Vaccine welcome Live : ગુજરાતમાં આવી ગઈ કોરોના વેક્સીન, બોક્સ પર સંસ્કૃતમાં લખાયેલો છે ખાસ મેસેજ
ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (nitin patel) વેક્સીનને વેલકમ કરવા પહોંચ્યા હતા. કંકુ ચોખાથી પૂજા કર્યા બાદ વેક્સીનને અમદાવાદ એરપોર્ટ પરથી રવાના કરાઈ હતી. તો સાથે જ સાકરનો પ્રસાદ પણ ધરાવાયો હતો
- વેક્સીનના બોક્સ પર સંસ્કૃતમાં મેસેજ લખાયેલો છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટમાંથી આવેલી કોરોના વેક્સીનના બોક્સ પર ‘સર્વે સંતુ નિરામયા’ લખાયેલું છે
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :જિંદગીને સામાન્ય કરવાનો પડકાર... અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો પડકાર... પડકાર એ વાતનો છે કે લોકો ફરી એકવાર જીવી શકે, ઉજવણી કરી શકે. પડકાર એ પણ કે ફરી એકવાર સ્કૂલ ખૂલી શકે. લોકો પોતાના કામતાજ વર્ષ પહેલા જે રીતે કરતા હતા તે જ પ્રમાણે કરી શકે. જે પરિસ્થિતિ કોરોના કાળ પહેલા હતી. ફેક્ટરીઓમાં ઉત્પાદન પણ યોગ્ય રીતે શરૂ થઈ શકે. આ પરિસ્થિતિ માત્ર ત્યારે જ ન થઈ શકે જ્યારે વેક્સીન આવી જાય. શરૂઆત ત્યારે થશે જ્યારે વેક્સીનનો રોલ આઉટ યોગ્ય રીતે થશે. ત્યારે આ આતુરતાનો અંત આવ્યો છે. પૂણેની સિરમ ઈન્સ્ટિટ્યૂટ (serum institute) માંથી નીકળેલી વેક્સીન આખરે અમદાવાદ પહોંચી ગઈ છે. ગુજરાતના ફાળવવામાં આવેલો જથ્થો પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યો છે. જ્યાં ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (nitin patel) વેક્સીનને વેલકમ કરવા પહોંચ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે