ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મોટા ફેરફાર: ગુજરાતના આ TOPના 7 IAS અધિકારીઓની ટ્રાન્સફર, ઘણાની મનની મનમાં રહી ગઈ

રાજ્યમાં 7 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં IAS કમલ દયાણી, મનોજ કુમાર દાસ, IAS મોના ખંધાર, અશ્વિની કુમાર, IAS આરતી કંવર અને રાજકુમાર બેનિવાલની બદલી કરવામાં આવી છે.

ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મોટા ફેરફાર: ગુજરાતના આ TOPના 7 IAS અધિકારીઓની ટ્રાન્સફર, ઘણાની મનની મનમાં રહી ગઈ

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં હમણાંથી બદલીઓનો દોર શરૂ થયો છે, ત્યારે ફરી એક વાર ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરાયો છે. મોટા પાયે IAS અધિકારીઓમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં ફરી એકવાર રાજ્યમાં IAS અધિકારીઓની બદલીના સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં 7 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં IAS કમલ દયાણી, મનોજ કુમાર દાસ, IAS મોના ખંધાર, અશ્વિની કુમાર, IAS આરતી કંવર અને રાજકુમાર બેનિવાલની બદલી કરવામાં આવી છે.

No description available.

No description available.

નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા પાંચ IAS અધિકારીઓની બદલી અને વધારોનો હવાલો સોંપાયો હતો. જેમાં IAS મનિષા ચંદ્રા, IAS કે એમ ભિમજીયાણીની બદલી કરાઈ હતી, જ્યારે એ કે રાકેશ તેમજ પી સ્વરૂપ અને વિજય નહેરાને વધારોનો ચાર્જ સોંપાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે તાજેતરમાં જ 100 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ છૂટ્યા હતા, જેમાં મુકેશ પુરી, એ કે રાકેશ, કમલ દયાની, અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મિના સહિતના અધિકારીઓની બદલી કરાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news