Heart Break : પ્રેમ સંબંધમાં પ્રેમીઓ ઘાતક થઈ રહ્યા છે... ગુજરાતની 3 ઘટનાથી સમાજ ચેતી જાય

betrayed by breaking heart : ગુજરાતના 3 જિલ્લામાં ઉપરાઉપરી પ્રેમિકાઓ પર હુમલાની ઘટના બની છે. જે સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે. પ્રેમમાં પડીને નાસીપાસ થયેલા લોકો કાં તો સામી વ્યક્તિને મોતને ઘાટ ઉતારે છે અથવા ન કરવાનુ કરી બેસે છે

Heart Break : પ્રેમ સંબંધમાં પ્રેમીઓ ઘાતક થઈ રહ્યા છે... ગુજરાતની 3 ઘટનાથી સમાજ ચેતી જાય

ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં પ્રેમ સંબંધમાં હુમલાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી પ્રેમ સંબંધમાં હત્યા અને હત્યાના પ્રયાસની ઘટનાઓ વધી છે. ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા પર ફરી સવાલ ઉઠ્યા છે. પ્રેમમાં પાગલ આશિકો પ્રેમિકાઓનો જીવ લેતા પણ અચકાતા નથી. ગઈકાલે ગાંધીનગરના માણસા યુવકે સગીરા પર હત્યાનો પ્રયાસ કર્યો. યુવકે ગળા પર કટરથી ઘા ઝીંકીને સગીરા પર હુમલો કર્યો હતો. આ અગાઉ ત્રણ દિવસ પહેલા ધોરાજીમાં પ્રેમીએ પ્રેમિકાને છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત પ્રેમિકાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ. હતી. જેમાં આરોપી સુલતાન અને તેમની સાથી મિત્ર રાહુલની પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત સુરતમાં થોડા દિવસ પહેલા જાહેરમાં ફેનિલ નામના યુવકે ગ્રીષ્મા નામની યુવતીની હત્યા કરી હતી. ફેનિલ ગોયાણીએ જાહેરમાં હત્યા કરી હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. પોલીસે ફેનિલની ધરપકડ કરી છે.

ઉપરની ત્રણેય ઘટનાઓ બતાવે છે કે, પ્રેમ સંબંધમાં પ્રેમીઓ ઘાતક થઈ રહ્યા છે. રાજ્યના 3 જિલ્લામાં ઉપરાઉપરી પ્રેમિકાઓ પર હુમલાની ઘટના બની છે. જે સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે. પ્રેમમાં પડીને નાસીપાસ થયેલા લોકો કાં તો સામી વ્યક્તિને મોતને ઘાટ ઉતારે છે અથવા ન કરવાનુ કરી બેસે છે. જે ગુનાખોરીનો જ એક રસ્તો છે. ગુજરાતમાં સતત વધી રહેલી આ ઘટનાઓ વાલીઓ માટે લાલબત્તી સમાન છે. સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. પ્રેમમાં એવુ તો શુ થઈ જાય છે કે લોકોનો જીવ લેવા પર આવી જાય છે. ‘તુ મારી નહિ તો કોઈની નહિ...’ આવું જુનુન પાગલ પ્રેમીઓમાં વધી રહ્યું છે. 

  • ઘટના-1

ગાંધીનગરમાં સગીરા પર જીવલેણ હુમલો થયો. માણસાના અમરાપુર નદીના પટ પર સગીરા પર હુમલો થયો. યુવકે છરીથી સગીરાના ગળા અને બોચીના ભાગ પર હુમલો કર્યો. સગીરા હાલ ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ છે. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સગીરાને તેના કાકા બોલાવે તેમ કહી નદીના કોતરમાં લઈ ગયો હતો. બન્ને વચ્ચે માથાકૂટ થતાં સગીરા પર કટરના ઘા ગળા પર ઝીંકયા હતા. પ્રેમ પ્રકરણમાં યુવકે હુમલો કર્યો હોવાની શક્યતા છે. સગીરાના ગળાના ભાગે 30થી વધુ ટાંકા આવ્યા છે. માણસા પોલીસે હત્યાના પ્રયાસ અને પોક્સો કલમ હેઠળ નોંધી ફરિયાદ છે. માણસા પોલીસે આરોપી સંજય ઠાકોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • ઘટના-2

ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગ્રીષ્મા વેંકરિયા મર્ડર કેસ ચર્ચાનો વિષય બન્યો છે. સુરત જિલ્લાના પાસોદરા ગામમાં રહેતી એક 21 વર્ષીય ગ્રીષ્મા વેકારીયાને પોતાની ઘર નજીક જઈને તેના જ પરિવાર સામે બાનમાં લઈ હત્યા કરાઈ હતી. ગ્રીષ્મા વેકરીયાની તેના એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમી ફેનિલ પંકજ ગોયાણીએ સાંજના સમયે લોકોની વચ્ચે છરી વડે ગળુ કાપી હત્યા કરી હતી. ગ્રીષ્માની હત્યા બાદ આરોપી ફેનિલે પોતે પણ જ્યાં સુધી ગ્રીષ્માનું મોત થયું ત્યાં સુધી તેની પાસે ઉભો રહ્યો હતો અને બાદમાં ખિસ્સામાંથી માવો કાઢીને ખાધો હતો. આ બાદ ગ્રીષ્માનો પરિવાર તેની પાછળ દોડ્યો હતો. આ જોઈ ફેનિલે પોતાના હાથમાં ચપ્પુ માર્યું હતું. બાદમાં પોલીસ આવતા તેને પકડી પાડ્યો હતો. 

  • ઘટના-3

ધોરાજીમાં એક યુવતી ઉપર ખૂની હુમલો થયો હતો. રાજકોટમાં રહેતી ફરજાનાબેન માલવીયા નામની યુવતીને રાજકોટ રહેતા સુલતાન ઉર્ફે ટીપુ જુણેજા સાથે પ્રેમ થઈ ગયો હતો તે વારંવાર ફરજાનાને વારંવાર મળવા બોલાવતો હતો અને છેલ્લે જ્યારે તેને મળવા બોલાવી અને તે ન આવી ત્યારે તેની ઉપર ખૂની હુમલો કર્યો હતો. સુલતાન પ્રેમિકાને વારંવાર મળવા બોલાવતો હતો અને એક વખત તે કંટાળીને તેની માતાના ઘરે ધોરાજી આવી ગઈ હતી. જેને લઈને સુલતાન ગુસ્સે ભરાયો હતો અને તે ફરજાનાને રાજકોટ પરત આવી જવા કહેતો હતો. પરંતુ ફરજાના રાજકોટ પરત જતી ન હતી જેને લઈને સુલતાન ઉર્ફે ટીપુ ગુસ્સે ભરાયો હતો અને રાજકોટથી ધોરાજી ફરજાના પાસે તેના મિત્ર સાથે આવીને તેને આડેધડ છરીના ઘા ઝીકી દીધા હતા. જેમાં ફરજાનાને બંને ગાલ ઉપર મોટી ઇજા થઇ હતી અને નાકનું ટેરવું પણ કપાઈ ગયુ હતું. સાથે સાથે હાથના આંગળા કપાઈ ગયા હતા. પોલીસે બાતમીના આધારે બંને યુવકોને પકડી પાડ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news