ઉત્તરાયણ પૂર્વે પતંગની અનેક વેરાઈટીઓની ધૂમ! બજારોમાં ડબલ એન્જિન સહિત 'મોદી મેજિક' હીટ!
આ વર્ષે મોદી મેજીક, 56ની નહિ પણ 156ની છાતી, ડબલ એન્જિનની સરકાર, ડોરેમોન, એન્ગ્રીબર્ડ સહિતની પતંગો આકર્ષણનું કેન્દ્ર બની છે. જ્યારે પતંગમાં 10%નો ભાવ વધારો. જ્યારે દોરાની રીલમાં 40% નો ભાવ વધારો નોંધાયો છે.
Trending Photos
દિવ્યેશ જોશી/રાજકોટ: ઉતરાયણએ ગુજરાતીઓનો સોથી પ્રિય તહેવાર પૈકીનો એક છે. આ ઉતરાયણ પર આકાશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છવાઈ જશે તેવું લાગી રહ્યું છે. ત્યારે તમે પણ વિચારતા હશો કે ઉતરાયણ પર નરેન્દ્ર મોદી કેમ ત્યારે આવો જોઈએ આકાશમાં પણ મોદી મોદીની ભારે બોલબાલા રહેવાની છે. આ વર્ષે મોદી મેજીક, 56ની નહિ પણ 156ની છાતી, ડબલ એન્જિનની સરકાર, ડોરેમોન, એન્ગ્રીબર્ડ સહિતની પતંગો આકર્ષણનું કેન્દ્ર બની છે. જ્યારે પતંગમાં 10%નો ભાવ વધારો. જ્યારે દોરાની રીલમાં 40% નો ભાવ વધારો નોંધાયો છે. ભાવ વધારો હોવા છતાં પણ ઉત્તરાયણ ઘેલા ગુજરાતીઓનું એડવાન્સ બુકિંગ અત્યારે સારું થઈ રહ્યું છે.
ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હવે પતંગ રસિયાઓ પતંગ અને દોરીઓની ખરીદી પણ શરૂ કરી દીધી છે. રાજકોટની સદર બજારમાં દર વર્ષે અવનવી પતંગો છે તે જોવા મળતી હોય છે અને પતંગોમાં બાળકોથી લઈ મોટો તમામ લોકો ઉતરાયણના દિવસે ધાબા પર ચડી પતંગ ઉડાડવાની મજા લેતા હોય છે.
જેમાં દર વર્ષે કલાકારો, કાર્ટુન, દ્ર્શ્યો, સ્પોર્ટ્સમેનો સહિતના સેલિબ્રિટીના ફોટાવાળી પતંગ પણ આપડે જોતા હોય છીએ. પરંતુ આ વર્ષે પતંગ રસિયાઓમાં નવો ક્રેઝ અને ડિમાન્ડ છે તે જોવા મળી છે. જેમાં આ વર્ષે બજારોમાં આવેલી પ્રધામંત્રીના ફોટા અને સૂત્રો વાળી પતંગોની માંગ વધી છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણીમાં 156 સીટ ભાજપને મળતા તેવા સૂત્રો તેમજ આઝાદી કા અમૃત.મહોત્સવ સાથે મોદીના ફોટા વાળી પતંગ તેમજ રસીકરણ સહિત અલગ અલગ મોદીના ફોટા અને સૂત્રો સાથેની પતંગની માંગ સાથે ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
રાજકોટની પતંગ બજારમાં આવી પતંગ અને દોરા તેમજ અવનવા માસ્ક અને ચશ્મા સહિતની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. ત્યારે ગત વર્ષ કરતા આ વર્ષે પતંગ અને દોરામાં 15 ટકા જેટલો ભાવ વધારો પણ થયો છે. પરંતુ ઉતરાયણ પર કોઈ ભાવ વધારાને નથી જોતું, પરંતુ ધાબા પર ચડી કોનો પતંગ કાપ્યો છે તેનો આનંદ લઇ લોકો ઉત્સાહથી આવી પતંગો ઉડાવી ઉતરાયણની મજા કરવાના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે