ગુજરાતમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ : દહેગામમાં ઉત્તરાયણની રાતે દેશી દારૂ પીધા બાદ 2 મોત, 9ને અસર

Hooch Tragedy : ગાંધીનગરના લીહોડામાં દેશી દારૂ પીધા બાદ પાંચ લોકોને અસર..બે લોકોના મૃત્યુ, ત્રણ લોકોની ગાંધીનગર સિવિલમાં ચાલી રહી છે સારવાર....મૃતક વ્યક્તિ લાંબા સમયથી દારૂ પીતા હોવાનો દાવો...

ગુજરાતમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ : દહેગામમાં ઉત્તરાયણની રાતે દેશી દારૂ પીધા બાદ 2 મોત, 9ને અસર

Gandhinagar News : ગાંધીનગરના લિહોડામાં દારૂ પીવાથી બે લોકોનાં શંકાસ્પદ મૃત્યુ થયા છે. લાંબા સમયથી દારૂના બંધાણી એવા બે લોકોના મૃત્યુ થયાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે ત્રણ લોકોની ગાંધીનગર સિવિલમાં સારવાર ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, ભૂખ્યા પેટે વધુ પડતો દારૂ પીવાથી મૃત્યુ થયું હોય છે. FSL રિપોર્ટમાં ઈથેનોલનું પ્રમાણ 22.6% હોવાનું સામે આવ્યું  છે. સાથે જ રિપોર્ટમાં મિથેનોલનું પ્રમાણ 0 ટકા હોવાનું સામે આવ્યું...મૃતકનું લિવર ડેમેજ હોવાનો ખુલાસો થયો છે. 

9 લોકોને થઈ અસર 
મૃતક કાલાજી ઠાકોર લાંબા સમયથી બીમાર હોવાની માહિતી મળી છે. વિક્રમસિંહનું દારૂ પીધા બાદ મૃત્યુ થયું. વિનોદકુમાર ઠાકોર, ચહેરજી ઝાલા, બળવંતસિંહ ઝાલા સહિતના લોકોની સારવાર ચાલી રહી છે. કુલ નવ લોકોને લીહોડા ગામથી ગાંધીનગર સિવિલ લાવવામાં આવ્યા હતા. જેમાંથી બે લોકોના મૃત્યુ થયા છે, એકની હાલત નાજુક છે જ્યારે છ લોકો જનરલ વોર્ડમાં દાખલ છે..હાલ ગામમાં 108ને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે..મૃત્યુ દારૂથી થયું કે અન્ય કોઈ પીણાથી તેની તપાસ ચાલી રહી છે.

મૃતકોના નામ
કાનાજી ઉમેદજી ઝાલા
વિક્રમસિંહ રગતસિંહ

દેશી દારૂથી અસરગ્રસ્ત લોકો 
બળવત સિંહ ઝાલા, રાજુ સિંહ ઝાલા, કાલાજી ઠાકોર, ચેહરજી ઝાલા, મગરસિંહ ઝાલા, વિનોદ ઠાકોર, વિક્રમ પ્રતાપસિંહ

પોલીસ તપાસમાં લાગી
ગઈકાલે મોડી રાતે બનાવ બન્યો હતો. લઠ્ઠાકાંડ થયો હોય તેવી આશંકા જોવા મળી રહી છે. જેથી પોલીસ દોડતી થઈ છે. ગામમાં કોઈ બીમાર હોય તેને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી હાલ તપાસ શરૂ કરી છે. નાનકડા ગામમાં હાહાકાર મચી ગયો છે. 

રખિયાલ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાનગી રાહે બુટલેગરોની તપાસ શરૂ કરવામાં આવી રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news