Gujarat Election 2022 Result :મતદાન પહેલા ઈન્દ્રનીલનો દાવો, કાંટાની ટક્કર હોય એવું હું માનતો નથી, 3 કલાકમાં સમગ્ર ગણિત સામે આવશે
Gujarat Assembly Election Result 2022 Updates : વિધાનસભા ચૂંટણીના પરિણામની મતગણતરી શરૂ થઈ ગયુ છે.... પરિણામના તમામ અપડેટ સૌથી પહેલાં, સૌથી ઝડપી જુઓ ZEE 24 કલાક પર દિવસભર LIVE...
Trending Photos
Gujarat Assembly 2022 Result : આજે ગુજરાત માટે મોટો દિવસ છે. આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ છે. ત્યારે ZEE 24 કલાક સૌથી પહેલાં અને સૌથી ઝડપી તમને પરિણામની તમામ અપડેટ આપી રહ્યું છે. ગુજરાતની રાજનીતિ માટે આજે સૌથી મોટો દિવસ છે. ગુજરાતમાં કોની બનશે સરકાર તેનો આજે ફેંસલો થશે. 182 વિધાનસભાની બેઠક માટે આજે મતગણતરી થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જંગમાં ઉતરેલા 1621 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. સૌથી પેહલાં બેલેટ પેપર અને ત્યાર બાદ EVMની મત ગણતરી થશે. રાજ્યમાં અલગ અલગ 37 જગ્યાએ મતગણતરી થશે. બપોરના 2 વાગ્યા સુધીમાં મોટાભાગના પરિણામો જાહેર થઈ જાય અને પિક્ચર ક્લિયર થઈ જાય તેવી શક્યતા છે.
જનમત પરથી પડદો ઉચકાવવામાં માત્ર ગણતરીનો સમય બાકી છે. એક્ઝિટ પોલ અનુસાર રાજ્યમાં ભાજપની સરકાર બને છે અને 110થી 125 બેઠક પર ભાજપ જીત મેળવી શકે છે. ત્યારે કોંગ્રેસ અને આપ કેટલી બેઠકો લઈ જાય છે તે માટે જોતા રહો ઝી 24 કલાક.
મતદાન પહેલા કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુએ જીતની આશા વ્યક્ત કરતા કહ્યું કે, મહાદેવી ઈચ્છા. મહાદેવ કરે એ શ્રેષ્ઠા. એ જીતાડે તો સેવા માટે, લોકો કહે છે કે મારી જીત નિશ્ચિંત છે. હમણાં જ ત્રણેક કલાકમાં બધુ સામે આવી જશે. પરંતું કાંટાની ટક્કર છે એવુ હું માનતો નથી. કારણ કે, લડી રહ્યાં છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે