મધદરિયે ચકરાવા લેતા ‘મહા’ ચક્રવાતનો Video આવ્યો સામે, જુઓ
હાલ મહા વાવાઝોડું (maha cyclone) દીવના (Diu) દરિયા કાંઠાથી 220 કિલોમીટર દૂર છે. પરંતુ આ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાવાનું નથી. દરિયા કાંઠે તેની માત્ર અસર જોવા મળશે. ત્યારે મધ દરિયે ચક્રવાતની સ્થિતિ કેવી છે તેનો Video સામે આવ્યો છે. વેરાવળનાં માછીમારે પોતાના મોબાઈલ કેમેરામાં દરિયાના દ્રશ્યો વીડિયોમાં કેદ કર્યા છે. ઉના અને કોડીનાર વચ્ચેનાં દરિયાનાં આ દ્રશ્યો છે. જેમાં ભારે પવન સમુદ્રમાં ઘુમરી મારતો હોવાનો વીડિયો સ્પષ્ટ જોઈ શકાય છે.
Trending Photos
હેમલ ભટ્ટ/ગીર :હાલ મહા વાવાઝોડું (maha cyclone) દીવના (Diu) દરિયા કાંઠાથી 220 કિલોમીટર દૂર છે. પરંતુ આ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાવાનું નથી. દરિયા કાંઠે તેની માત્ર અસર જોવા મળશે. ત્યારે મધ દરિયે ચક્રવાતની સ્થિતિ કેવી છે તેનો Video સામે આવ્યો છે. વેરાવળનાં માછીમારે પોતાના મોબાઈલ કેમેરામાં દરિયાના દ્રશ્યો વીડિયોમાં કેદ કર્યા છે. ઉના અને કોડીનાર વચ્ચેનાં દરિયાનાં આ દ્રશ્યો છે. જેમાં ભારે પવન સમુદ્રમાં ઘુમરી મારતો હોવાનો વીડિયો સ્પષ્ટ જોઈ શકાય છે.
મધદરિયે ‘મહા’ ચક્રવાતનો #Video આવ્યો સામે, જુઓ pic.twitter.com/EAo6nOHSCC
— Zee 24 Kalak (@Zee24Kalak) November 7, 2019
વાવાઝોડા મહાની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. દરિયા કાંઠે પવનની ગતિમાં વધારો થયો છે. સૌરાષ્ટ્ર (Saurastra) અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના અનેક પ્રાંતોમાં મોડી રાતે હળવો વરસાદ પણ વરસ્યો છે. વાવાઝોડું બપોર સુધીમાં ડીપ ડિપ્રેશન સ્વરૂપે પસાર થવાની સંભાવના છે. મહા વાવાઝોડાની અસર તળે કંડલા બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તો સુરત જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે