Live મોતનો Video : શુભ પ્રસંગમાં ગરબા રમતા રમતા વેપારી ઢળી પડ્યા, પળવારમાં ગયો જીવ
Live Death Video : દાહોદમાં દેવગઢ બારીયા નગરના વેપારીનું ગરબા રમતા રમતા ઢળી પડવાથી મોત... પરિવારના શુભ પ્રસંગમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેકથી મોત થયું... સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો...
Trending Photos
જયેન્દ્ર ભોઈ/પંમચહાલ :આજકાલ હાર્ટ એટેકથી મોત આવવાના કિસ્સા વધી રહ્યા છે. પળવારમાં લોકોના જીવ લઈ રહ્યાં છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી ગરબા રમતા, ડાન્સ કરતા કે ચાલુ નાટકમાં હાર્ટ એટેકથી થતા મોતના બનાવો સૌની ચોંકાવી રહ્યાં છે. આવામા ગુજરાતમાં એક વેપારીનું શુભ પ્રસંગમાં ગરબા કરતા સમયે મોત થયું છે. દાહોદના દેવગઢબારિયામાં ગરબા રમતા સમયે વેપારીનું મોત નિપજ્યું છે.
બન્યું એમ હતું કે, દેવગઢબારિયામાં રહેતા વેપારી રમેશભાઈ વણઝારાએ પારિવારિક પ્રસંગમાં હાજરી આપી હતી. આ પ્રસંગમાં ગરબા આયોજિત કરાયા હતા. ત્યારે રમેશભાઈ દાંડિયારાસ રમી રહ્યા હતા. ત્યારે અચાનક દાંડિયા રમતા સમયે તેઓ નીચે ઢળી પડ્યા હતા. પરિવારજનોએ રમેશભાઈને હોસ્પિટલમાં ખસેડ્યા હતા હતા, જ્યાં હોસ્પિટલના તબીબોએ રમેશભાઈને મૃત જાહેર કર્યા હતા. તબીબોએ જણાવ્યું કે, હાર્ટ એટેકથી તેમનુ મોત નિપજ્યું છે. ત્યારે ગરબા રમતા વેપારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
તમને જણાવી દઈએ કે, રમેશભાઈ વણજારા ઈંટ રેતી અને જમીનના લેવલિંગ કરવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે... વણજારા સમાજના અગ્રણીનુ મોત થતા પરિવારમાં માતમ છવાયો છે...
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં હ્રદય સંબંધિત રોગ અને હ્રદય રોગના હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. સામાન્ય રીતે 40 વર્ષથી વધારે ઉંમરના લોકો, જેમને હાર્ટ, ડાયાબિટીસ, હાઈપર ટેન્શન જેવી બીમારીઓ હોય છે. તે લોકોમાં હાર્ટ અટેકનું પ્રમાણ વધારે જોવામાં આવે છે. પરંતુ હવે યુવાઓને પણ હાર્ટ અટેક અને હાર્ટ સંબંધિત બીમારી થઈ રહી છે અને તેનાથી નાની ઉંમરમાં લોકોના મોત પણ થઈ રહ્યા છે. કેમ કે આવી જ કેટલીક ઘટનાઓ ગુજરાત સહિત દેશના અનેક ભાગમાં હાર્ટ અટેકની એવી ઘટનાઓ સામે આવી છે. જેણે તબીબી જગતને પણ વિચારતો કરી દીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે