રૂપાલા અંતે ફરી નમ્યા: ક્ષત્રિય સમાજની 2 હાથ જોડીને માગી માફી, કહ્યું; મારી ભૂલ થઈ ગઈ

Loksabha Election 2024: ક્ષત્રિય સમાજનું અપમાન કરવાના મુદ્દે સમાધાન કરવા ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં એક બેઠક મળી હતી. જે બેઠકમાં રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં જયરાજસિંહે કહ્યું હતું કે રૂપાલાએ માફી માગી છે. આપણે માફી આપવી જોઈએ. 

રૂપાલા અંતે ફરી નમ્યા: ક્ષત્રિય સમાજની 2 હાથ જોડીને માગી માફી, કહ્યું; મારી ભૂલ થઈ ગઈ

Loksabha Election 2024: પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદનથી વિવાદનો મધપૂડો છેલ્લા કેટલાંક દિવસથી છંછેડાયો છે. જે કોઈ રીતે શાંત થવાનું નામ લઈ રહ્યો નહોતો. રૂપાલાના નિવેદન સામે રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. પરંતુ રૂપાલાના વિરોધને શાંત પાડવા માટે આજે ગોંડલમાં એક બેઠક મળી હતી. ગોંડલના સેમળામાં ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજનું અપમાન કરવાના મુદ્દે સમાધાન કરવા ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં એક બેઠક મળી હતી. જે બેઠકમાં રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં જયરાજસિંહે કહ્યું હતું કે રૂપાલાએ માફી માગી છે. આપણે માફી આપવી જોઈએ. 

ક્ષત્રિયોની બેઠકમાં રૂપાલાએ માફી માગતા જણાવ્યું હતું કે, મને એવો રંજ છે કે, મારી જીભથી આવું બોલાઈ ગયું છે. હું બે હાથ જોડી માફી માગું છું. મારી જિંદગીમાં મેં નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો કોઈ રેકોર્ડ નથી. મેં પહેલા જ માફી માગી છે, આ મારી ક્ષતિ છે અને હું જ જવાબદાર છું. આ આયોજન કરવા બદલ હું જયરાજસિંહ જાડેજાનો આભાર માનુ છું.

No description available.

જયરાજસિંહે કહ્યું હતું કે, પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે કરેલું નિવેદન યોગ્ય નથી. પરંતુ તેઓએ માફી માંગી તો આપણે પણ માફી આપી દેવી જોઈએ. ભૂતકાળમાં અનેક લોકોને માફી આપવામાં આવી છે, તો પરસોત્તમ રૂપાલાને પણ માફી આપવી જોઈએ તેવો આગેવાનો દ્વારા મત વ્યક્ત કરવામાં આવ્યો હતો.

No description available.

કોણ કોણ આ બેઠકમાં હાજર
ગોંડલ ખાતે મળેલ બેઠકમાં જયરાજસિંહ જાડેજા (પૂર્વ ધારાસભ્ય ગોંડલ), કિરીટસિંહ રાણા (ધારાસભ્ય), કેસરીદેવસિંહ ઝાલા (રાજ્યસભાના સાંસદ), નરેન્દ્રસિંહ જાડેજા (રાજકોટ લોધીકા સહકારી સંઘના ચેરમેન), રાજકોટ ભાજપના મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા,  રાજકોટ ભાજપના ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા સહીત રાજકોટ શહેર જિલ્લાના ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા છે.

એ કાર્યક્રમ કંઈ કામનો નહોતો
આજે ગોંડલના કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલાનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. જેમાં પરશોત્તમ રૂપાલાએ કહ્યું જે કાર્યક્રમમાં તેમનાથી બોલવામાં જીપ લપસી હતી. એ કાર્યક્રમ કંઈ કામનો નહોતો. જી હા...તેમણે કહ્યું કે રાજકોટનો જે કાર્યક્રમ હતો તે અનાયોજિત કાર્યક્રમ હતો. અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાનાં ભજન માટે ગયા હતા. પરંતુ એમાં મારા ઉચ્ચારણથી મારી પાર્ટીને સાંભળવાનો વારો આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news