Video : પરિણીત પ્રેમિકાને મળવા ગયેલો પ્રેમી પકડાયો, પછી સાસરિયાઓએ કર્યા બુરા હાલ

લાખણીના જડિયાલી ગામમાં પ્રેમી-પંખીડાઓની ગજબ ઘટના સામે આવી છે. પરણીત પ્રેમિકાને મળવા આવેલા યુવકનું પ્રેમિકાના સાસરિયા પક્ષના લોકોએ બળજબરીથી મુંડન કરાવ્યું હતું. ત્યારે પ્રેમી યુવકનું મુંડન કરતા વીડિયો બનાવ્યો હતો, જે બનાસકાંઠામાં વાઈરલ થયો છે.

Video : પરિણીત પ્રેમિકાને મળવા ગયેલો પ્રેમી પકડાયો, પછી સાસરિયાઓએ કર્યા બુરા હાલ

અલ્કેશ રાવ/બનાસકાંઠા :લાખણીના જડિયાલી ગામમાં પ્રેમી-પંખીડાઓની ગજબ ઘટના સામે આવી છે. પરણીત પ્રેમિકાને મળવા આવેલા યુવકનું પ્રેમિકાના સાસરિયા પક્ષના લોકોએ બળજબરીથી મુંડન કરાવ્યું હતું. ત્યારે પ્રેમી યુવકનું મુંડન કરતા વીડિયો બનાવ્યો હતો, જે બનાસકાંઠામાં વાઈરલ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, થરાદના ઘોડાસરનો યુવક લાખણીના જડિયાલી ગામે રહેતી તેની પ્રેમિકાને મળવા આવ્યો હતો. પરણીત પ્રેમિકાને મળવા જતા યુવક પકડાઈ ગયો હતો. આવા યુવકો આવુ સાહસ ફરીથી ન કરે તે માટે ગામના લોકોએ યુવકને બરાબરનો પાઠ શીખવાડ્યો હતો. સાસરીયાઓએ જાણ કરતા ગામના યુવાનો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. બધાએ પતરી લઈને પ્રેમી યુવકને દોરડા સાથે બાંધીને તેનું મુંડન કર્યું હતું. ગામના યુવકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને તેને વાઈરલ કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાક દિવસોથી આ પ્રકારના વીડિયો સામે આવી રહ્યાં છે, જેમાં પ્રેમિકાને મળવા જતા પ્રેમીના બુરા હાલ કરવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં પ્રેમીનુ મુંડન કરીને તેનો વીડિયો ફરતો કરવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news