Gujarat Rain Live Updates : પાણી ઓસર્યા બાદ ભયંકર નજારો, વીડિયો અને તસવીરો તમને રડાવી મૂકશે
Gujarat Floods : ગુજરાતમાં જળસંકટને લઈને કેન્દ્ર સરકાર પણ એલર્ટ.. પ્રધાનમંત્રી મોદીએ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત.. ફોન પર વાત કરીને મેળવી રાજ્યની સ્થિતિ અંગેની માહિતી.. રાજ્યમાં સવારથી અત્યાર સુધીમાં 251 તાલુકામાં વરસ્યો વરસાદ...4 દિવસના અનરાધાર વરસાદથી 28 લોકોએ ગુમાવ્યા જીવ... હજુ બે દિવસ ભારે વરસાદની છે આગાહી....
Trending Photos
Gujarat rescue operations : ગુજરાતમાં ગત દિવસો દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોર ઘટ્યું છે. જ્યારે, કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં હજુ પણ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને કચ્છના અબડાસા તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ૨૪ કલાકમાં ૧૦ ઈંચ જેટલો, જામનગર, કચ્છ અને પોરબંદર જિલ્લામાં ૫-૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વરસાદથી અનેક શહેરોની હાલત ખરાબ છે તો કુલ 28 લોકોનાં મોત અને 42 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. સરકારે 3641 લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન કર્યું છે. રાજ્યમાં એનડીઆરએફની 15, એસડીઆરએફની 25 અને આર્મીની 9 ટુકડીઓ તૈનાત કરાઈ છે. રાજ્યમાં 939 રસ્તાઓ છે બંધ.... બસ વ્યવહારની વાત કરીએ તો 1037 રૂટ અને 4058 ટ્રીપ કેન્સલ કરાઈ છે. જ્યાં જુઓ ત્યાં બસ તબાહીની તસવીરો હવે સામે આવી રહી છે. રાજ્યમાં 124 ડેમ હાઈ એલર્ટ પર તો 17 ડેમ એલર્ટ પર છે. ભારતીય હવામાન વિભાહે 1 સપ્ટેમ્બર સુધી માચીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપી છે. આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે