દાદાનું ઐતિહાસિક બજેટ : એક પણ વેરો વધાર્યા વિના 3.32 લાખ કરોડના બજેટની ગુજરાતને આપી ભેટ

Gujarat Budget 2024 : નાણા મંત્રી કનુભાઈ દેસાઈ સતત ત્રીજી વખત 2024-25નું રજૂ કરી રહયાં છે. આ બજેટનું કદ 3.32 લાખ કરોડનું બજેટ છે. આ બજેટમાં અનેક મોટી જાહેરાત કરાઈ છે. સરકારે 8 પાલિકાઓને મનપાનો દરજજો આપ્યો છે. 

દાદાનું ઐતિહાસિક બજેટ : એક પણ વેરો વધાર્યા વિના 3.32 લાખ કરોડના બજેટની ગુજરાતને આપી ભેટ
LIVE Blog

Budget 2024 : આજે નાણામંત્રી કનુ દેસાઈએ સતત ત્રીજી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે. આ 2024-25નું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે. જે 3.32 લાખ કરોડ રૂપિયાનું છે. આ બજેટમાં આરોગ્ય, શિક્ષણ અને કૃષિની સુવિધાઓ પર ભાર મૂકાશે. રાજ્યની પ્રજા માટે સરકાર ખજાનાનો ભંડાર ખોલી શકે છે. યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને બજેટમાં અનેક આશા અને અપેક્ષાઓ છે. પહેલીવાર લોકસભા ચૂંટણી પહેલાં પૂર્ણ કદનું બજેટ રજૂ થયું છે.  ગુજરાત દેશના વિકાસમાં પોતાનો ફાળો ઉત્તરોત્તર વધારી, દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયેલ છે. રાજયની આ વિકાસયાત્રાના પ્રણેતા અને ગુજરાતના પનોતાપુત્ર માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આઝાદીની શતાબ્દી એટલે કે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા વિકસિત ભારત@૨૦૪૭ નું આહ્વાન કર્યું છે. વિકસિત ભારતની આ સંકલ્પનામાં, ગુજરાત અગત્યનો ફાળો ભજવી, દેશના આર્થિક અને સામાજિક વિકાસનું સુકાન સંભાળે તે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારનું ધ્યેય હોવાનું કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. 

 

 આ બજેટ સંપૂર્ણપણે પેપરલેસ બજેટ થશે. કારણ કે, ગુજરાત વિધાનસભામાં હવે પેપરલેસ કાર્યવાહી થાય છે. તેથી નાણા મંત્રી કનુ દેસાઈ પણ ટેબ્લેટના માધ્યમથી જ બજેટ રજુ કરશે. ચુંટણી હોવાના કારણે રાજ્ય સરકાર મોટી જાહેરાતો પણ કરી શકે છે. વિકસિત ભારત @ 2047 નો રોડમેપ દર્શાવતું આ બજેટ હશે. જેને મધ્યમવર્ગીય પરિવારને બહુ મોટી આશા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

02 February 2024
12:46 PM

કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,194 કરોડની જોગવાઈ

 ટ્રેક્ટર તેમજ કૃષિ સાધનોની ખરીદી માટે 701 કરોડની જોગવાઈ 

વન્ય પ્રાણીઓ દ્વારા ખેતીને થતું નુકસાન અટકાવવા માટે 350 કરોડ

રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત 218 કરોડની જોગવાઈ
 એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને 200 કરોડની જોગવાઈ 

પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાની વિવિધ યોજના માટે 168 કરોડની જોગવાઈ

ખેડૂતને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે 199 કરોડની જોગવાઈ

બાગાયતી પાક ના વાવેતર તેમજ વિવિધ પાક સંગ્રહ માટે 294 કરોડની જોગવાઈ

નવા બાગાયતી પાકોને પ્રોત્સાહન આપવા માટે 160 કરોડની જોગવાઈ 

કૃષિ યુનિવર્સિટી વ્યવસ્થા અને સંશોધન માટે 930 કરોડની જોગવાઈ 

કામધેનુ યુનિવર્સિટી માટે 324 કરોડની જોગવાઈ 

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 425 કરોડની જોગવાઈ

મત્સ્ય ઉદ્યોગનાઆધુનિકીકરણ માટે 627 કરોડની જોગવાઈ

સાગર ખેડુઓને હાઈ સ્પીડ ડીઝલ વેટ રાહત યોજના માટે 463 કરોડની જોગવાઈ

દરિયાઈ તથા ભાંભરાપાણીમાં મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે 134 કરોડની જોગવાઈ

ખેડૂતોને પાક લોન ધિરાણ આપવા માટે 1140 કરોડની જોગવાઈ 

પશુપાલકો તથા માછીમારોને લોન આપવા માટે 75 કરોડની જોગવાઈ

12:43 PM

પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 12,138 કરોડની જોગવાઈ

15 માં નાણાપંચ અંતર્ગત ગ્રામ્ય માળખાકીય સુવિધાઓ માટે 2600 કરોડની જોગવાઈ

ગ્રામ્ય કક્ષાએ પાણી પુરવઠા યોજનાના અમલીકરણ અને વારિ ગૃહોના વીજબિલ ચૂકવવા 974 કરોડ

ગ્રામ્ય વિસ્તારમાં નિર્મળ ગુજરાત હેઠળ કચરાના કાયમી નિકાલ માટે 300 કરોડ

આંતરરાષ્ટ્રીય સરહદ પરના ગામોમાં માળખાગત સુવિધા વિકસાવવા 10 કરોડ

મનરેગા યોજના હેઠળ રોજગારી આપવા 1309 કરોડની જોગવાઈ

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે 751 કરોડ

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત 3 લાખ સ્વસહાય જૂથો માટે 262 કરોડ

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ 255 કરોડની જોગવાઈ

પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહા અભિયાન હેઠળ ઘર આપવા 164 કરોડની જોગવાઈ

આંતયોદય પરિવારની 50 હજાર મહિલાઓને લખપતિ બનવા સમર્થ બનાવવા 100 કરોડની જોગવાઈ

12:42 PM

બજેટમાં શિક્ષણ માટે શું જાહેરાત?, 45 હજાર સ્માર્ટકલાસ બનશે
        
શિક્ષણ વિભાગ માટે 55,144 કરોડની જોગવાઈ
15,,000થી વધારે નવા ઓરડાઓ બનાવાશે
45,000 સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવશે
15,000 શાળાઓમાં 2 લાખ કમ્પ્યુટર અપાશે
162 નવી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે
10 RMSA માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે
નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ
નમો સરસ્વતી યોજના હેઠળ 250 કરોડની જોગવાઈ
પ્રાથમિક-માધ્યમિક શાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 3000 કરોડની જોગવાઈ
ધો.9થી 12ના 1 લાખ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ સુવિધા મળશે
વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન માટે 1400 કરોડની જોગવાઈ
MYSY અંતર્ગત 75 હજાર વિદ્યાર્થીઓ માટે 400 કરોડની જોગવાઈ
MKKN અંતર્ગત મેડિકલના 4500 વિદ્યાર્થીઓ માટે 160 કરોડની જોગવાઈ
સ્ટેટ યુનિવર્સિટીમાં માળખાકીય વિકાસ માટે 101 કરોડની જોગવાઈ
PH.Dના 2000 વિદ્યાર્થીઓ માટે 40 કરોડની જોગવાઈ
CMSS અંતર્ગત 2500 વિદ્યાર્થીઓ માટે 30 કરોડન જોગવાઈ
જ્ઞાન ગુરુ ક્વિઝ અંતર્ગત 30 કરોડની જોગવાઈ
સરકારી ઈજનેરી કોલેજમાં રિસર્ચ પાર્ક માટે 10 કરોડની જોગવાઈ

12:41 PM

બજેટમાં મહિલાઓ  અને ખેડૂતો માટે શું થઈ મોટી જાહેરાત

વિધવા બહેનો માટે 2363 કરોડની જોગવાઈ
આંગણવાડીના બાળકો, કિશોરી, સગર્ભા માતા માટે 878 કરોડની જોગવાઈ
કિશોરીઓને ટેક હોમ રાશન માટે 344 કરોડની જોગવાઈ
સગર્ભા-ધાત્રી માતાને અનાજ માટે 322 કરોડની જોગવાઈ
2 કિલો ચણા, 1 કિલો તુવેરદાળ અને 1 લિટર તેલ અપાશે
વ્હાલી દીકરી યોજના માટે 252 કરોડની જોગવાઈ
આંગણવાડીના વિકાસ માટે 200 કરોડની જોગવાઈ
દૂધ સંજીવની યોજના માટે 132 કરોડની જોગવાઈ
સુરતમાં નારી સંરક્ષણ કેન્દ્રના વિકાસ માટે 16 કરોડની જોગવાઈ
----------------------
ટ્રેક્ટર, ખેતીના યાંત્રિક સાધનો માટે 701 કરોડની જોગવાઈ
કાંટાળા તારની વાડ માટે સોલાર ફેન્સિંગ બનાવવા 350 કરોડની જોગવાઈ
એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમને સહાય આપવા 200 કરોડની જોગવાઈ
ખાતેદાર ખેડૂતના આકસ્મિક મોતના કેસમાં વીમા રક્ષણ માટે 81 કરોડની જોગવાઈ
સર્ટિફાઈડ બિયારણના વિતરણ માટે 80 કરોડની જોગવાઈ
મિલેટ્સના વાવેતર માટે 35 કરોડની જોગવાઈ
દેશી ગાયના નિભાવ ખર્ચ માટે 19 કરોડની જોગવાઈ

12:40 PM

બજેટમાં આરોગ્ય માટે શું જાહેરાત? 15 લાખથી વધુ કામદારોના પરિવાર માટે 221 કરોડની જોગવાઈ

આરોગ્ય વિભાગ માટે 20,100 કરોડની જોગવાઈ
2531 ખાનગી-સરકારી હોસ્પિટલમાં કેશલેસ સારવાર માટે 3110 કરોડની જોગવાઈ
મેડિકલ કોલેજ-હોસ્પિટલ સાથે ત્રિસ્તરીય માળખા માટે 2308 રોડની જોગવાઈ
GMERS સંચાલિત મેડિકલ હોસ્પિટલ માટે 1000 કરોડની જોગવાઈ
શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે 350 કરોડની જોગવાઈ
319 નવી એમ્બ્યુલન્સ માટે 76 કરોડની જોગવાઈ
U.N મહેતા હાર્ટ-કિડની હોસ્પિટલ માટે 60 કરોડની જોગવાઈ
અમદાવાદમાં બાળવા નજીક 300 બેડની હોસ્પિટલ બનશે
સુરતના કામરેજ નજીક 300 બેડની હોસ્પિટલ બનશે
આયુષ હેઠળના દવાખાનાઓ માટે 482 કરોડની જોગવાઈ
15 લાખથી વધુ કામદારોના પરિવાર માટે 221 કરોડની જોગવાઈ
સુરતમાં ખોરાક-ઔષધ નિયમન વિભાગની કચેરી માટે 87 કરોડની જોગવાઈમ
મૂક-બધિર દિવ્યાંગોના એક્સેલન્સ સેન્ટરની સ્થાપના માટે 10 કરોડની જોગવાઈ

12:38 PM

તમે જાણી લો બજેટમાં સરદાર સરોવર યોજનાને શું મળ્યું?,  4798 કરોડની કરાઈ જોગવાઈ

કચ્છ-સૌરાષ્ટ્ર શાખાના નહેરના સંચાલન માટે 765 કરોડની જોગવાઈ
નર્મદાના કમાન્ડ એરિયામાં નહેરના વિકાસ માટે 590 કરોડની જોગવાઈ
અમદાવાદના નળકાંઠાના વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટે 300 કરોડની જોગવાઈ
નર્મદા મુખ્ય નહેરની જાળવણી માટે 186 કરોડની જોગવાઈ
એકતાનગર ખાતે વિદ્યુત મથકની જાળવણી માટે 136 કરોડની જોગવાઈ

12:33 PM

ગુજરાતને પાણીદાર બનાવશે ભૂપેન્દ્ર પટેલ સરકારનું બજેટ, જાણી લો કેટલા કરોડની કરાઈ જોગવાઈ

કચ્છમાં નર્મદાના પૂરનું પાણી પહોંચાડવા 2700 કરોડની જોગવાઈ
સૌરાષ્ટ્રની સૌની યોજના માટે 432 કરોડની જોગવાઈ
તાપી-કરજણ લીંક પાઈપલાઈન માટે 220 કરોડની જોગવાઈ
ખેરાલુ-સતલાસણાના તળાવોને ભરવા 150 કરોડની જોગવાઈ
હીરાપુરા,આંબોડ, માધવગઢ, ફતેપુરામાં બેરેજ માટે 169 કરોડની જોગવાઈ
સૌની યોજના હેઠળ વીંછીંયા અને ધરઈ જળાશયને જોડવામાં આવશે
પોઈચામાં મહી નદી પર વિયર બનાવવા 150 કરોડની જોગવાઈ
સોનગઢ-ઉચ્છલ-નિઝર ઉદ્ધવહન પાઈપલાઈન માટે 150 કરોડની જોગવાઈ
દ.ગુજરાતમાં નદીઓ પર મોટા ડેમ, વિયર માટે 130 કરોડની જોગવાઈ
સુજલામ સુફલામ સ્પ્રેડિંગ નહેરના આધુનિકીકરણ માટે 125 કરોડની જોગવાઈ
મહી આધારિત સિંચાઈ યોજનાની કામગીરી માટે 120 કરોડની જોગવાઈ
પાનમ જળાશય આધારિત પાઈપલાઈન માટે 96 કરોડની જોગવાઈ
વાંકડી ગામથી સંતરામપુરના તળાવોની સિંચાઈ યોજના માટે 80 કરોડની જોગવાઈ
વાત્રક જળાશય આધારિત સિંચાઈ યોજના માટે 60 કરોડની જોગવાઈ
મેશ્વો,ખારી,પુષ્પાવતી અને રૂપેણ નદી પર ચેકડેમ માટે 55 કરોડની જોગવાઈ
બાલારામથી મલાણા સુધી પાઈપલાઈન માટે 50 કરોડની જોગવાઈ
વિરાવળ-કસ્બાપારમાં પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર યોજના માટે 46 કરોડની જોગવાઈ
ગણદેવીમાં વાઘરેડ ટાઈડલ રેગ્યુલેટર યોજના માટે 45 કરોડની જોગવાઈ
કચ્છમાં મોટા ચેકડેમ, તળાવ વગેરેમાં જળસંગ્રહ માટે 45 કરોડની જોગવાઈ
કડાણા જળાશય આધારિત સરસડી સિંચાઈ યોજના માટે 35 કરોડની જોગવાઈ
મેશ્વો આધારિત સિંચાઈ યોજના માટે 35 કરોડની જોગવાઈ
હાથમતી જળાશય આધારિત સિંચાઈ યોજના માટે 35 કરોડની જોગવાઈ

12:21 PM

સમગ્ર નવસારી માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે !!!
 

12:14 PM

કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,194 કરોડની જોગવાઈ

 ટ્રેક્ટર તેમજ કૃષિ સાધનોની ખરીદી માટે 701 કરોડની જોગવાઈ 

વન્ય પ્રાણીઓ દ્વારા ખેતીને થતું નુકસાન અટકાવવા માટે 350 કરોડ

રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત 218 કરોડની જોગવાઈ

 એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને 200 કરોડની જોગવાઈ 

પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાની વિવિધ યોજના માટે 168 કરોડની જોગવાઈ

ખેડૂતને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે 199 કરોડની જોગવાઈ

બાગાયતી પાક ના વાવેતર તેમજ વિવિધ પાક સંગ્રહ માટે 294 કરોડની જોગવાઈ

નવા બાગાયતી પાકોને પ્રોત્સાહન આપવા માટે 160 કરોડની જોગવાઈ 

કૃષિ યુનિવર્સિટી વ્યવસ્થા અને સંશોધન માટે 930 કરોડની જોગવાઈ 

કામધેનુ યુનિવર્સિટી માટે 324 કરોડની જોગવાઈ 

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 425 કરોડની જોગવાઈ

મત્સ્ય ઉદ્યોગના આધુનિકીકરણ માટે 627 કરોડની જોગવાઈ

સાગર ખેડુઓને હાઈ સ્પીડ ડીઝલ વેટ રાહત યોજના માટે 463 કરોડની જોગવાઈ

દરિયાઈ તથા ભાંભરાપાણીમાં મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે 134 કરોડની જોગવાઈ

ખેડૂતોને પાક લોન ધિરાણ આપવા માટે 1140 કરોડની જોગવાઈ 

પશુપાલકો તથા માછીમારોને લોન આપવા માટે 75 કરોડની જોગવાઈ

12:11 PM

ગુજરાતના બજેટની મોટી મોટી જાહેરાતો

ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું---

નાણામંત્રીએ 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ કર્યું---

ગુજરાતને ગુણવંતુ, ગરવી, ગ્લોબલ, ગ્રીન બનાવવાનો ધ્યેય--

ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને બજેટમાં પ્રાધાન્ય--

અમૃતકાળના આગામી 25 વર્ષને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યું--

બજેટમાં સૌથી મોટી જાહેરાત જનરક્ષક યોજનાની કરવામાં આવી--

હવે રાજ્યમાં એક જ નંબર 112 પર પોલીસ, ફાયર, ઈમરજન્સી સુવિધા મળશે--

શહેરમાં 10 મિનિટમાં, ગામડામાં 30 મિનિટમાં પોલીસ પહોંચશે--

આ સાથે બીજી મોટી જાહેરાત સાત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની કરવામાં આવી--

રાજ્યના સાત શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે--

નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી મહાનગરપાલિકા બનશે--

આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર/વઢવાણ મહાનગરપાલિકા બનશે--

આ વખતના બજેટમાં રાજ્ય સરકારે પ્રધાનમંત્રીના નામથી યોજનાઓ શરૂ કરી--

નમો લક્ષ્મી,નમો સરસ્વતી, નમો શ્રી યોજના  શરૂ થશે---

આ સાથે અયોધ્યામાં 10 કરોડના ખર્ચે ગુજરાતી ભવન બનાવવાની જાહેરાત કરવામાં આવી--

ગિફ્ટ સિટી અને તેની આસપાસના વિસ્તારના વિકાસ માટે બજેટમાં ખાસ જોગવાઈ--

આશા વર્કરોને પ્રસુતિ દીઠ 3 હજાર પ્રોત્સાહન અપાશે--

રાજ્યમાં નવી ફેમિલી કોર્ટ સ્થાપવા માટે જોગવાઈ કરાઈ--

12:04 PM

ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ માટે 9,228 કરોડની જોગવાઈ 

ટેક્સટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે 1,600 કરોડની જોગવાઈ 

એમ.એસ.એમઇ  માટે 1550 કરોડની જોગવાઈ 

મોટા કદના ઉદ્યોગોના પ્રોત્સાહન માટે 1145 કરોડની જોગવાઈ

ઔદ્યોગિક વસાહતોના ટ્રીટેડ વેસ્ટ વોટરનો નિકાલ માટે ડીપ સી પાઇપલાઇન યોજનાન

ડીપ સી પાઇપ લાઇન નાખવા માટે 440 કરોડની જોગવાઈ

સ્ટાર્ટ અપ પ્રવૃત્તિને પોષણ આપવા 120 કરોડની જોગવાઈ

લોજિસ્ટિક ખર્ચ ઘટાડવા 100 કરોડની જોગવાઈ 

જીઆઇડીસી વસાહત ,પ્લગ એન્ડ પ્લે ,સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવવા તથા મેડિકલ ડિવાઇસ પાર્ક વિકસાવવા માટે 136 કરોડની જોગવાઈ

વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત 262 કરોડની જોગવાઈ

12:00 PM

પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સ્પોર્ટની યોજનામાં મહત્વની જોગવાઈ

રાજ્ય સરકારે ટ્રાન્સ્પોર્ટ યોજનાનો વ્યાપ વધાર્યો 

ધોરણ ૯ થી ૧૨ના અંદાજીત ૧ લાખ વિદ્યાર્થીઓ ને ટ્રાનેસ્પોર્ટ સહાયમાં આવરી લેવાશે

વિદ્યાર્થીઓને ટ્રાન્સ્પોર્ટ સેવાઓ માટે હાલની ૧૩૦ કરોડની યોજના બમણી કરી ૨૩૦ કરોડ કરવામાં આવી

પ્રવાસન વિભાગના વિકાસ માટે 2098 કરોડની જોગવાઈ 

સોમનાથ બીચ પીંગલેશ્વર બીચ અસારના બીચ વિકાસ માટે ૨૦૦ કરોડ પૈકી 30 કરોડ ફાળવાયા 

નડાબેટ સીમા દર્શનની જેમ સમુદ્ર સીમા દર્શનના વિકાસ માટે ચૌહાણ નાલા અને કિરક્રીક વિસ્તાર માટે 145 કરોડના આયોજન સામે 40 કરોડની જોગવાઈ 

અંબાજી વાસદા કોટેશ્વર ખાતે જંગલ સફારી તેમ જ ઇકો ટુરિઝમ માટે ૪૫ કરોડની જોગવાઈ

11:57 AM

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ `૨,૭૧૧ કરોડની જોગવાઇ

પાત્રતા ધરાવતાં કુટુંબોને અન્ન સલામતી સાથે પોષણક્ષમ આહાર મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્યસામગ્રી આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા રાજયના ૭૨ લાખ કુટુંબોને છેલ્લાં ચાર વર્ષમાં ૬૮ લાખ મેટ્રીક ટન અનાજ વિનામૂલ્યે પૂરૂ પાડી સરકારે ભગીરથ કાર્ય કરેલ છે. કેન્‍દ્ર સરકારે આ યોજનાને જાન્યુઆરી-૨૦૨૪ થી વધુ પાંચ વર્ષ માટે લંબાવેલ છે. 

•    NFSA રેશનકાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેરદાળ અને ચણાના વિતરણ માટે `૭૬૭ કરોડની જોગવાઇ.
•    નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ-૨૦૧૩ હેઠળ અગ્રતા ધરાવતા અંદાજે ૭૨ લાખ કુટુંબોને NFSA હેઠળ આવરી અનાજ પૂરુ પાડવા માટે `૬૭૫ કરોડની જોગવાઇ. 
•    “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” તથા રાજ્ય સરકારની “પીએનજી /એલપીજી સહાય યોજના”ના અંદાજે ૩૮ લાખથી વધુ લાભાર્થીઓને ઘરગથ્થુ વપરાશ માટે વર્ષમાં બે વખત વિનામૂલ્યે ગેસ સિલી‌ન્ડર રિફીલીંગ કરી આપવા `૫૦૦ કરોડની જોગવાઇ.   
•    NFSA લાભાર્થી કુટુંબોને ખાદ્યતેલ રાહત દરે આપવા માટે `૧૬૦ કરોડની જોગવાઇ.
•    સૂક્ષ્મ પોષકતત્વો યુકત ડબલ ફોર્ટિફાઇડ મીઠા(આયર્ન+આયોડીનયુકત) ના વિતરણ માટે `૫૧ કરોડની જોગવાઇ.
•    શ્રીઅન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી/જુવાર/રાગી (નાગલી)ની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત `૩૦૦ પ્રતિ ક્વિન્‍ટલ પ્રોત્સાહક બોનસ ચૂકવવા `૩૭ કરોડની જોગવાઇ.
•    નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉન બાંધકામ/આધુનિકીકરણની કામગીરી માટે `૨૫ કરોડની જોગવાઇ.

11:49 AM

રાજ્ય સરકારે 7 નવી મહાનગરપાલિકા ની જાહેરાત કરી
નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને વઢવાણ ને મહાનગરપાલિકા નો દરજ્જો મળશે.

11:45 AM

બજેટમાં પત્રકારો માટે પણ જોગવાઈ કરાઈ

25 વર્ષથી ૬૦ વર્ષ વચ્ચેની વયના માન્યપત્રકારો માટે સામૂહિક જૂથ વીમા યોજના ની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુમાં એક લાખથી વધારી બે લાખ

અકસ્માત મૃત્યુમાં પાંચ લાખથી સહાય વધારીને 10 લાખ વીમા કવચ પૂરું પાડવામાં આવશે

11:44 AM

વન અને પર્યાવરણ વિભાગ માટે 2586 કરોડની જોગવાઈ 

  • વનોના વિકાસ સંરક્ષણ સંવર્ધન અને વર્તન વનીકરણ કામગીરી માટે 950 કરોડની જોગવાઈ 
  • વનવિસ્તારના બહારના વિસ્તારમાં સામાજિક વનીકરણને વેગ આપવા 550 કરોડની જોગવાઈ
  • વન્ય પ્રાણીઓની વ્યવસ્થાને વિકાસ માટે 400 કરોડ વન્ય વિસ્તાર વિકાસ અને ઇકો રેસ્ટોરેશન કાર્યક્રમ હેઠળ 185 કરોડની જોગવાઇ 
  • ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે 1163 કરોડની જોગવાઈ 
  • સોલર રૂફટોપ યોજના અંતર્ગત ગ્રાહકોને સહાય આપવા 993 કરોડની જોગવાઈ 
  • સરકારી તેમજ અર્ધ સરકારી કચેરી ઉપર ઓપેક્ષ મોડેલ હેઠળ 40 મેગાવોટ પ્રોજેક્ટ ની સ્થાપના માટે 100 કરોડની જોગવાઈ
11:43 AM

બજેટમાં નાણાં મંત્રીએ જનરક્ષક નામની યોજના શરૂ કરી

  1. રાજ્ય સરકારે નવો ઇમરજન્સી નંબર જાહેર કર્યો
  2. એક જ નંબર 112 નંબર પોલીસ ,ફાયરબીગ્રેડ અને બીજી ઈમરજન્સી સેવા ઉપલબ્ધ  થાય તે માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા શરૂ કરવામાં આવશે
  3. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચશે તેવી વ્યવસ્થા કરવામાં આવી
  4. રાજ્યમાં પોલીસ અને સાધનોથી સુજજ 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે...
11:42 AM

સરદાર સરોવર યોજના માટે પણ ભૂપેન્દ્ર પટેલ સરકારે મન મૂકીને બજેટ ફાળવ્યું...

  1. ગુજરાતની સમૃદ્ધિમાં નર્મદા યોજનાનું યોગદાન અમૂલ્ય છે. આ યોજના થકી સિંચાઇ, જળવિધુત ઉત્પાદન, પીવાના પાણી અને ઔધોગિક વપરાશના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. જેથી રાજયમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય સબંધી સૂચકાંકોમાં હકારાત્મક પરિવર્તન આવેલ છે. આ યોજના માટે ₹૪૭૯૮ કરોડની જોગવાઈ.
  2. કચ્છ અને સૌરાષ્ટ્ર શાખા નહેરના પમ્પિંગ સ્ટેશનના વિસ્તરણ, જાળવણી અને સંચાલન માટે ₹૭૬૫ કરોડની જોગવાઈ.
  3. નર્મદા યોજનાના કમાન્ડ એરિયામાં નહેરના વિસ્તરણ-વિકાસના કામો માટે ₹૫૯૦ કરોડની જોગવાઈ.
  4. અમદાવાદ જિલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ કરવા ₹૩૦૦ કરોડની જોગવાઈ.
  5. નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રકચર તેમજ જાળવણીની કામગીરી માટે ₹૧૮૬ કરોડની જોગવાઈ.
  6. ગરુડેશ્વર વિયર તથા વિવિધ શાખા નહેરો પરના વીજ મથકો તેમજ એકતાનગર ખાતેના જળ વિદ્યુત મથકોના જાળવણી અને મરામત માટે ₹૧૩૬ કરોડની જોગવાઈ.
11:41 AM

ગૃહવિભાગનું પણ બજેટમાં ખાસ ધ્યાન રખાયું

  • શહેરોમાં સીસીટીવી કેમેરા લગાડવા હેઠળ 120 કરોડની જોગવાઈ
  • ખાતાના રહેઠાણ અને બિન અઠાણક મકાનો માટે 115 કરોડની જોગવાઈ
  • જનરક્ષક વાહન દ્વારા ત્વરિત પોલીસ સહાય પહોંચાડવા માટે 94 કરોડની જોગવાઈ
  • પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવા તથા નવી જગ્યાઓ ઊભી કરવા માટે 69 કરોડની જોગવાઈ
  • અમદાવાદ સુરત વડોદરા રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થા પણ માટે સુગમ યોજના અંતર્ગત ટ્રાફિક પોલીસની 1000 નવી જગ્યા ઊભી કરાશે આ યોજના માટે 57 કરોડની જોગવાઈ
  • આઇટીના સાધન સામગ્રીની ખરીદી માટે 38 કરોડની જોગવાઈ
  • પોલીસના આધુનિકરણ યોજના હેઠળ સંદેશા વ્યવહારના સાધનો શાસ્ત્રો સિક્યુરિટી સર્વેન્સ તાલીમ અને હોમગાર્ડ માટેના સાધનોની ખરીદી માટે 30 કરોડની જોગવાઈ
  • સીઆરપીએફ અમદાવાદ અને સીઆરપીએફ ગ્રુપ બે વાવ ખાતે સ્પેશિયલ એક્શન ફોર્સ વિકસાવવામાં આવશે આ હેતુ માટે 25 કરોડની જોગવાઈ
11:37 AM

ગુજરાતના ગૃહ વિભાગ માટે 10378 કરોડની જોગવાઈ, પોલીસતંત્ર બનશે આધુનિક 

સીસીટીવી પ્રોજેક્ટ માટે 120 કરોડ અને પોલીસ ખાતાના રહેણાંક  માટે 115 કરોડ ની જોગવાઇ 

જનરક્ષક વાહન માટે 94 કરોડ ફાળવાયા  તથા પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવા 69 ની કરોડની જોગવાઇ 

અમદાવાદ સુરત વડોદરા, રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થા પણ માટે ટ્રાફિક પોલીસની હજાર નવી જગ્યા ઊભી કરાશે જેના માટે સત્તાવન કરોડની જોગવાઈ 

આઇટી સાધન સામગ્રી માટે 38 કરોડની જોગવાઈ

પોલીસ માટે શાસ્ત્રો સંદેશા વ્યવહારના સાધનો સિક્યુરિટી સર્વિલન્સ માટે 30 કરોડની જોગવાઈ

 અમદાવાદ અને વાવ ખાતે સ્પેશ્યલ એક્શન ફોર્સ વિકસાવવામાં માટે 25 કરોડની જોગવાઈ

ગ્રામ સુરક્ષા કવચ અંતર્ગત 200 આઉટ પોસ્ટ અપગ્રેડ કરી પીએસઆઇ નિમણૂક કરવામાં આવશે 

ઓનલાઇન ફાઇનાન્સિયલ ક્રાઈમ અને સાઇબર ક્રાઇમ ઉકેલવા ત્રિશુલ યોજના અંતર્ગત નવી જગ્યાઓ તથા આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા 15 કરોડની જોગવાઈ

11:35 AM

રાજ્ય સરકારે વડાપ્રધાનના નામથી યોજનાઓ શરૂ કરી, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, નમો શ્રી યોજના 

  1. નાણાં મંત્રીએ નમો નામથી નવી યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરી
  2. ગિફ્ટ સિટી માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી
  3. 961 થી 3300 એકર વિસ્તરણ કરી ગિફ્ટ સિટીને પ્લાન્ટ ગ્રીન સિટી વિકસાવવામાં આવશે
  4. ગિફ્ટ સિટીને સપનાના શહેર તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત કરાશે
  5. વાંક તું વર્ક ન્યુ વર્ક પ્લેક કોમ્યુનિટી ની કલ્પના સહકાર થશે
  6. ગિફ્ટ સિટી ખાતે ફિન ટેક હબ ની સ્થાપના કરવામાં આવશે એના માટે 52 કરોડની જોગવાઈ
  7. ગાંધીનગર ગિફ્ટ સિટી નજક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટની કામગીરી માટે 100 કરોડની જોગવાઈ
  8. સામાન્ય વહીવટ વિભાગ માટે 2239 કરોડની જોગવાઈ
  9. ઇન્ફર્મેશન ટેકનોલોજી એઆઈ તથા ડેટા નો ઉપયોગથી વહીવટમાં પાદર થી લાવવા સરકારનો પ્રયાસ 
  10. વિકેન્દ્રી જિલ્લા આયોજન અને એટીવીટી માટે 1310 કરોડની જોગવાઈ
  11. માહિતી અને પ્રસારણ વિભાગ માટે 384 કરોડની જોગવાઈ
  12. મહેસુલ વિભાગ માટે 5195 કરોડની જોગવાઈ 
  13. કપરાડા બાવળા અને અંજાર ખાતે નવી મામલતદાર કચેરી બનશે 
  14.  પ્રાંત અને કલેક્ટર કચેરીના બાંધકામ માટે 183 કરોડની જોગવાઈ 
  15. સબ રજીસ્ટર કચેરી નું સંપૂર્ણ નવીનીકરણ આઈડી અન્ સીસીટીવી કેમેરાથી કરાશે જેના માટે 39 કરોડની જોગવાઈ
  16. કાયદા વિભાગ માટે 2,559 કરોડની જોગવાઈ 
  17. કોર્ટ બિલ્ડિંગના બાંધકામ અને મરામત માટે 211 કરોડ તથા  અધિકારીઓને સ્ટાફના  રહેઠાણ  માટે 125 કરોડની જોગવાઈ
11:33 AM

ગુજરાતનું 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ, જાણો કયા વિભાગને કેટલા રૂપિયા ફાળવાયા

આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઈ

સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ માટે કુલ 6193 કરોડની જોગવાઈ

શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2659 કરોડની જોગવાઈ

શિક્ષણ વિભાગ માટે કુલ 55114 કરોડની જોગવાઈ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 20100 કરોડની જોગવાઈ

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે 767 કરોડની જોગવાઈ

અન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટે કુલ 2711 કરોડની જોગવાઈ

મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6885 કરોડની જોગવાઈ

ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે  કુલ 8423 કરોડની જોગવાઈ

પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 12138 કરોડની જોગવાઇ

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 21696 કરોડની જોગવાઈ

બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3858 કરોડની જોગવાઈ.

જળ સંપત્તિ પ્રભાગ માટે 11535 કરોડની જોગવાઈ.

માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 22163 કરોડની જોગવાઈ.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે 2421 કરોડની જોગવાઈ.

પાણી પુરવઠા પ્રભાગ માટે 6242 કરોડની જોગવાઈ.

કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ.

પ્રવાસન યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન  માટે 2098 કરોડની જોગવાઈ.

ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 9228 કરોડની જોગવાઈ.

વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 2586 કરોડની જોગવાઈ.

ગૃહ વિભાગ માટે કુલ 10378 કરોડની જોગવાઈ.

ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે કુલ 1163 કરોડની જોગવાઈ.

કાયદા વિભાગ માટે કુલ 2559 કરોડની જોગવાઈ.

મહેસુલ વિભાગ માટે કુલ 5195 કરોડની જોગવાઈ.

માહિતી અને પ્રસારણ વિભાગ માટે 384 કરોડની જોગવાઈ.

સામાન્ય વહીવટી વિભાગ માટે 2239 કરોડની જોગવાઈ

11:29 AM

ગુજરાતનું આ વર્ષના બજેટનું કદ 3,32,465 કરોડનું છે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે

છાત્રોને મોટી રાહત : `૨૦૦૦ કરોડનાં ખર્ચે મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્‍સ ૨.૦ અમલી કરવામાં આવશે

     
રાજયની મોટાભાગની સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજિટલ બની છે. મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્‍સ હેઠળ નવા ઓરડાઓ, સ્માર્ટ કલાસરૂમ અને શાળાઓને કોમ્પ્યુટરથી સુસજ્જ કરવાની કાર્યવાહી હાલમાં થઈ રહેલ છે. સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓને પણ ભૌતિક સગવડો તેમજ સ્માર્ટ કલાસરૂમથી સજ્જ કરવા `૨૦૦૦ કરોડનાં ખર્ચે મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્‍સ ૨.૦ અમલી કરવામાં આવશે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને શાળાઓની કામગીરીનું અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી રિઅલ ટાઇમ મોનિટરિંગ કરવા દેશનું સર્વપ્રથમ “વિદ્યા સમીક્ષા કેન્‍દ્ર” ગુજરાતમાં શરૂ કરવામાં આવેલ છે. દેશ-વિદેશના ઘણા મહાનુભાવોએ વિદ્યા સમીક્ષા કેન્‍દ્રની મુલાકાત લઇ તેને શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશ અને વિકાસશીલ દેશો માટે એક અનુસરણીય મોડેલ ગણાવ્યું છે.
 
તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના માનનીય વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૭માં નિર્મળ ગુજરાત યોજના શરૂ કરેલ હતી. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિના વર્ષે સ્વચ્છ ભારતના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત થયેલ છે. સ્વચ્છતાને દરેક ઘર, ગામ અને શહેરનો મૂળ મંત્ર બનાવી સંપૂર્ણ રાજયને સ્વચ્છ અને સુઘડ બનાવવાની અમારી સરકારની નેમ છે. આ પ્રતિબદ્ધતાને વેગ આપવા નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાનની હું જાહેરાત કરું છું. આ અભિયાન અંતર્ગત ઘન અને પ્રવાહી કચરાને એકત્ર કરી પર્યાવરણીય દ્રષ્ટિએ યોગ્ય ધોરણે નિકાલ કરવા માટે વિવિધ યોજનાઓ થકી વ્યવસ્થા કરવામાં આવશે અને લોકસહકારથી તેનું અમલીકરણ કરવામાં આવશે. આ માટે ચાલુ વર્ષના `૧૩૦૦ કરોડના બજેટમાં ધરખમ વધારો કરી, આગામી વર્ષે ` ૨૫૦૦ કરોડની જોગવાઇ હું સૂચવું છું.   
     
રમતગમત ક્ષેત્રે સફળતાના નવા શિખરો સર કરવા માટે રાજયમાં ઓલમ્પિક કક્ષાનું સ્પોર્ટસ ઇન્‍ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાનું સરકારે નક્કી કર્યું છે. આ હેતુસર અમદાવાદમાં આવેલ સરદાર પટેલ રમતગમત સંકુલનો તબક્કાવાર વિકાસ કરવામાં આવશે. રાજયના અંતરિયાળ વિસ્તારના ગામડાઓથી માંડીને શહેરી વિસ્તારોમાંથી વિવિધ રમતોમાં તેજસ્વી બાળકોને ઓળખી તેમને સુનિયોજત ધોરણે તાલીમ આપવાનું આયોજન છે.  પવન અને સૌરઊર્જાના ક્ષેત્રે ગુજરાતે નીતિગત નિર્ણયો થકી ગ્રીન એનર્જીના ઉત્પાદનમાં અગ્રહરોળમાં સ્થાન મેળવેલ છે. રિન્યુએબલ એનર્જી પોલિસી-૨૦૨૩ દ્વારા રાજયમાં આ ક્ષેત્રે મોટા પાયે રોકાણ દ્વારા રોજગારીની નવી તકો ઉભી કરવામાં આવશે. મિશન ગ્રીન હાઈડ્રોજન અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં પાંચ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે, જેમાં ગુજરાત મહત્તમ યોગદાન આપશે.

રાજયમાં વિવિધ ક્ષેત્રના નાનાથી માંડી મોટા ઉદ્યોગો વિસ્તરી રહ્યાં છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮%નો ફાળો આપી ગુજરાતે મોખરાનું સ્થાન મેળવેલ છે. રાજયમાં એમ.એસ.એમ.ઇ. એકમોની સંખ્યા ૧૬ લાખ કરતા વધારે છે. રાજયના અર્થતંત્રમાં મેન્યુફેકચરિંગ ક્ષેત્રનો ફાળો ૩૫.૩૦% છે અને છેલ્લાં દશકમાં આ ક્ષેત્રે ૧૨.૮૦% ના દરે વૃદ્ધિ પામી વિકાસના નવા આયામો પ્રસ્થાપિત કર્યા છે. છેલ્લાં બે દશકામાં ૫૫ બિલિયન યુ.એસ.ડોલરથી વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણ મેળવી, રાજય વિદેશી મૂડી આકર્ષવામાં અગ્રહરોળમાં રહ્યું છે.  
 
ગ્લોબલ સેમિકન્‍ડકટર સપ્લાય ચેઇન-મેન્યુફેકચરિંગ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના સૂત્રને સાકાર કરતો સાણંદ ખાતે “માઇક્રોન” કંપની દ્વારા સેમિકન્‍ડકટર પ્લાન્‍ટ સ્થાપવાની કામગીરી પ્રગતિમાં છે. હીરાના વૈશ્વિક બજારમાં ગુજરાતે મોખરાનું સ્થાન મેળવેલ છે. ડાયમંડ કટિંગ, પોલિશિંગ, માર્કિંગ, સર્ટિફિકેશનને આવરી લેતું ડાયમંડ બુર્સ સુરતમાં શરૂ કરવામાં આવેલ છે, જે વિશ્વની સૌથી મોટી સિંગલ ઓફિસ સ્પેસ છે.

11:28 AM

મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ મેડિકલમાં અભ્યાસ કરતી 4500 વિદ્યાર્થીઓની ઓ માટે સહાય માટે 166 કરોડની જોગવાઈ

બિન આદિજાતિ વિસ્તારની આઠ અને આદિજાતિ વિસ્તારમાં બે એમ કુલ 10 નવી સરકારી કોલેજોના બાંધકામ અને વર્તમાન કોલેજોની વધારાની સુવિધા ઉભી કરવા માટે 134 કરોડની જોગવાઈ

શોધ યોજના અંતર્ગત પીએચડી કોર્સમાં સંશોધન કરતા વિદ્યાર્થીઓને ઊંચ કક્ષાના ગુણવત્તા સફળ સંશોધન પ્રત્યે અભી વિમુક્ત કરવા માટે 2000 વિદ્યાર્થીઓને સહાય આપવા 40 કરોડની જોગવાઈ

11:28 AM

શિક્ષણ વિભાગ માટે 55, 114 કરોડની જોગવાઈ

સરકારી પ્રાથમિક શાળાઓમાં 15,000 નવા ઓરડાઓનું નિર્માણ કાર્યપૂર્વ કરવામાં આવ્યું છે જ્યારે 15,000 થી વધુ ઓરડાનું કામ પ્રગતિ હેઠળ

65,000 થી વધુ સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા હજુ 45000 સ્માર્ટ ક્લાસ બનાવાશે

15,000 શાળાઓમાં બે લાખ કોમ્પ્યુટર આપવાની કામગીરી પ્રગતિમાં

162 નવી સરકારી માધ્યમિક શાળાઓ તથા 10 RMSA માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે

11:25 AM

 "નમો લક્ષ્મી યોજના" : ૧૦ લાખ વિદ્યાર્થીનીઓને મળશે સહાય

વિકસિત ગુજરાત @ ૨૦૪૭ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું "નમો લક્ષ્મી યોજના"ની જાહેરાત કરું છું. સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે ૧૦ લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-૯ અને ૧૦ માટે વાર્ષિક ₹૧૦ હજાર તેમજ ધોરણ-૧૧ અને ૧૨ માટે વાર્ષિક ₹૧૫ હજારની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ ₹૫૦ હજારની સહાય મળવાપાત્ર થશે.

11:24 AM

૩ વર્ષમાં અદ્યતન ટેકનોલોજી સાથે ૮ હજાર નવી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે

હાલની વિવિધ પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર ફેરફારો કરવાનું પણ સરકારે નક્કી કર્યું છે. દૂધ સંજીવની યોજના હેઠળ શાળાઓમાં અપાતા દૂધમાં ફેટનું પ્રમાણ ૧.૫% થી વધારી ૪.૫% કરવામાં આવશે તથા દરેક લાભાર્થી બાળક અને મહિલાને અઠવાડિયામાં પાંચ દિવસ દૂધ આપવામાં આવશે. પી.એમ.પોષણ યોજના અંતર્ગત શાકભાજી, મરી-મસાલા તેમજ ગોળ વગેરે માટે અપાતી વિદ્યાર્થીદીઠ સહાયમાં પણ ૬૦% જેટલો વધારો કરવાની હું જાહેરાત કરું છું.

પી.એમ.પોષણ યોજના અંતર્ગત ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં ભોજનની ગુણવત્તા વધારવા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ચાલુ કરેલ વ્યવસ્થાના સારા પરિણામો મળેલ છે. આ વ્યવસ્થાને આગળ વધારતાં ૭૮ આદિજાતિ અને પછાત તાલુકાઓમાં સેન્ટ્રલાઈઝ કિચનનું આયોજન કરવામાં આવશે. આ તાલુકાઓમાં આવેલ સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓમાં પણ સેન્ટ્રલાઇઝ કિચન મારફત મધ્યાહન ભોજન યોજના તબક્કાવાર શરૂ કરવામાં આવશે.

આરોગ્ય ચકાસણી દ્વારા પોષણની દ્રષ્ટિએ ગંભીર ઉણપ ધરાવતા બાળકોને અલગ તારવી તેઓની ભોજન તેમજ આવશ્યક પોષકતત્વોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આપવામાં આવતા વિશિષ્ટ પોષણક્ષમ આહાર (બાલ અમૃતમ)નો વ્યાપ વધારવામાં આવશે. આ યોજના અંતર્ગત હવે આંગણવાડી સાથે પ્રાથમિક શાળાના ધોરણ-૧ થી ૮ સુધીના બાળકોને આવરી લેવામાં આવશે.

