લોકસભા ચૂંટણી 2019: ગુજરાત જીતવા માટે હવે ભાજપ જાદુગરોના સહારે

લોકસભાની ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેમાં ભાજપ પ્રચાર પ્રસાર કરવામાં માહેર છે. મતદાતાને આકર્ષવા માટે ભાજપ ટેકનોલોજી અને પરંપરાગત કલાઓનો ઉપયોગ કરી રહ્યું છે. ભાજપ ગુજરાતની 26 લોકસભા સીટ માટે ડિજિટલ ટેકનોલોજી અને જાદુગરોનો ઉપયોગ કરી રહ્યું છે.

લોકસભા ચૂંટણી 2019: ગુજરાત જીતવા માટે હવે ભાજપ જાદુગરોના સહારે

ઉદય રંજન/અમદાવાદ: લોકસભાની ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેમાં ભાજપ પ્રચાર પ્રસાર કરવામાં માહેર છે. મતદાતાને આકર્ષવા માટે ભાજપ ટેકનોલોજી અને પરંપરાગત કલાઓનો ઉપયોગ કરી રહ્યું છે. ભાજપ ગુજરાતની 26 લોકસભા સીટ માટે ડિજિટલ ટેકનોલોજી અને જાદુગરોનો ઉપયોગ કરી રહ્યું છે. 26 લોકસભા સીટ પર 52 ડિજિટલ LED રથ પ્રસ્થાન કરવામાં કરવામાં આવ્યા છે. એક લોકસભા સીટ પર 2 ડિજિટલ રથ પ્રચાર કરશે. ડિજિટલ રથની સાથે ભાજપ પ્રચાર માટે પરંપરાગત જાદુ કલાનો પણ ઉપયોગ કર્યો છે. ગુજરાતમાં 52 જાદુગરની ટિમ 26 લોકસભા સીટ પર પ્રચાર કરશે. 

ગુજરાતમાં ડિજિટલ એલઇડી રથ મારફતે ભાજપે પ્રચાર કરવાની શરૂઆત કરી છે. આ એલઇડી રથમાં કુલ 17 મિનિટની ડોક્યુમેન્ટરી હશે. જેમાં ‘મેં ભી ચોકીદાર’ની 7 મિનિટની ડોક્યુમેન્ટતી અને ‘મોદી હૈ તો મુમકીન હૈ’ ની 3 મિનિટની ડોક્યુમેન્ટરી અને ઉપરાંત 7 મિનિટની ડોક્યુમેન્ટરીમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવામનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ તમામ ડિજિટલ રથ શહેર અને ગામડામાં ફરશે. જાહેર સ્થળો અને સોસાયટી જેવા સ્થળો પર ઉભા રહેશે અને લોકો સુધી મેસેજ પહોંચાડવા આવશે.

ભાજપે પરંપરાગત કલાઓને પણ પોતાના પ્રચારનું માધ્યમ બનાવ્યું છે. મહારાષ્ટ્રના મુસ્લિમ જાદુગરોની ટિમ જાદુની વિવિધ કલા મારફતે ભાજપનો પ્રચાર કરશે. ગુજરાતના ગામડ, શેરી મહોલ્લા સુધી કેન્દ્ર સરકારની યોજના પહોંચાડવા માટે જાદુગરની 52 ટિમ પ્રચાર કરશે. ભાજપ સરકારને વોટ કરવા માટે જાદુગરોએ અલગ અલગ જાદુ કલા વિકસાવી છે. ભાજપને વોટ કરવાથી શું ફાયદા થશે અને છેલ્લા 5 વર્ષમાં મોદી સરકારે કેવા કામો કર્યા તે જાદુ મારફતે લોકો સુધી પહોંચાડવાનો ભાજપ પ્રયત્ન કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news