‘નિત્યાનંદની ત્રીજી આંખની શક્તિથી શરીરના વાળનું વેક્સિંગ થાય છે...’ મંજુલા શ્રોફે કહી ચોંકાવનારી વાત

અત્યારસુધી તમે પાખંડી બાબા નિત્યાનંદ (Nithyananda) ના કથિત ચમત્કારોની વાતો સાંભળી હશે. પણ હવે એક એવો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જ્યાં પાંખડી નિત્યાનંદ નહિ, પણ ઉચ્ચ શિક્ષિત અને જાણીતુ નામ એવા મંજુલા શ્રોફ (Manjula Shroff)  બાબાના પાખંડને સત્ય ગણાવવા જઈ રહી છે. આ વીડિયોમાં મંજુલા શ્રોફ નિત્યાનંદના એક કાર્યક્રમમાં તેના ગુણગાન ગાઇ રહી છે. મંજુલા નિત્યાનંદના ચમત્કાર વિશે જણાવી રહી છે. તેમજ મંજુલા શ્રોફ બાબા નિત્યાનંદ સાથે ઘણો સમય વ્યતિત કરે છે તે આ વીડિયોથી પુરવાર થાય છે.

‘નિત્યાનંદની ત્રીજી આંખની શક્તિથી શરીરના વાળનું વેક્સિંગ થાય છે...’ મંજુલા શ્રોફે કહી ચોંકાવનારી વાત

મૌલિક ધામેચા/અમદાવાદ :અત્યારસુધી તમે પાખંડી બાબા નિત્યાનંદ (Nithyananda) ના કથિત ચમત્કારોની વાતો સાંભળી હશે. પણ હવે એક એવો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જ્યાં પાંખડી નિત્યાનંદ નહિ, પણ ઉચ્ચ શિક્ષિત અને જાણીતુ નામ એવા મંજુલા શ્રોફ (Manjula Shroff)  બાબાના પાખંડને સત્ય ગણાવવા જઈ રહી છે. આ વીડિયોમાં મંજુલા શ્રોફ નિત્યાનંદના એક કાર્યક્રમમાં તેના ગુણગાન ગાઇ રહી છે. મંજુલા નિત્યાનંદના ચમત્કાર વિશે જણાવી રહી છે. તેમજ મંજુલા શ્રોફ બાબા નિત્યાનંદ સાથે ઘણો સમય વ્યતિત કરે છે તે આ વીડિયોથી પુરવાર થાય છે.

કલ્પના ન કરી શકાય કે, મંજુલા શ્રોફ અને બાબા નિત્યાનંદ વચ્ચે કેવા ગાઢ સંબંધો હશે. અને આ જ સંબંધનો પુરાવો એક વીડિયોમાં સામે આવ્યો છે. ડીપીએસ સ્કૂલના એમડી મંજુલા શ્રોફે બાબાની નવી શક્તિનો દાવો ગણાવી લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો છે. મંજુલા શ્રોફ કહી રહી છે કે, બાબા નિત્યાનંદને બે નહીં પણ ત્રણ આંખ છે. ત્રીજી આંખની શક્તિથી શરીરના વાળ પણ દૂર કરી શકે છે. એટલે કે બાબાની ત્રીજી આંખની નજર વેક્સિંગ કરી આપે છે. આ નવા વીડિયોમાં મંજુલા શ્રોફે ત્રીજી આંખનું રહસ્ય ખોલ્યું છે. અને આ વીડિયો ઢોંગી બાબા નિત્યાનંદના એક સત્સંગ સમારોહનો છે. જેમાં મંજુલા આ ઢોંગી બાબાના ગુણગાન ગાઈ રહી છે. નિત્યાનંદ અને મંજુલા શ્રોફના સંબંધો કેટલા ગાઢ હતા તે આ વીડિયો પરથી સ્પષ્ટ થાય છે. આ વીડિયોમાં મંજુલા શ્રોફે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, નિત્યાનંદ તેની ત્રીજી આંખની મદદથી વેક્સિંગ પણ કરતો હતો અને દાવો કર્યો હતો કે 50 ટકા વાળ તો તેની ત્રીજી આંખથી જ દૂર થઈ જતા હતાં. 

મંજુલા શ્રોફે કાર્યક્રમમાં કહ્યું હતું કે, અમે બીજો પ્રયોગ શરીર પરના વાળ દૂર કરવાનો કર્યો. હું તમને ફોટોમાં બતાવું કે અમે શરીરનો નાનો હિસ્સો નક્કી કર્યો અને સ્વામીજીએ ત્રીજી આંખની મદદથી લગભગ 50 ટકા વાળ કાઢી નાંખ્યા. જો બાળકને આવી શક્તિ આપી દેવામાં આવે તો શિક્ષક તેને ટોર્ચર નહિ કરે જેટલું અમે કરીએ છીએ. મને લાગે છે કે બાળકો પરીક્ષા, પ્રશ્નપત્ર, તેની પેટર્નને કારણે તણાવમાં રહેતા હોય છે. ખાસ કરીને કિશોર વયના વિદ્યાર્થીઓને થોડી ક્ષણો માટે પણ જો આવી શક્તિ આપી દેવામાં આવે તો સમગ્ર વિશ્વ માટે તે વરદાનરૂપ સાબિત થઈ શકે.
 
બાબાના ચમત્કારના વખાણ કરતી પૂજા મંજુલા શ્રોફ જાહેરમાં ઢોંગી બાબાના વખાણ કરી રહી છે. બાબા પાસે જે ત્રીજી આંખ અને શક્તિ છે તેનાથી પોતે તો પ્રભાવિત થઈ છે, પણ માસુમ ભૂલકાંઓને પણ આ પાખંડમાં ધકેલવાની વાત તે કરી રહી છે. હાલ તો આ મંજુલા શ્રોફ ફરાર છે અને આ એક જ વીડિયો સામે આવ્યો છે. આવા કેટલા વીડિયો હશે જેમાં બાબાના પાખંડને મંજુલા શ્રોફ સમર્થન આપી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news