Loksabha Election 2024: વિરોધના વંટોળ વચ્ચે રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ કરી મોટી જાહેરાત

Loksabha Election 2024: રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, એક બે દિવસમાં હું ક્યારે ફોર્મ ભરવાનો છું તેની જાહેરાત કરવામાં આવશે. રૂપાલાએ કાર્યકરોને આહવાન કરતા જણાવ્યું કે બે કાર્યક્રમમાં કાર્યકરોને ઉપસ્થિત રહેવાનું છે.

Loksabha Election 2024: વિરોધના વંટોળ વચ્ચે રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ કરી મોટી જાહેરાત

Loksabha Election 2024: ક્ષત્રિય સમાજનો વિરોધ, ટિકિટ રદ કરવાની માગણી, રૂપાલાનું દિલ્લી જવું અને ગાંધીનગરમાં રૂપાલાના નિવાસસ્થાને મોટી બેઠક આ તમામ ઘટનાક્રમ પછી લાગતું તો એવું હતું કે કદાચ ક્ષત્રિયોની માગ ભાજપ સ્વીકારી લેશે. પરંતુ ભાજપે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે આક્રમક વલણ અને દબાણ સામે ભાજપ ઝૂકશે નહીં. ઉપરથી પુરશોત્તમ રૂપાલા દિલ્લીથી પરત ફર્યા બાદ પોતાના મતવિસ્તારમાં પ્રચારમાં લાગી ગયા છે. હવે વિરોધના વંટોળ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ એક મોટી જાહેરાત કરી દીધી છે.  

વિરોધના વંટોળ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ એક મોટી જાહેરાત
રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, એક બે દિવસમાં હું ક્યારે ફોર્મ ભરવાનો છું તેની જાહેરાત કરવામાં આવશે. રૂપાલાએ કાર્યકરોને આહવાન કરતા જણાવ્યું કે બે કાર્યક્રમમાં કાર્યકરોને ઉપસ્થિત રહેવાનું છે. મૂળ અમરેલીના અને રાજકોટમાં વસતા અમરેલીના લોકોને અપીલ કરી છે. ફોર્મ ભરતી વખતે અમરેલીથી પાઘડી બંધ આવવા કાર્યકરોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે આસપાસના લોકોને કહેજો કે રૂપાલા સાહેબ આપણા જાણીતા છે, તેવું કહેવા અપીલ કરી હતી. કાર્યકરોને વધુમાં વધુ લોકોને આ વાત કહેવા જણાવ્યું હતું.

મારા પર ઈશ્વરીયા મહાદેવની કૃપા ઉતરી છે: રૂપાલા
રૂપાલાએ જણાવ્યું હતું કે મારા પર ઈશ્વરીયા મહાદેવની કૃપા ઉતરી છે. મારા માટે અંબરીશ ડેર અહી આવ્યા છે. અંબરીશ ડેરના પિતા અને મારા વર્ષો જૂના સંબંધો છે. અમરીશ ડેર તો મારી સાથે યુવા મોરચાનો કાર્યકર હતા. બીજી બાજુ રૂપાલાએ ભાષણ વચ્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે હું ભાવુક થયો તેવા સમાચાર કોઈ ચેનલમાં ચાલતા હોઈ તો તે ખોટા છે તેની નોંધ લેજો. 

પરષોત્તમ રૂપાલા ખીલ્યા
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા આજે પોતાના ભાષણમાં ખીલેલા હોય તેવું જણાયું હતું. કિશાન ગૌશાા ખાતે યોજાયેલ સ્નેહ સંવાદ કાર્યક્રમમાં રૂપાલા ખુશખુશાલ જોવા મળ્યા હતા. રૂપાલાએ અમરેલીમાં પાણીની સમસ્યાની વાતો રમૂજી શૈલીમાં રજુ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આપણે ત્યાં કહેવત છે, માંગ્યા વગર માં પણ નો પીરસે, પરંતુ માંગ્યા વગર નો પીરસે તેનું નામ નરેન્દ્ર મોદી. 

રૂપાલાએ કમળના નિશાન પર મતદાન કરવા અપીલ
બીજી બાજુ પરસોતમ રૂપાલાએ કમળના નિશાન પર મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારા માટે તો તમે મતદાન કરજો જ પણ સંગા સબંધીઓને પણ મતદાન કરવા અપીલ કરી હતી. સંગા સબંધીઓને કમળમાં મતદાન કરવા ટપાલ લખજો. ભાજપના જે કામ ગમતા હોઈ તે પણ ટપાલમાં લખજો. 

ભાજપ રૂપાલાને જરા પણ બદલવાના મુડમાં નથી!
ઉલ્લેખનીય છે કે, રાજકોટથી ભાજપ રૂપાલાને જરા પણ બદલવાના મુડમાં હોય તેમ લાગતું નથી. પુરશોત્તમ રૂપાલા દિલ્લીથી પરત ફર્યા બાદ પોતાના મતવિસ્તારમાં પ્રચારમાં લાગી ગયા છે. પ્રચારમાં લાગી જવું એ સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપ દબાણ સામે ઝૂકવા માટે તૈયાર નથી. તો સામે ક્ષત્રિયોએ પણ રૂપાલા બાયકોટનું પોસ્ટર વૉર શરૂ કર્યું છે.

રાજકોટમાં રૂપાલાએ પોતાનું ઘર ખાલી કર્યુ 
ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ રાજકોટમાં પોતાનું ઘર ખાલી કર્યુ છે. અમીન માર્ગ પરના બંગલાને પરશોતમ રૂપાલાએ ખાલી કર્યો છે. અત્રે જણાવીએ કે, રાજકોટના મવડી વિસ્તારમાં ફલેટમાં રહેવા માટે ગયા છે. રહેઠાણના ફેરબદલને કારણે રાજકોટની જનતામાં અનેક પ્રકારની ચર્ચા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news