આપઘાત પહેલાં અભિનેત્રી વૈશાલી ઠક્કરે સ્યૂસાઈડ નોટમાં શું લખ્યું હતું? જાણો સાચી હકીકત

મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં આવેલાં સાઈ બાગ કોલોની તેજાજી નગર બાલીમાં રહેતી ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કર આત્મહત્યા બાદ સામે આવી તેની સુસાઈડ નોટની હકીકત.
 

આપઘાત પહેલાં અભિનેત્રી વૈશાલી ઠક્કરે સ્યૂસાઈડ નોટમાં શું લખ્યું હતું? જાણો સાચી હકીકત

નવી દિલ્લીઃ હાલમાં જ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ અભિનેત્રી વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. જેને કારણે તેના લાખો ચાહકોને પણ આઘાત લાગ્યો છે. જોકે, વૈશાલીએ આપઘાત કેમ કર્યો એ સવાલ સૌ કોઈના મનમાં હતો. ત્યારે તેણે મરતા પહેલાં એટલેકે, અંતિમ પગલું ભરતા પહેલાં એક ચિઠ્ઠી લખી હતી. આ સુસાઈડ નોટમાં તેણે પોતાની આત્મહત્યાનું કારણ પણ લખ્યું હતું.

વૈશાલીને કઈ વાતનું દુખ હતુ? કોણ તેને સતાવતું હતું? મૃત્યુ પહેલાં વૈશાલીએ પોતાના માતા-પિતાને સંબોધીને શું લખ્યું આ દરેક સવાલોના જવાબો તમને તેના સુસાઈટ નોટમાંથી મળશે. વૈશાલી ઠક્કરે આપઘાત કરતા પહેલા એક સુસાઈડ નોટ પણ મૂકી હતી…, શું લખ્યું હતું તે સુસાઈટ નોટમાં એ પણ જાણીએ... પોતાના ઘર પાસે રહેતા વેપારી રાહુલ નવલાણી દ્વારા કરવામાં આવતી હેરાનગતિની સ્યુસાઈડ નોટમાં લખવામાં આવ્યું છે. જ્યારે વૈશાલીએ એમ પણ લખ્યું છે કે "જો દીકરી ન હોય તો તેને લગતી કોઈ સમસ્યા નહીં હોય. મા હું દુનિયા છોડું છું, હું તમને પ્રેમ કરું છું પાપા, મા, તમને મારા સમ છે તમે હંમેશા ખુશ રહેજો, આઈ ક્વીટ...હું છોડી રહી છું...

No description available.

સુસાઈડ નોટ... હું જાઉં છું, હું તમને પ્રેમ કરું છું મમ્મી પપ્પા, મને માફ કરજો હું સારી દીકરી ન બની શકી. મહેરબાની કરીને... રાહુલ અને તેના પરિવારને સજા કરો... રાહુલ અને દિશા દ્વારા મને 2-5 વર્ષથી માનસિક ત્રાસ આપવામાં આવે છે. નહીં તો મારા આત્માને શાંતિ નહીં મળે, હું તમને કસમ ખાઉં છું.

હું તને ખૂબ પ્રેમ કરું છું... મને માફ કરજો...હું જાઉં છું.
અંતે તેણે "I Quit" લખ્યું. સતામણી કરનાર રાહુલ પરિણીત છે અને તેને બે બાળકો છે. પોલીસે રાહુલ અને તેની પત્નીને કસ્ટડીમાં લીધા છે.... તમને જણાવી દઈએ કે.. વૈશાલી ઠક્કરની સગાઈ થઈ હતી અને તેના થોડા દિવસોમાં લગ્ન થવાના હતા. રાહુલને આ વાત મંજૂર ન હોવાથી તે તેણીને ટોર્ચર કરતો હતો. આ દરમિયાન વૈશાલીની સગાઈ પણ તૂટી ગઈ, જેના કારણે તે ખૂબ જ દુઃખી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news