લોકરક્ષક દળમાં બનાવટી નિમણૂક પત્રના આધારે નોકરી આપવાનો કીમિયો કેવી રીતે થયો ફેલ?
ભેજાબાજ ચાવડા બંધુનો બનાવટી નિમણૂક પત્રનો પ્રથમ કિમીયો પાસ થાત તો 28 જેટલા ઉમેદવારોને ખોટી રીતે સરકારી નોકરીમાં આપી દેવામાં આવત.
Trending Photos
દિવ્યેશ જોશી, રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા કોઈપણ વિભાગ માટેની સરકારી પરીક્ષા બહાર પાડવામાં આવે ત્યારે ભેજાબાજો સક્રિય થઈ જાય છે અને પેપર કઈ રીતે લીક કરવા અથવા બનાવટી નિમણૂક પત્ર કઈ રીતે તૈયાર કરવા ત્યારે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021માં લોકરક્ષકની ભરતી યોજવામાં આવી હતી જેમાં જસદણ તાલુકાના શિવરાજપુર ગામ ખાતે રહેતો ઉમેદવાર આ ભરતીમાં ગ્રાઉન્ડ પરીક્ષામાં નાપાસ થયો હતો જેથી આ અંગેની જાણ તેના કૌટુંબિક મામાને કરતા તેઓએ જણાવ્યું હતું કે અમારૂ લોકરક્ષક બોર્ડમાં સેટિંગ છે અને પરીક્ષામાં પાસ થવું હોય તો ચાર લાખ રૂપિયા ચૂકવવા પડશે જેથી ઉમેદવાર અને તેના પિતા તૈયાર થઈ જતા તેઓએ બે ભાગમાં ચાર લાખ રૂપિયા ચૂકવી દીધા હતા ત્યારે આ સમગ્ર કારસ્તાન છે તેને કઈ રીતે આચરવામાં આવ્યું હતું ચાલો જાણીએ.....
ગ્રાઉન્ડ પરીક્ષામાં નાપાસ થયેલો ઉમેદવાર પોલીસમાં હાજર થવા પહોંચ્યો-
જસદણ તાલુકાના શિવરાજપુર ગામ ખાતે રહેતો પ્રદીપ મકવાણા નામનો યુવાન વર્ષ 2021ની લોકરક્ષકની ગ્રાઉન્ડ પરીક્ષામાં નાપાસ થયો હતો ત્યારે તેને આ અંગેની વાત તેના કૌટુંબિક મામા ભાવેશભાઈ ચાવડાને કરી હતી ત્યારે ભાવેશભાઈ ચાવડાએ તેના ભાઈ બાલાભાઈ ચાવડાને લોકરક્ષક બોર્ડમાં સારી એવી ઓળખાણ છે અને તે પાસ કરાવવા માટે ચાર લાખ રૂપિયા લેશે જેથી ઉમેદવાર પ્રદીપ મકવાણાએ તેના પિતા ભરત મકવાણાને આ સમગ્ર વાતની જાણ કરી હતી અને પિતા પુત્ર ચાર લાખ રૂપિયા બે ભાગમાં આપવા માટે તૈયાર થઈ ગયા હતા અને કુલ ચાર લાખની ચુકવણી થઈ ગયા બાદ ભેજાબાજ ચાવડા બંધુએ બનાવટી નિમણૂક પત્ર ટપાલ મારફત ઉમેદવાર પ્રદીપ મકવાણાને મોકલી સમગ્ર કારસ્તાન આચાર્ય હતું...
લોકરક્ષક બોર્ડમાંથી બોલું છું...૧૯ ઓગસ્ટ 2023ના રોજ રાજકોટ પોલીસ મથકની મુખ્ય કચેરીએ હાજર થવાનું છે-
લોકરક્ષકમાં ઉમેદવાર તરીકે પ્રદીપ મકવાણા પાસ થઈ ગયો હોવાનું ટપાલ મારફત બનાવટી નિમણૂક પત્ર મળ્યા બાદ ભેજાબાજ ચાવડા બંધુએ એક મહિલા પાસે ઉમેદવાર પ્રદીપ મકવાણાને ફોન કરાવ્યો હતો અને મહિલાએ લોકરક્ષક બોર્ડમાંથી બોલતા હોવાની પોતાની ઓળખ આપી હતી અને જે નિમણૂક પત્ર મોકલવામાં આવ્યો છે તે નિમણૂક પત્ર લઈને રાજકોટ શહેર પોલીસની મુખ્ય મથકે ૧૯ ઓગસ્ટ 2023ના રોજ હાજર થવાનું જણાવ્યું હતું જેથી ઉમેદવાર પ્રદીપ મકવાણા બનાવટી નિમણૂક પત્ર લઈને રાજકોટ પોલીસ મથકે પહોંચ્યું ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવતા પોલીસને શંકા જતા આ સમગ્ર ઘટનાની જાણ ક્રાઈમ બ્રાન્ચને કરવામાં આવી હતી...
ભેજાબાજ ચાવડા બંધુએ કુલ ૨૮ બનાવટી નિમણૂક પત્ર તૈયાર કર્યા હતા જેમાંથી પહેલો કીમ્યો જ ફેલ થયો-
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આ ઘટનામાં ઊંડાણપૂર્વક તપાસ કરતા મુખ્ય સૂત્રધાર તરીકે જસદણના રહેવાસી ભરતભાઈ ચાવડા અને બાલાભાઈ ચાવડાની સંડોવણી હોવાને લીધે આ બંને ભેજાબાજની અટકાયત કરી તેની આગવી ઢબે પૂછપરછ કરતા બંને એ પોલીસ સમક્ષ કબુલાત આપી હતી કે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના કુલ ૨૮ ઉમેદવારો લોકરક્ષકમાં ગ્રાઉન્ડ કે લેખિત પરીક્ષામાં ફેલ થયા હતા અને તે તમામ ઉમેદવારોએ આ ચાવડા બંધુનો સંપર્ક કર્યો હતો જેથી આ ભેજાબાજ ચાવડા બંધુએ પ્રતિ ઉમેદવાર દીઠ ચારથી પાંચ લાખ રૂપિયા વસૂલવાનું નક્કી કર્યું હતું અને પ્રથમ ઉમેદવાર એટલે કે પ્રદીપ મકવાણાને જે બનાવટી નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો તેના આધારે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પાસ થઈ જાય તો અન્ય 28 ઉમેદવારોને માટે તૈયાર કરાયેલા બનાવટી નિમણૂક પત્રને આધારે સરકારી નોકરીમાં લગાડી દેવામાં આવશે પરંતુ આ સમગ્ર કારસ્તાનનું રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો હતો.
વેરિફિકેશનમાં એક જ ક્રમાંક નંબરના બે ઉમેદવાર નીકળતા સમગ્ર ભાંડો ફૂટ્યો-
ભેજાબાજ ચાવડા બંધુએ જે બનાવટી નિમણૂક પત્ર ઉમેદવાર પ્રદીપ મકવાણાને આપ્યું હતું તે નિમણૂક પત્રમાં જે ક્રમાંક નંબર દર્શાવવામાં આવ્યો હતો તે ક્રમાંક નંબરમાં અંદાજે ત્રણ મહિના પહેલા પોતાની મહેનતના આધારે પાસ થયેલ ઉમેદવાર તાલીમ લઈ રહ્યો હતો જેથી એક જ ક્રમાંક નંબરમાં બીજા ઉમેદવાર તરીકે પ્રદીપ મકવાણા આવતા પોલીસ પણ ચોકી ગઈ હતી અને આ સમગ્ર ઘટનાની જાણ ક્રાઈમ બ્રાન્ચને કરી હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર કારસ્તાનમાં કુલ ચાર વ્યક્તિની અટકાયત કરી હતી જેમાં ઉમેદવાર પ્રદીપ મકવાણા તેમજ તેના પિતા ભરત મકવાણા અને આ સમગ્ર ઘટનાના ભેજાબાજ ભાવેશ ચાવડા અને બાલાભાઈ ચાવડા વિરુદ્ધ આઇપીસી ની કલમ 465,467,468,471,474 અને 120બી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે જેમાં ફરિયાદી તરીકે રાજકોટ મુખ્ય પોલીસ મથકના પીઆઇ મહમદ શકીલ મકવાણાને ફરીયાદી બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત ચાવડા બંધુ પાસેથી પોલીસે કોમ્પ્યુટર,હાર્ડ ડિસ્ક અને બનાવટી નિમણૂક પત્રમાં વાપરવામાં આવતા સહી સિક્કા કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે