ગુજરાત બોર્ડ ધો.10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર, જાણો રસપ્રદ વિગતો

ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ સવારે 8 વાગ્યે જ જાહેર થયું છે. 66.97 ટકા પરિણામ જાહેર થયું છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ધોરણ-10નું પરિણામ 67.50 ટકા હતું, જેથી કહી શકાય કે ગત વર્ષ કરતા આ વર્ષે પરિણામની ટકાવારી ઘટી છે. રિઝલ્ટ આવતા જ પાસ થનારા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો માતાપિતામાં પણ સંતાનોના પાસ થવા પર ઉત્સાહ જોવા મળ્યો છે. WWW.GSEB.ORG ની વેબસાઈટ પર પરિણામ જાણી શકાશે. પાસ થનાર વિદ્યાર્થીઓના વાલીઓએ સંતાનોનું મોઢુ મીઠું કરાવીની ખુશી મનાવી હતી, ત્યારે ગુજરાતના ઓવરઓલ પરિણામ પર એક નજર કરી લઈએ.

  • ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ સવારે 8 વાગ્યે જ જાહેર થયું છે. 66.97 ટકા પરિણામ જાહેર થયું છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ધોરણ-10નું પરિણામ 67.50 ટકા હતું, જેથી કહી શકાય કે ગત વર્ષ કરતા આ વર્ષે પરિણામની ટકાવારી ઘટી છે. રિઝલ્ટ આવતા જ પાસ થનારા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. 

Trending Photos

ગુજરાત બોર્ડ ધો.10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર, જાણો રસપ્રદ વિગતો
LIVE Blog

ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ સવારે 8 વાગ્યે જ જાહેર થયું છે. 66.97 ટકા પરિણામ જાહેર થયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

21 May 2019
16:57 PM

ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ સવારે 8 વાગ્યે જ જાહેર થયું છે. 66.97 ટકા પરિણામ જાહેર થયું છે.

ગત વર્ષે ધોરણ-10નું પરિણામ 67.50 ટકા હતું, જેથી કહી શકાય કે ગત વર્ષ કરતા આ વર્ષે પરિણામની ટકાવારી ઘટી છે.

રિઝલ્ટ આવતા જ પાસ થનારા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. 

WWW.GSEB.ORG ની વેબસાઈટ પર પરિણામ જાણી શકાશે.

પાસ થનાર વિદ્યાર્થીઓના વાલીઓએ સંતાનોનું મોઢુ મીઠું કરાવીની ખુશી મનાવી હતી

ગુજરાતી માધ્યમનું પરિણામ 66.97 ટકા, અંગ્રેજી માધ્યમનું ટકા 88.11 ટકા અને હિન્દી માદ્યમનુ પરિણામ 72.66 ટકા આવ્યું છે.

રાજ્યનો સુરત જિલ્લો 79.63 ટકા સાથે પ્રથમ ક્રમે આવ્યો છે, જ્યારે કે છોટાઉદેપુર જિલ્લો 46.38 ટકા સાછે છેલ્લા ક્રમે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 2018ના પરિણામમાં પણ સુરત જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો હતો. ગત વર્ષે સુરતનું પરિણામ 80.06 ટકા હતું.

ગીર-સોમનાથ જિલ્લાનું સુપાસી કેન્દ્ર 95.56 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે રહેલો છે, જ્યારે કે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર પણ ગીર-સોમનાથ જિલ્લાનું છે.

આ જિલ્લાનું તડ કેન્દ્રનું પરિણામ 17.63 આવેલું છે, જે સમગ્ર રાજ્યમાં ઓછું છે. 

આ વર્ષે 6142 દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાઁથી 872 ઉમેદવારો 20 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થયા છે. 

માર્ચ 2019ની પરિક્ષામાં 62.83% વિદ્યાર્થીઓ પાસ થયાં છે જ્યારે 72.64% વિદ્યાર્થિઓની બાજી મારી છે.

જેમાં 4 હજાર 974 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયાં જ્યારે 32 હજાર 375 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે પાસ થયા છે.

તો 70 હજાર 677 વિદ્યાર્થીઓ B1 ગ્રેડ સાથે અને 1 લાખ 29 હજાર 629 વિદ્યાર્થીઓ B2 ગ્રેડ સાથે પાસ થયા છે.

Trending news