મોટી હલચલ! પાટીદારોની મુખ્ય બે સંસ્થાઓની બંધ બારણે બેઠક પૂર્ણ, જાણો વિશ્વઉમિયાધામના પ્રમુખનું મોટું નિવેદન

આજે સાંજે 5 વાગ્યે અમદાવાદમાં બે સંસ્થાઓના ટ્રસ્ટીઓની બેઠક વિશ્વઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે મળી હતી. પાટીદારોની બે દિગ્ગજ સંસ્થાઓના ટ્રસ્ટીઓની બેઠક પર આજે સૌ કોઈની નજર હતી. 

મોટી હલચલ! પાટીદારોની મુખ્ય બે સંસ્થાઓની બંધ બારણે બેઠક પૂર્ણ, જાણો વિશ્વઉમિયાધામના પ્રમુખનું મોટું નિવેદન

ઝી બ્યુરો/અમદાવાદ: ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા અને વિશ્વઉમિયાધામના ટ્રસ્ટીઓની અમદાવાદમાં સંયુક્ત બેઠક યોજાઈ. આજે સાંજે 5 વાગ્યે અમદાવાદમાં બે સંસ્થાઓના ટ્રસ્ટીઓની બેઠક વિશ્વઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે મળી હતી. પાટીદારોની બે દિગ્ગજ સંસ્થાઓના ટ્રસ્ટીઓની બેઠક પર આજે સૌ કોઈની નજર હતી. 

ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા અને વિશ્વઉમિયાધામ એમ બન્ને સંસ્થા વચ્ચે અંતર હોવાની ચર્ચા વચ્ચે આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવતી હતી. ત્યારે વિશ્વઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે બે સંસ્થાઓના ટ્રસ્ટીઓની બેઠક યોજાઈ. જેમાં ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના પ્રમુખ બાબુ જમના પટેલ, મંત્રી દિલીપ પટેલની ગેરહાજરી જોવા મળી છે. બન્ને સંસ્થા વચ્ચે તાલમેલ વધે તે માટે પ્રયાસ કરાયો હતો.   

પાટીદારોની બે દિગ્ગજ સંસ્થાઓના ટ્રસ્ટીઓની બેઠક બાદ વિશ્વઉમિયાધામના પ્રમુખ આર પી પટેલનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે. આર પી પટેલે જણાવ્યું હતું કે, અમારી માતૃ સંસ્થાના ટ્રસ્ટીઓ આજની બેઠકનમાં આવ્યા જેના કારણે અમને આનંદ થયો છે. જે સમાજના આગેવાન છે અહીંના હોય કે ત્યાંના હોય બધા એક જ છે. કોઇ અનુકુળ કે પ્રતિકુળતા ન હોય તો તે વ્યક્તિ ન આવ્યા હોય. બધા એકમેક થઇ પાટીદાર સમાજ માટે કામ કરીશું.

તેમણે ઉમેર્યું હતું કે, પાટીદારોની બે દિગ્ગજ સંસ્થાઓમાં કોઈ પણ જાતના મતભેદ નથી. તેને કોઇ સ્થાન પણ ન હોવું જોઇએ. ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના 50 ટ્રસ્ટીઓ વિશ્વઉમિયાધામ બેઠકમાં હાજરી આપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news