દ. ગુજરાતમાં ભારે વરસાદથી ડાંગરના પાકને મોટા પાયે નુકસાન, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો


સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 50 ટકા ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો છે. ખેતરોમાં વરસાદી પાણી હજી પણ ભરાયેલા છે. જિલ્લામાં 1100 હેકટર જમીનમાં ડાંગર પાકની રોપણી કરવામાં આવી છે.
 

દ. ગુજરાતમાં ભારે વરસાદથી ડાંગરના પાકને મોટા પાયે નુકસાન, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

ચેતન પટેલ/સુરતઃ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહ થી પડેલા ભારે વરસાદ અને ખાડીપુરની સ્થિતિના પગલે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા ડાંગરના ખેતરોમાં પાણી ફરી વળતા સમગ્ર પાક પાણીમાં ગરકાવ થઇ ગયો છે. જ્યાં સમગ્ર દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો અંદાજે રૂ 100 કરોડનું નુકસાન ડાંગરના પાકનું ઉત્પાદન કરનાર ખેડૂતને થયું છે.

વધારે વરસાદથી પાકને નુકસાન
ગુજરાતમાં આ વખતે વરસાદે મોડે મોડે ધમાકેદાર ઇનિંગ કરતા તેની અસર સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે. છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા ભારે વરસાદના પગલે જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ડાંગર, શેરડી અને શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયા હોવાનો દાવો દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા કરાયો છે. જેમાં માત્ર સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા ખેતરોમાં ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થઇ જતાં મોટા પાયે નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું છે કે આ વખતે વરસાદ મોડે આવ્યો છતાં છેલ્લા બે સપ્તાહ દરમ્યાન ભારે વરસાદ પડ્યો છે. જેમાં સુરત જિલ્લાના ગામડાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લા અને તાલુકાઓમાં પણ ભારે વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકશાન થયું છે.

રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય, જમીન ખરીદીના નિયમોમાં કર્યો મોટો બદલાવ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 50 ટકા ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો છે. ખેતરોમાં વરસાદી પાણી હજી પણ ભરાયેલા છે. જિલ્લામાં 1100 હેકટર જમીનમાં ડાંગર પાકની રોપણી કરવામાં આવી છે. જ્યારે શાકભાજી અને શેરડી જેવા પાકોને પણ નુકશાન થયું છે. જ્યાં આશરે 100 કરોડના નુક્શાન નો અંદાજ છે. રાજ્ય સરકાર ખેડૂતોના નુકશાનની ભરપાઈ કરે તેવી માંગ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news