હનીટ્રેપ સહિત અનેક ગુનામાં સંડોવાયેલો મજીદ થેબા થયો ગાયબ, પોલીસ પણ ગોથે ચડી

ભુજના મજીદ આમદ થેબા હનીટ્રેપ, ઘરફોડી, મિલકત બાબત સહિતના 11 ગુનામાં લાપતા બનવાનું પ્રકરણ વધુ ઘેરું બનતું જાય છે.

હનીટ્રેપ સહિત અનેક ગુનામાં સંડોવાયેલો મજીદ થેબા થયો ગાયબ, પોલીસ પણ ગોથે ચડી

ભુજ: ભુજના મજીદ આમદ થેબા હનીટ્રેપ, ઘરફોડી, મિલકત બાબત સહિતના 11 ગુનામાં લાપતા બનવાનું પ્રકરણ વધુ ઘેરું બનતું જાય છે. આ મુદે્ પશ્ચિમ કચ્છ પોલીસના નાયબ પોલીસ અધીક્ષક એન. બી. પટેલે પત્રકાર પરિષદમાં પોલીસને બદનામ કરવા અને તેના જુસ્સાને ભાંગી પાડવાનું ષડયંત્ર હોવાના આક્ષેપો કર્યા હતા.પોલીસ ઘણા લાંબા સમયથી વિવિધ ટીમો બનાવી હનીટ્રેપ, ઘરફોડી, મિલકત બાબત સહિતના ગુન્હામાં સંડોવાયેલા મજીદ આમદ થેબાને ઝડપી પાડવાન અનેક પ્રયત્નો કરી રહી છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ તપાસની વિગતોની ઝીણવટભરી છણાવટ કરતાં એલસીબી પી.આઈએ જણાવ્યું હતું કે, ભુજના સંજોગ નગરની હાફીઝા જહાંગીર પઠાણે અરજી કરી હતી કે, મજીદ તેને મારી નાખવા માગે છે. તેના અનુસંધાને 19 તારીખે રાત્રે મજીદના ઘરે પોલીસ મોબાઈલ જતા તે ત્યાંથી ભાગી ગયો હતો જે આજદિન સુધી મળ્યો નથી. 

મજીદ ઠેબા પોલીસ ચોપડે આજ દિન સુધી ગુમ મનાય છે. ત્યારથી 19/7ના રાત્રે 10 થી 12 વાગ્યા વચ્ચે જેની-જેની સાથે વાતચીત કરી છે તેની કોલ ડીટેલ્સ મળી છે. બીજા દિવસથી તેનો ફોન સ્વીચઓફ આવે છે. આ બે કલાક દરમ્યાન તેણે તેના મિત્રોથી વાતચીત કરી હતી જેમાં એક પોલીસ કોન્સ્ટેબલથી પણ વાત થઈ હોવાનું પોલીસે જણાવી ઉમેર્યું કે, તું પોલીસ સમક્ષ હાજર થઇ જાય પરંતુ તે રાત્રે નશામાં હોવાથી સવારે સરન્ડર થવાનું જણાવ્યું હતું. પરંતુ આજ દિન સુધી તે પોલીસને હાથ લાગ્યો નથી. ત્યારબાદ મજિદે રાત્રિ દરમ્યાન જેનાથી ફોન પર વાત કરી છે તેની કોલડીટેલ ઉપરાંત એકિટવાથી જે હોટલમાં ગયો હતો અને જેને મળ્યો તેના પણ પુરાવા પોલીસ પાસે છે. પોલીસે મજીદ ગુનાહિત માનસ ધરાવતો હોવાનું જણાવી તેના પર હનીટ્રેપ, ઘરફોડી, મિલકત બાબત સહિતના 11 ગુના દાખલ છે. 

આ શખ્સ અત્યંત તેજ એવા ગાંજા-દારૂના નશાનો આદિ હોવાથી નશાની અવસ્થામાં છરી લઈને ફરતો હોવાનું હાફીઝાએ જણાવતાં તેના રક્ષણ ખાતર પોલીસ તુરત તા. 19-7ના રાત્રે તેના ઘરે ધસી ગઈ હતી. ડરના લીધે કે પોલીસને બદનામ કરવાના ઈરાદે તે નાસતો ફરતો હોવાની વાત પોલીસે જણાવી હતી, આ મુદે્ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને આગેવાનો સાથે પોલીસે વાતચીત કરી સમગ્ર હકીકતથી વાકેફ કર્યા છે. ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ પોલીસને બદનામ કરતા નિવેદનો કરનારા સામે પણ પોલીસ આગામી દિવસોમાં કાયદાકીય કાર્યવાહી કરશે. તેમજ આ પ્રકરણને સામાજિક સ્વરૂપ ન આપવા પણ ભુજ પોલીસે અનુરોધ કર્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news