PM મોદીના ચિત્ર બનાવી માણાવદરના દિવ્યાંગ બાળકે સ્થાપીત કર્યો વર્લ્ડ રેકોડ
જૂનાગઢ જીલ્લાના માણાવદરના એક દિવ્યાંગ બાળકે વિશ્વ વિક્રમ સ્થાપીત કર્યો છે. આ દિવ્યાંગ બાળકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચિત્ર બનાવીને વિક્રમ કર્યો. રોહન ઠાકર નામના દિવ્યાંગ બાળકે 15 દિવસમાં એક જ કેનવાસ પર પ્રધાનમંત્રીના 51 ચિત્રો બનાવ્યા જેમાં પ્રધાનમંત્રીના બાળપણથી લઈને અત્યાર સુધીના મહત્વના ચિત્રોનો સમાવેશ કરાયો છે
Trending Photos
સાગર ઠક્કર, જૂનાગઢ: જૂનાગઢ જીલ્લાના માણાવદરના એક દિવ્યાંગ બાળકે વિશ્વ વિક્રમ સ્થાપીત કર્યો છે. આ દિવ્યાંગ બાળકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચિત્ર બનાવીને વિક્રમ કર્યો. રોહન ઠાકર નામના દિવ્યાંગ બાળકે 15 દિવસમાં એક જ કેનવાસ પર પ્રધાનમંત્રીના 51 ચિત્રો બનાવ્યા જેમાં પ્રધાનમંત્રીના બાળપણથી લઈને અત્યાર સુધીના મહત્વના ચિત્રોનો સમાવેશ કરાયો છે.
આપણે ત્યાં કહેવાય છે કે મન હોય તો માળવે જવાય, ઈશ્વર માણસને કોઈ ખોટ આપે તો તેના બદલામાં બીજા અનેક વરદાન પણ આપી દેતો હોય છે. જૂનાગઢ જીલ્લાના માણાવદર શહેરમાં તદન સામાન્ય પરિવારમાંથી આવતાં રોહન ઠાકર નામના બાળકને ઈશ્વરે પુરતી શ્રવણ શક્તિ નથી આપી, રોહનને 62 ટકા શ્રવણ શક્તિનો અભાવ છે, પરંતુ તેની સામે ઈશ્વરે તેને ચિત્રકલાની મોટી ભેંટ આપી છે અને તેણે એક વિશ્વ વિક્રમ પ્રસ્થાપિત કર્યો છે.
રોહન ઠાકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચિત્રને લઈને વિશ્વ વિક્રમ કર્યો. આ દિવ્યાંગ બાળકે 15 દિવસમાં 3 ફુટ x 4 ફુટના એક જ કેનવાસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 51 ચિત્રો બનાવીને વિક્રમ સ્થાપીત કર્યો. જેમાં પ્રધાનમંત્રીના જીવનની બાળપણ થી લઈને અત્યાર સુધીની મહત્વની છબીઓ પ્રસ્તુત કરવામાં આવી છે.
પોતાના જન્મદિવસે માતા હીરાબાના આશિર્વાદ, ચાની કીટલી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ગણવેશ, હિમાલયમાં વિતાવેલું સાધુ જીવન, સ્વચ્છતા અભિયાન, રાષ્ટ્રને સલામી, દેશને સંબોધન, ચુંટણી પ્રચાર, મતદાન, વાંચન, ફોટોગ્રાફી, સંસદમાં ભાષણ, સરહદ પર સૈનિકો સાથે વિતાવેલી ક્ષણો વગેરે પ્રધાનમંત્રીના જીવનની યાદગાર ક્ષણોને એક ચિત્રમાં સમાવી લેવામાં આવી છે. જાણેકે એક પ્રકારે પ્રધાનમંત્રીનું સમગ્ર જીવન ચરીત્ર એક ચિત્રમાં સમાઈ ગયું હોય તેવું આ ચિત્ર બનાવવામાં આવ્યું છે.
અગાઉ અમદાવાદના કલાકારે 4 x 6 ના એક જ કેનવાસ પર પ્રધાનમંત્રીના 42 ચિત્રો સાથે વિક્રમ કર્યો હતો તેની સામે રોહને 3 x 4 ના એક જ કેનવાસમાં 51 ચિત્રો સાથે અગાઉનો રેકોર્ડ તોડીને નવો વિક્રમ સ્થાપ્યો છે. અગાઉના રેકોર્ડની તુલનામાં કેનવાસની સાઈઝ નાની થઈ અને ચિત્રોની સંખ્યા વધી તેથી આ એક અનોખો વિક્રમ સર્જાયો અને હાઈ રેન્જ બુક ઓફ રેકોર્ડમાં તેનો વિક્રમ નોંધાયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે