કચ્છના અંજારના સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના : ભઠ્ઠી ઉભરાઈ જતા 6 મજૂર જીવતાં સળગ્યા

Tragedy In Anjar Steel Company : કચ્છના અંજારની કેમો કંપનીમાં બનેલી દુર્ઘટનામાં 3 ના મોત...સ્ટીલ કંપનીમાં ભઠ્ઠી ઊભરાઈ જતા 6 લોકો ગંભીર રીતે દાઝ્યા....સળગતા શરીરે જીવ બચાવવા કામદારોએ કુદી હતી દિવાલ...

કચ્છના અંજારના સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના : ભઠ્ઠી ઉભરાઈ જતા 6 મજૂર જીવતાં સળગ્યા

Kutch News : કચ્છના અંજારમાં કેમો સ્ટીલની કંપનીમાં ઉત્તરાયણની રાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સ્ટીલ કંપનીમાં ભઠ્ઠી ઊભરાઈ જતા 6 મજૂર જીવતા સળગ્યા હતા. સ્ટીલ ઓગાળતા સમયે 6 મજૂરો ગંભીર રીતે દાઝ્યા હતા. જેમાં ત્રણ કામદારોના મોત નિપજ્યા છે. જોકે, સળગતા શરીરે દીવાલ કૂદતા કામદારોના બિહામણા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. 

અંજારના બુઢારમોરામાં KEMO Steel ઈન્ડસ્ટ્રીઝ આવેલી છે. આ કેમો સ્ટીલ કંપનીમાં ઉત્તરાયણના દિવસે મોટી દુર્ઘટના ઘટી છે. ચાલુ કામમાં અચાનક સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ ગઈ હતી. સ્ટીલ પીગાળતા સમયે બનેલી આ ઘટનામાં 10 જેટલા મજૂરો ગંભીર રીતે દાઝ્યાં હતા. 

 

- સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા છ જેટલા લોકો ગંભીર રીતે દાઝયા, 4 ની હાલત અત્યંત નાજુક અમદાવાદ ખાનગી હોસ્પીટલમાં રિફર કરાયા....#kutch #ZEE24Kalak pic.twitter.com/AYkIj9NiST

— Zee 24 Kalak (@Zee24Kalak) January 15, 2024

 

અચાનક ભઠ્ઠી ઉભરાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી. કામદારો જીવ બચાવવા ભાગમભાગ કરતા જોવા મળ્યાં હતા. જીવ બચાવવા માટે એક મજૂરે કંપનીના ઉપરના માળેથી છલાંગ લગાવી હતી. આ દ્રશ્યો કંપનીના કેમેરામાં કેદ થયા છે. જે બહુ જ બિહામણા બની રહ્યા હતા. મજૂરો સળગળા સળગતા જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતા. 

આ દુર્ઘટનામાં ત્રણ મજૂરોના મોત નિપજ્યા છે. તો ચારની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત કામદારોને અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા છે. જ્યારે અન્ય છ લોકોને સ્થાનિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news