ત્રણ થી પાંચ વર્ષના બાળકો માટે આંગણવાડીઓમાં પૂર્વ-પ્રાથમિક શિક્ષણ ઉપરાંત પોષણક્ષમ આહાર આપવામાં આવે છે. આંગણવાડીઓને વધારે કાર્યક્ષમ બનાવવા હાલની વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફાર સાથેની ₹૧૮૦૦ કરોડના ખર્ચે અમલી બનનાર આંગણવાડી ૨.૦ યોજનાની હું જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત આગામી ૩ વર્ષમાં અદ્યતન ટેકનોલોજી સાથે ૮ હજાર નવી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે અને ૨૦ હજાર આંગણવાડીઓને આઈ.ટી. કનેક્ટિવિટી પૂરી પાડી સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવશે. સેન્ટ્રલ રિસોર્સ સેન્ટર ઉભું કરી પ્રિ-પ્રાઈમરી લર્નિંગને નવતર શિક્ષણ સામગ્રી મારફત વધારે રસપ્રદ બનાવવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કેશલેસ આરોગ્ય સુવિધા આપવા માટે શરૂ કરાયેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ હવે ૧૦ લાખ સુધીની સારવાર મળવાપાત્ર છે. આ યોજના માટે રાજ્યમાં ૨૫૩૧ હોસ્પિટલ એમ્પેનલ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ આગામી વર્ષે ₹૩૧૦૦ કરોડની જોગવાઈ સૂચવું છું.

11:23 AM

પ્રથમ સ્તંભ સામાજિક સુરક્ષા

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 6,193 કરોડની જોગવાઈ

રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને સરકારની નિરાધાર વૃદ્ધો માટે આર્થિક સહાય યોજના અંતર્ગત 11 લાખ લાભાર્થીઓને માનસિક પેન્શન 1398 કરોડની જોગવાઈ

સંત સુરદાસ યોજના બીપીએલ કાર્ડ ગ્રાહક સિવાયના વ્યક્તિઓ તથા ઝીરો થી 17 વર્ષની ઉંમરના લોકો માટે સરકારનો નિર્ણય

દિવ્યાંગ પેન્શન યોજના અને સંતસુરદાસ દિવ્યાંગ પેન્શન યોજના અંતર્ગત દિવ્યાંગોને પેન્શન માટે 87 કરોડની જોગવાઈ

પાલક માતા પિતા યોજના હેઠળ નિરાધાર બાળકો માટે માનસિક ધોરણે આર્થિક સહાય માટે 74 કરોડની જોગવાઈ

11:23 AM

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 6193 કરોડની જોગવાઈ

  • આર્થિક સહાય યોજના અંતર્ગત 11 લાખ લાભાર્થીઓને વાર્ષિક પેન્શન આપવા 1398 કરોડની જોગવાઈ
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિ ની 61 હજારકન્યાઓને મામેરા માટે 74 કરોડની જોગવાઈ
  • પાલક માતા પિતા યોજના હેઠળ નિરાધાર બાળકોને માસિક આર્થિક સહાય માટે 74 કરોડ 
  • આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજના માટે 20 કરોડ
  • પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીઓ માટે 504 કરોડની જોગવાઈ
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના 40 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે 360 કરોડ
  • અનુસૂચિત જાતિના છાત્રાલયો અને આશ્રમશાળા ના એક લાખ વિદ્યાર્થીઓ માટે 335 કરોડ
  • સરસ્વતી સાધના યોજના હેઠળ 1.50 લાખ કન્યાઓને વિનામૂલ્ય સાઈકલ આપવા 84 કરોડ
  • બિન અનામત વર્ગો માટે શૈક્ષણિક ધિરાણ કરવા 600 કરોડની જોગવાઈ
  • રાજ્યના અલગ અલગ નિગમો માટે રાજ્ય સરકારના ફંડ માંથી 250 કરોડની જોગવાઈ
  • આંબેડકર આવાસ યોજના અને પંડિત દિન દયાળ આવાસ યોજના માટે 243 કરોડની જોગવાઈ
11:20 AM

નમો લક્ષ્મી અને નમો શ્રી યોજના જાહેર, ગુજરાતની મહિલાઓને થશે મોટો ફાયદો 

નમો લક્ષ્મી યોજનાથી ધોરણ ૯ થી ૧૨માં કન્યાઓનો પ્રવેશ વધશે, તેઓ અભ્યાસ પૂરો કરશે અને તેથી મહિલા શિક્ષણ તેમજ પોષણને ઉત્તેજન મળશે. વધુમાં, આ યોજનાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રની જેમ માધ્યમિક શિક્ષણમાં પણ સાર્વત્રિક નામાંકન હાંસલ કરી શકાશે. આ યોજના માટે હું આગામી વર્ષમાં ૨૧૨૫૦ કરોડની જોગવાઈ સૂચવું છું.

રાજ્યમાં દર વર્ષે અંદાજે ૧૨ લાખ જેટલા બાળકોનો જન્મ થાય છે. સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર મળી રહે અને તેમના આરોગ્યની જાળવણી થાય તે અમારી સરકારની પ્રાથમિકતા છે. માતાઓ અને બાળકોના પોષણ માટે વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં એક હજાર દિવસ માટે રાશન ઉપલબ્ધ કરાવતી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જાહેર કરેલ હતી. આ યોજના અંતર્ગત અંદાજે વાર્ષિક ₹૩૦૦ કરોડના ખર્ચે ૫ લાખથી વધુ મહિલાઓને વધારાનું રાશન આપવામાં આવે છે.

સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદ્રઢ કરી તેમને સક્ષમ બનાવવા હું "નમો શ્રી યોજના"ની જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત SC, ST. NFSA. PM-JAY સહિતના ૧૧ જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને ₹૧૨ હજારની સહાય આપવામાં આવશે. આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. આ યોજના માટે આગામી વર્ષમાં હું ૨૭૫૦ કરોડની જોગવાઈ સૂચવું છું.

11:19 AM

બજેટ કુલ પાંચ ભાગોમાં વહેચાયું... 

1 સામાજીક સુરક્ષા
 
સામાજિક ન્યાય અને અધીકારીતા વિભાગ માટે ૬૧૯૩ કરોડની જાહેરાત

આદિજાતિ વિભાગ માટે 4374 કરોડની જોગવાઈ

 શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગ માટે 2659 કરોડની જોગવાઈ

2 માનવ સંસાધન વિકાસ

શિક્ષણ વિભાગ માટે 55114 કરોડની જોગવાઈ

આરોગ્ય વિભાગ માટે 21,100 કરોડની જોગવાઈ

મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6885 કરોડની જોગવાઈ

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે 2711 કરોડની જોગવાઈ

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે 767 કરોડની જોગવાઈ

11:15 AM
  1. ૩ લાખ ૩૨ હજાર ૪૬૫ કરોડનું બજેટ
  2. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ મહેસાણા સુરેંદ્રનગર નવી મહાનગર પાલિકા બનશે
  3.  સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે ૬૧૯૩ કરોડ ફાળવાયા
  4. આદિજાતિ વિકાસ માટે ૪૩૭૪ કરોડ ફળવાયા
  5.  શિક્ષણ વિભાગ માટે ૫૫,૧૧૪ કરોડ
  6. નમો લક્ષ્મી યોજના ની જાહેરાત.
  7. 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ 9 થી 10 માટે વાર્ષિક 10 હજાર 
  8. ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15 હજાર ની સહાય અપાશે.
  9. ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ 50 હજાર ની સહાય આપશે.
  10.  બજેટમાં 1250 કરોડ રૂપિયાની જોગવાઈ.
  11. વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજના જાહેર
  12. સ્વચ્છતા માટે નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાનની જાહેરાત
  13. પોલીસ, ફાયર, અને ઈમરજન્સી સેવાઓ માટે જન રક્ષક યોજના જાહેર
  14. સગર્ભા  અને ધાત્રી માતાઓ માટે નમો શ્રી યોજનાની જાહેરાત.
11:02 AM

ગુજરાતનું 3.32 લાખ કરોડનું રહેશે બજેટ

ગુજરાતે છેલ્લાં બે દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી, જી.એસ.ડી.પી.માં ૧૪.૮૯%નો વિકાસદર હાંસલ કર્યો છે. વર્ષ ૨૦૦૦-૦૧માં દેશના જી.ડી.પી.માં રાજયનો ફાળો ૫.૧% હતો, જે આજે વધીને ૮.૨% થયું છે. આમ, ગુજરાત દેશના વિકાસમાં પોતાનો ફાળો ઉત્તરોત્તર વધારી, દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયેલ છે. રાજયની આ વિકાસયાત્રાના પ્રણેતા અને ગુજરાતના પનોતાપુત્ર માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીની શતાબ્દી એટલે કે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા વિકસિત ભારત@ ૨૦૪૭ નું આહ્વાન કર્યું છે. વિકસિત ભારતની આ સંકલ્પનામાં, ગુજરાત અગત્યનો ફાળો ભજવી, દેશના આર્થિક અને સામાજિક વિકાસનું સુકાન સંભાળે તે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારનું ધ્યેય છે.

"એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય"ના સૂત્ર સાથે ભારતના નેતૃત્વમાં આયોજિત જી-૨૦ સંમેલનમાં વિશ્વ કલ્યાણ માટેની ભારતની પ્રતિબદ્ધતાનો સમગ્ર વિશ્વે સ્વીકાર કરેલ છે. આજે ભારત વિશ્વના આર્થિક વિકાસનું કેન્દ્રબિંદુ જ નહી, પણ સાચા અર્થમાં વિશ્વમિત્ર બન્યું છે. જી-૨૦ના વિવિધ કક્ષાના ૧૭ જેટલા કાર્યક્રમોનું આયોજન કરી, ગુજરાતે સમગ્ર વિશ્વને પોતાની આર્થિક અને સામાજિક સમૃદ્ધિ તેમજ સાંસ્કૃતિક વારસાનો પરિચય આપ્યો છે.

નાનકડી શરૂઆતથી પોતાની સફરના ૨૦ વર્ષ પૂર્ણ કરી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે એક વિશ્વસ્તરીય પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. વિનાશમાંથી વિકાસ, નિરાશામાંથી આશા અને આપદાને અવસરમાં ફેરવવાની નરેન્દ્રભાઇની કુનેહના કારણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આજે રાજયની એક વિશિષ્ટ ઓળખ બન્યું છે. અમૃતકાળની પ્રથમ એવી ૧૦મી વાઇબ્રન્ટ સમિટમાં ૪ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, ૪૦ દેશોના મંત્રીશ્રીઓ, ૧૪૦થી વધુ દેશોના પ્રતિનિધિ મંડળો અને સંખ્યાબંધ ઉદ્યોગપતિઓએ ભાગ લઇ ગુજરાતની આ વિકાસયાત્રામાં જોડાવવાનો સંકલ્પ વ્યકત કર્યો છે, જે આપણા સૌ માટે આનંદની વાત છે.

આપણા મૃદુ પણ મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વપ્નું છે કે, આપણું ગુજરાત 5-G ગુજરાત બને. તેઓની 5-G ની કલ્પના છે- ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત ! ગરવી ગુજરાત એટલે કે એવું ગુજરાત કે જે અન્ય પ્રદેશોથી શ્રેષ્ઠ હોય. ગુણવંતુ ગુજરાત એટલે એવુ રાજય કે જેના નાગરિકોનું જીવન, મૂલ્યનિષ્ઠ હોય અને તેઓ સાંસ્કૃતિક વારસાના જતન સાથે પર્યાવરણ સાથે સામંજસ્ય સાધી જીવન જીવતા હોય. ગ્રીન ગુજરાત કે જેમાં રિન્યુએબલ ઊર્જા અને સરક્યુલર ઇકોનોમીને પ્રાધાન્ય હોય અને ગ્લોબલ ગુજરાત કે જે સમગ્ર વિશ્વ સાથે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલું હોય. ગતિશીલ ગુજરાત એટલે કે જેનો વૃદ્ધિ દર અન્ય પ્રદેશો કરતા વધુ હોય અને તે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓમાં પણ આર્થિક રીતે અગ્રેસર રહે. આમ, ગરવી ગુજરાતનું વિકાસતંત્ર ગુણવંતુ હોય, ગ્રીન અર્થતંત્રની સાથે તે ગ્લોબલ હબ બને, સમય સાથે ગતિશીલ રહે તે અમારો ધ્યેય છે.

10:39 AM

જેલવાસ બાદ AAPના ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા વિધાનસભા પહોંચ્યા. તેમણે કહ્યું કે, આજે ક્યા વર્ગને કેટલુ બજેટ ફાળવાય તેના પર ધ્યાન રાખીશું. ચર્ચામાં વધુ સમય મળે તેની માગ કરીશું. સરકાર સામે રજૂઆત કે વિરોધ કરવાનો થશે ત્યારે કરીશું. ગત બજેટમાં ૩૪૧૦ કરોડ આદિજાતિ માટે ફાળવાયા હતા પરંતુ એ બજેટ સગેવગે કરવા માટે નકલી કચેરીઓ આ જ સરકાર દ્વારા બનાવાઈ હતી. બજેટના નાણા છેવાડાના માણસો સુધી પહેંચતા નથી અને સરકાર અથવા તેની સંસ્થાઓ નાણા ખાઈ જાય છે. સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોય તો એ આદિવાસી વિસ્તારમાં થાય છે. ચૂંટણી લડવા અંગે ચૈતર વસાવાનું નિવેદન આપ્યું કે, ભરૂચના લોકો અને અમારા નેતૃત્વની ઈચ્છા છે કે હું ચૂંટણી લડું તો હું લોકસભાની ચૂંટણી લડીશ.

10:12 AM

નાણામંત્રી કનુભાઈ દેસાઈ લાલ પોથી નહીં બ્લેક એન્ડ ગોલ્ડ કલરની બ્રિફકેસમાં જોવા મળ્યા. નાણામંત્રીની બેગ પર વારલી પેઈન્ટિંગ જોવા મળી રહ્યું છે. આદિવાસી લોકો આ કળામાં પારંગત જોવા મળે છે.આ ચિત્રો ગેરુ વડે રંગાયેલ લીંપણ વાળી ભીંત પર ચોખાના લોટ અને ગુંદરમાંથી બનાવવામાં આવેલ સફેદ રંગ વડે દોરવામાં આવે છે. લગ્ન જેવા પ્રસંગે કે નવું ઘર બનાવતી વખતે સુશોભન તરીકે આ ચિત્રો ઘરની મુખ્ય દિવાલ પર દોરતા હોય છે.  અને આ વખતે તેને બજેટ બેગ પર સ્થાન મળ્યું છે. 
 

10:09 AM

વિધાનસભા શરૂ થતાની સાથે જ અધ્યક્ષ શંકર ચૌધરીએ વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા અમિત ચાવડાને ટકોર કરી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ કાર્યાલયમાં કેટલાક પોસ્ટરો બનાવવાની કામગીરી થઈ હોવાની મને જાણકારી મળી છે. આવી આવી કોઈ પ્રવૃત્તિ મારા કાર્યક્ષેત્રમાં ન થાય એ ધ્યાન રાખજો બહાર જઈને જે દેખાવો કરવા હોય તે કરી શકો છો. 

10:08 AM

ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનો પ્રારંભ થયો છે. પ્રશ્નોત્તરી કાળથી કાર્યવાહી શરૂ થઈ છે. પ્રશ્નોત્તરી કાળ બાદ ગૃહમાં બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારે સમગ્ર વિધાનસભા ગૃહમાં જય જય શ્રી રામના નારા લાગ્યા હતા. 

10:04 AM

બજેટ રજૂ થતાં પહેલાં કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો. વિધાનસભા બહાર જુદા જુદા પોસ્ટર સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ રજૂ કરાયો. સરકારી નોકરીના બેનર, ગેસ સિલિન્ડરના વધતા ભાવ તથા મોંઘવારીથી મુક્તિના નારા સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ રજૂ કર્યો. 

Trending news