ ડેટ આવી નજીક, 999 રૂપિયામાં કરાવો બુક

Ather Rizta Electric Scooter Booking Started: ઇન્ડીયાની દિગ્ગજ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર કંપની એથર એનર્જી આગામી મહિને શાનદાર સરપ્રાઇઝ આપશે. 6 એપ્રિલએ એથરનો વાર્ષિક કમ્યુનિટી ડે છે, આ દિવસે કંપની નવા ઇલેક્ટ્રિક સ્કૂટર  ( Ather Rizta) પરથી પડદો ઉઠાવશે. અપકમિંગ ઇલેક્ટ્રિક સ્કૂટરની ખાસિયત તેની મોટી સીટ છે. કંપની તેને ફેમિલી ઇલેક્ટ્રિક સ્કૂટર તરીકે લોન્ચ કરશે. જો તમે આ  ઇલેક્ટ્રિક સ્કૂટરને ખરીદવાનું વિચારી રહ્યા છો તો 999 રૂપિયામાં પ્રી-બુક કરી શકો છો. 

એથરે લાંબા સમયથી નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું નથી. પરંતુ હવે આતુરતાનો અંત આવવાનો છે કારણ કે 6 એપ્રિલે આપણી વચ્ચે નવું ઇલેક્ટ્રિક સ્કૂટર હશે. કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટર મોટા પરિવાર માટે સારો વિકલ્પ હશે. એટલા માટે તેમાં મોટી સીટ આપવામાં આવી છે. એથર રિઝ્ટા ( Ather Rizta) ના જાહેરાતના બિલબોર્ડમાં પણ કંપનીએ મોટી સીટને ઘણું મહત્વ આપ્યું છે.

Ather Rizta: મોટું હશે ઇલેક્ટ્રિક સ્કૂટર
એથરનું હાલનું ઇલેક્ટ્રિક સ્કૂટર Ather 450S ખૂબ લોકપ્રિય ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર છે. જોકે 450S ના મુકાબલે એથર રિઝ્ટાની સાઇઝ મોટી હશે. 450S ઇલેક્ટ્રિક સ્કૂટર કોમ્પેક્ટ અને સ્પોર્ટી ડિઝાઇન સાથે આવે છે. પરંતુ રિઝ્ટા મોટા ફ્લોરબોર્ડ અને એવી ડિઝાઇન સાથે લોન્ચ થશે જેથી તમારે ફૂલ રિલેક્સ રાઇડિંગ એક્સપીરિયન્સ મળે. 

છેલ્લા કેટલાક મહિનામાં એથર રિઝ્ટા ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યું છે. હાલમાં નવા ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. કંપનીએ આ અંગે સોશિયલ મીડિયા પર ઘણી વખત પોસ્ટ કરી છે, પરંતુ ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ અંગે કોઈ ચોક્કસ વિગતો નથી.

સોશિયલ મીડિયા પર તેને પાણીની વચ્ચેથી પસાર થતાં બતાવવામાં આવ્યું છે. તેને જોઇને લાગે છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટર ખૂબ પાવરફૂલ હશે. તેની બેટરી પેક પણ ખૂબ સિક્યોર હોવાની આશા છે. રિપોર્ટ્સ અનુસાર એથર રિઝ્ટા ( Ather Rizta) ની વાત કરીએ તો તેમાં 2.9kWh બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવે છે. આ બેટરી પેકનો 450S માં ઉપયોગ કરવામાં આવે છે. 

Ather Rizta: સસ્તુ વર્જન
Ather 450X ની માફક  Ather Rizta 2.9kWh બેટરી પેક સાથે બે વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. પ્રથમ એલસીડી ડેશ સાથેનું સસ્તું વર્જન હોઈ શકે છે. બીજા વર્જન તરીકે ટચસ્ક્રીન TFT કન્સોલ રિઝતામાં મળી શકે છે. એથરે પુષ્ટિ કરી છે કે તેમાં ચાર્જિંગ સોકેટ આપવામાં આવશે.

Ather નું નવું હેલમેટ
રિપોર્ટ અનુસાર એથર રિઝ્ટા ( Ather Rizta) માં કદાચ સ્પીકર્સ ના મળે, કારણ કે ફીચર Halo હેલમેટમાં આપવામાં આવે છે. જોકે હેલો એથરનું એક નવું હેલમેટ છે જેને આ ઇવેંટમાં રજૂ કરવામાં આવી શકે છે. હાલ કંપની આ હેલમેટના ડેવલોપમેન્ટ પર કામ કરી રહી છે. કોમ્યુનિટી ડેમાં આ વર્ષે હેલમેટ પરથી પડદો ઉઠાવવામાં આવી શકે છે. 

એથરના ઇલેક્ટ્રિક સ્કૂટરને સારું બનાવવા માટે કંપની એક નવા સોફ્ટવેર પર કામ કરી રહી છે. એથર રિઝ્ટા ( Ather Rizta) ને સપોર્ટ આપવા માટે કંપની AtherStack 6 નો ઉપયોગ કરી શકે છે. આ સોફ્ટવેર અપડેટ પર કામ ચાલી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે એથર ઇલેક્ટ્રિક સ્કૂટર માટે આ એક મોટું OTA અપડેટ હશે. અમદાવાદ અને મુંબઇ જેવા શહેરોમાં એથર રિઝ્ટા ( Ather Rizta) ના મોટા મોટા એડવર્ટાઇઝિંગ બોર્ડ લાગેલા છે. તેમાં એથર રિઝ્ટા ( Ather Rizta) ની નવી સીટને અલગથી જોઇ શકાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news