ટિકિટ ન મળતા દીપક શ્રીવાસ્તવે ભાજપ સામે બળવો કર્યો, અપક્ષમાં ફોર્મ ભર્યું

ભાજપે ટિકિટ ન આપતા વડોદરાના દીપક શ્રીવાસ્તવે પક્ષ સામે બળવો કર્યો છે. ભાજપે (BJP) ટિકિટ ન આપતા મધુ શ્રીવાસ્તવના નારાજ પુત્ર દીપક શ્રીવાસ્તવે (deepak shrivastav) વોર્ડ નંબર 15 માં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અપક્ષ ઉમેદવારી કરીને દીપક શ્રીવાસ્તવે કહ્યું કે, મારા પિતા મધુ શ્રીવાસ્તવના આશીર્વાદ મારી સાથે છે. કોંગ્રેસે મને ટિકિટની ઓફર કરી હતી, પણ મેં ઠુકરાવી છે. અપક્ષમાં હું જંગી મતથી જીતીશ તેવો મને વિશ્વાસ છે. 
ટિકિટ ન મળતા દીપક શ્રીવાસ્તવે ભાજપ સામે બળવો કર્યો, અપક્ષમાં ફોર્મ ભર્યું

રવિ અગ્રવાલ/વડોદરા :ભાજપે ટિકિટ ન આપતા વડોદરાના દીપક શ્રીવાસ્તવે પક્ષ સામે બળવો કર્યો છે. ભાજપે (BJP) ટિકિટ ન આપતા મધુ શ્રીવાસ્તવના નારાજ પુત્ર દીપક શ્રીવાસ્તવે (deepak shrivastav) વોર્ડ નંબર 15 માં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અપક્ષ ઉમેદવારી કરીને દીપક શ્રીવાસ્તવે કહ્યું કે, મારા પિતા મધુ શ્રીવાસ્તવના આશીર્વાદ મારી સાથે છે. કોંગ્રેસે મને ટિકિટની ઓફર કરી હતી, પણ મેં ઠુકરાવી છે. અપક્ષમાં હું જંગી મતથી જીતીશ તેવો મને વિશ્વાસ છે. 

અમદાવાદમાં બની વિચિત્ર ઘટના, એક શખ્સ કોંગ્રેસના 3 ઉમેદવારોના ફોર્મ લઈને રફુચક્કર થયો 

દીપક શ્રીવાસ્તવે ભાજપ સામે બળવો પોકાર્યો 
દીપક શ્રીવાસ્તવ એક ટર્મ અપક્ષ અને એક ટર્મ ભાજપના કોર્પોરેટર રહી ચૂક્યા છે. આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ હોવાથી તેઓએ અપક્ષમાં ફોર્મ ભર્યું છે. વડોદરામાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (madhu shrivastav) ના દીકરા દીપક શ્રીવાસ્તવને ટિકિટ ન મળતા પિતાપુત્ર બંને નારાજ થયા હતા. ત્યારે દીપક શ્રીવાસ્તવ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચા વહેતી થઈ હતી. તો બીજી તરફ, કોંગ્રેસે પણ દીપક શ્રીવાસ્તવનો સંપર્ક સાધ્યો હતો તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેથી રહીને કોંગ્રેસે વોર્ડ નંબર 15 ના ઉમેદવારોની જાહેરાત બાકી રાખી હતી. ત્યારે આ વચ્ચે દીપક શ્રીવાસ્તવ કોંગ્રેસમાંથી ચૂંટણી ( Local Body Polls) લડી શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. ભાજપે ટિકિટ કાપતા દીપક શ્રીવાસ્તવ નારાજ છે. પરંતુ આખરે દીપક શ્રીવાસ્તવે અપક્ષ રહીને ઉમેદવારી કરી હતી. 

તો દીકરાને ટિકિટ ન આપવા અંગે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઘણા એવા નેતાઓ છે, જેમનાં સગાઓને ભાજપે ટિકિટ આપી છે. ભાજપે સંસદસભ્યના ભત્રીજાને ટિકિટ આપી છે અને મોટા પપ્પાના છોકરાને પણ ટિકિટ આપી છે. ભાજપમાં 50 ટકા ટિકિટો એવા લોકોને આપવામાં આવી છે, જેમાં સગાવાદ અને જાતિવાદ જોવા મળશે. મારો પુત્ર 10 વર્ષથી કોર્પોરેટર છે. 60 વર્ષથી ઉપર ઉંમર હોય, ત્રણ ટર્મ થઇ ગઇ હોય તો બરાબર છે, પણ મારો પુત્ર યંગ છે. છતાં સગાવાદના નામે ખોટા બહાના કરીને ટિકિટ કાપી એનું દુઃખ છે. દીપકને કોંગ્રેસે ટિકિટ આપવાનું નક્કી કર્યું છે, પણ તેમાંથી તે નહીં લડે. તેણે અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે. તે અપક્ષમાંથી જીતશે એ નક્કી છે અને આ વાડી વિસ્તારમાં ખૂબ સેવા કરી છે. અમે દરેક જાતિના લોકોની સેવા કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news