Morbi Election Results 2022 : જ્યાં 135 લોકોના જીવ ગયા, એ મોરબીમાં લોકોએ કોના પર ભરોસો મૂક્યો, જુઓ મોરબીથી ચૂંટણીનું પરિણામ

Gujarat Election Result live : તમને લેટેસ્ટ પરિણામ બતાવીએ કે, મોરબીની તમામ બેઠકો પર હાલ ભાજપ લીડ કરી રહ્યું છે. મોરબી માળિયા, વાંકાનેર અને ટંકારા બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે
 

Morbi Election Results 2022 : જ્યાં 135 લોકોના જીવ ગયા, એ મોરબીમાં લોકોએ કોના પર ભરોસો મૂક્યો, જુઓ મોરબીથી ચૂંટણીનું પરિણામ

Gujarat Election Result 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે, તો આમ આદમી પાર્ટીએ 2024 માટે અત્યારથી જ એન્ટ્રી મેળવી લીધી છે. કોંગ્રેસના અશોક ગેહલોતનો જાદુ ન ચાલ્યો, તો રાહુલ ગાંધીના ભારત જોડો યાત્રાથી પણ કંઈ ન ફળ્યું. ત્યારે ગુજરાતમાં 150 પ્લસ બેઠકો પર હાલ ભાજપ લીડ કરી રહ્યું છે. ત્યારે હાલ સૌની નજર ગુજરાતની એક જ બેઠક પર છે, એ છે મોરબી બેઠક. મોરબીમાં ગત મહિને ઝુલતા પુલની હોનારત થઈ હતી, જેમાં 135 લોકોના જીવ ગયા હતા. ત્યારે તમને લેટેસ્ટ પરિણામ બતાવીએ કે, મોરબીની તમામ બેઠકો પર હાલ ભાજપ લીડ કરી રહ્યું છે. મોરબી માળિયા, વાંકાનેર અને ટંકારા બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. ખાસ કરીને મોરબી હોનારતમાં લોકોના મસીહા બનેલા કાંતિ અમૃતિયા પણ જંગી લીડથી જીત તરફ આગળ વધી રહી છે. 

જીલ્લો મોરબી 
બેઠક-મોરબી માળિયા 
પક્ષ- ભાજપ
ઉમેદવાર-  કાંતિ અમૃતિયા
રાઉન્ડ -9
મતથી આગળ- 19264

જીલ્લો મોરબી 
બેઠક-વાંકાનેર 
પક્ષ-ભાજપ
ઉમેદવાર- જીતુ સોમાણી
રાઉન્ડ -16
મતથી આગળ- 1468

જીલ્લો મોરબી
બેઠક - ટંકારા 
પક્ષ :-ભાજપ 
ઉમેદવાર - દુર્લભજી દેથરિયા 
રાઉન્ડ - 9
મતથી આગળ - 10196

મોરબી વિધાનસભા બેઠકઃ-
મોરબીમાં પુલ દુર્ઘટના પછી આ વખતે વિધાનસભા ચૂંટણીમાં એ મુદ્દો મહત્વનો બની રહેશે તેવુ કહેવાયુ હતું. આ વખતે ભાજપે મંત્રી બ્રિજેશ મેરજાની ટિકિટ કાપી છે અને ભૂતપૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાને ટિકિટ આપી હતી. કાંતીભાઈને મોરબીમાં લોકો કાનાભાઈ તરીકે ઓળખે છે. ત્યારે મોરબી દુર્ઘટના બાદ ભાજપ પર વિપક્ષે માછલા ધોયા હતા, પરંતુ છતા મોરબીવાસીઓનો ભાજપ પર વિશ્વાસ કાયમ રહ્યો છે. 

2022ની ચૂંટણી 
પક્ષ    ઉમેદવાર     
ભાજપ    કાંતિ અમૃતિયા     
કોંગ્રેસ     જયંતી પટેલ
આપ    પંકજ રાણસરીયા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news