રાત રંગીન બનાવીને લૂંટેરી દુલ્હન 8 દિવસમાં ફરાર, ફોન પર પતિને કહ્યું-હું એક બાળકની માતા છું

Looteri Dulhan : ગુજરાતમાં લૂંટેરી દુલ્હનના કિસ્સા વધી રહ્યાં છે, ત્યારે સાવરકુંડલાના યુવકને છેતરી જતી લૂંટેરી દુલ્હન અને તેનો દલાલ પકડાયો

રાત રંગીન બનાવીને લૂંટેરી દુલ્હન 8 દિવસમાં ફરાર, ફોન પર પતિને કહ્યું-હું એક બાળકની માતા છું

Looteri Dulhan કેતન બગડા/અમરેલી : પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા ઓછી છે, જેને કારણે પુરુષોને લગ્ન માટે કન્યાઓ ઓછી મળે છે. આવામાં પુરુષોને અન્ય સમાજની યુવતીઓ લાવવી પડે તેવી ગુજરાતમાં સ્થિતિ ઉભી થઈ છે. પરંતુ આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવનારા માર્કેટમાં વધી રહ્યાં છે. લગ્નના બહાને છેતરપીંડી કરનારાઓની ગેંગ પુરુષોના પરિવારને છેતરે છે. દર વર્ષે આવા અનેક કિસ્સા બને છે. અનેક પુરુષો લૂંટેરી દુલ્હનને કારણે લૂંટાય છે. ત્યારે લગ્નની લાલચ આપીને ફસાવતી ગેંગનો પર્દાફાશ સાવરકુંડલા તાલુકા પોલીસે કરી છે. જેમાં ત્રણ મહિલા સહિત મુખ્ય સૂત્રધાર દલાલની પોલીસે ધરપકડ કરી છે. ડીવાયએસપી હરેશ વોરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી લૂંટેરી દુલ્હન અને તેના સાગરીતો અંગે સમગ્ર માહિતી આપી.

હાથમાં મહેંદી લગાવેલી આ છે લૂંટેરી દુલ્હન. આ લુંટેરી દુલ્હને કંઈકને ચુનો ચોપડીને રૂપિયા લઈને લગ્ન કર્યા છે. ગત ઓક્ટોબર મહિનામાં સાવરકુંડલાના નિકુંજ માધવાણીના લગ્ન થયા હતા. આ લગ્ન કરવામાં મુખ્ય ભૂમિકા દલાલ કિશોર મિસ્ત્રીની હતી. આ દલાલ સાવરકુંડલાના થોરડી ગામનો વતની છે. આ કિશોર મિસ્ત્રીએ જ 1 લાખ 90 હજાર લઈને નિકુંજના લગ્ન સેજલ નામની યુવતી સાથે કરાવ્યા હતા. કિશોર મિસ્ત્રીએ પોતાના ઘરે જ હાર પહેરાવીને સેજલ અને નિકુંજના લગ્ન કરાવ્યા હતા. ત્યારે સેજલની માતા ગીતા અને કાજલ નામની યુવતીઓ હાજર રહી હતી. 

આ પણ વાંચો : 

લગ્ન થયાના 8 દિવસ બાદ જ સેજલ ઘરે જવાનું કહીને નીકળી ગઈ હતી. જેના બાદ તે પરત ફરી ન હતી. આથી નિકુંજના પરિવારજોએ કિશોર મિસ્ત્રીનો સંપર્ક કર્યો હતો. કિશોરે ગલ્લાતલ્લા કર્યા હતા, અને સેજલ સાથે નિકુંજે વાત કરતા નિકુંજને સેજલે કહ્યું હતું કે, મારું સાચું નામ મુસ્કાન છે મારી મમ્મીનું નામ ગીતા નહીં પણ પરવીન છે અને હું એક બાળકની માતા છું. આ સાંભળીની નિકુંજ માધવાણીના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. 

પોતાના સાથે ફ્રોડ થયાનું લાગતા જ નિકુંજે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સાવરકુંડલા પોલીસે સુરત ખાતેથી સેજલ ઉર્ફે મુસ્કાન ગીતા બનેલ પરવીન અને કાજલ સાથે મુખ્ય સૂત્રધાર કિશોર મિસ્ત્રીની ધરપકડ કરી છે. જ્યારે કિશોરે અગાઉ પણ સાવરકુંડલાના દોલતી, બાબરા તાલુકામાં પણ આ મુસ્કાનના લગ્ન કરાવ્યા હોવાની વિગતો પોલીસને જાણવા મળી હતી. જ્યારે આ કિશોર મિસ્ત્રીએ અન્ય કોઈના પણ આવા લુટેરી દુલ્હન સાથે લગ્ન કરાવ્યા છે કે નહીં તે અંગે પોલીસ દ્વારા રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી કરી છે. આ લુંટેરી દુલ્હન વિશે અન્ય કોઈ ભોગ બન્યા હોય તો સાવરકુંડલા તાલુકા પોલીસ મથકનો સંપર્ક સાધવા પણ પોલીસે જણાવ્યું છે. લૂંટેલી દુલનના ભોગ બનેલાઓને સામે આવવા પોલીસ તંત્રએ પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news